તમે બધાએ સાંભળ્યું હશે કે એક સ્વસ્થ્ય શરીર જ સફળતાની ચાવી માનવામાં આવે છે. જો વ્યક્તિનું શરીર કમજોર હોય તો તેનું મન કોઈ પણ કાર્યમાં નથી લાગતું અને તે કોઈપણ કાર્ય સારી રીતે નથી કરી શકતો. જો વ્યક્તિનું શરીર કમજોર હોય તો તે અનેક બિમારીઓની ઝપેટમાં આવી શકે છે. તેથી સુખી જીવન પસાર કરવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. જો વ્યક્તિ શારીરિક રૂપથી સ્વસ્થ અને શક્તિશાળી રહેશે તો તે તેના જીવનમાં દરેક કાર્ય સારી રીતે કરી શકશે.
પરંતુ જો વ્યક્તિના શરીરમાં કોઈપણ પ્રકારની કમજોરી હોય છે તો તેના જીવનમાં દુઃખ અને સમસ્યાઓ વધે છે. એટલું જ નહીં પરંતુ પુરુષોને કમજોરી હોય તો તેના કારણે તેમનું વૈવાહિક જીવન પણ સુખી નથી રહેતું. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે તમને અમુક ઘરેલુ ઉપાય જણાવીશું, જે તમારા શરીરને શારીરિક કમજોરી દૂર કરશે અને તમારું શરીર સ્વસ્થ રહેશે.
લીંબુ
લીંબુનો ઉપયોગ કરવાથી તમે તમારી શારીરિક કમજોરી દૂર કરી શકો છો. લીંબુ શરીરમાં શક્તિ માટે ખૂબ જ આવશ્યક છે. તેનાથી તમારી કમજોરી દૂર થશે અને તમારા શરીરમાં સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. તેથી લીંબુમાં મીઠું કે ખાંડ નાખી અને મિક્સ કરીને પીવું જોઈએ.
કેળા
ઘણા લોકો કેળા ખાવાના ફાયદા વિશે જાણતા હશે. કેળાં કમજોર શરીરને મજબૂત બનાવે છે. એવું કહેવામાં આવે છે કે સાંજના સમયે ખોરાક લીધા પછી બે કેળા ખાવાથી દુર્બળતા સમાપ્ત થાય છે અને શરીરમાં શક્તિ મળે છે. પરંતુ સવારના સમયે કેળાં ખાલી પેટ ના ખાવા.
આમળા
જો તમે તમારી શારીરિક શક્તિ વધારવા માગતા હોય તો તેના માટે આમળા એક ચમત્કારી ઉપાય છે. તેના માટે લગભગ તમારે ૧૦ ગ્રામ લીલા અને કાચા આમળાને મધની સાથે લેવા જોઈએ. જો તમે દરરોજ સવારે આમળાંને મધ લગાવીને સેવન કરો છો તો તમારી યૌન દુર્બળતા દૂર થઇ જશે અને તમારું શરીર મજબૂત થશે.
ઘીનું સેવન
ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તમારી શારીરિક કમજોરીને દુર કરવા માગતા હોય તો ઘી નું સેવન જરૂર કરવું જોઈએ. રોજ સાંજના સમયે ભોજન કર્યા બાદ ઘી અને મધ બંને મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારી સ્મરણ શક્તિ વધે છે અને તેની સાથે તમારી શારીરિક તાકાત અને વીર્યમાં વૃદ્ધિ થશે.
તુલસીના બીજ
હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે આંગણામાં તુલસીનો છોડ લાગેલો હોય છે તે ઘરમાં કોઈ દિવસ નકારાત્મક શક્તિ વાસ નથી કરતી અને તે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિની સાથે સાથે તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા શરીરની દુર્બળતાને દુર કરવા માંગતા હોય તો અને તમારા વીર્ય બળ અને લોહીમાં વૃદ્ધિ કરવા માગતા હોય તો અડધો ગ્રામ તુલસીના પીસેલા બીજને સાદા અથવા કાથો લગાવેલા પાનની સાથે સવાર અને સાંજ ચાવીને ખાવા.