પ્રેમી યુગલો માટે વરદાન છે આ મંદિર, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલોને અહી આશ્રય આપવામાં આવે છે

0
235
views

ઉત્તર ભારતમાં સ્થિત હિમાચલ પ્રદેશ ફક્ત પોતાના ખૂબસૂરત હિલ સ્ટેશન માટે પર્યટકોની વચ્ચે લોકપ્રિય નથી પરંતુ અહીંયાં આ મંદિર પણ શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. હિમાચલ પ્રદેશમાં અસંખ્ય મંદિર છે જેમાં ઘણા પ્રાચીન મંદિર પણ સામેલ છે. પરંતુ આજે અમે તમને અમારા આ આર્ટિકલમાં એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે પ્રેમી યુગલ માટે વરદાન સાબિત થયેલ છે.

જી હાં, હિમાચલના કુલ્લુનાં શાંઘડ ગામના દેવતા શંગચૂલ મહાદેવનું મંદિર ઘરેથી ભાગેલા પ્રેમી યુગલોને શરણ આપવા માટે જાણીતું છે. આ મંદિર મહાભારત કાળ જેટલું પ્રાચીન છે. મંદિર વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો આર્ટીકલ વાંચો.

મહાભારત કાળનું શંગચૂલ મહાદેવનું મંદિર કુલ્લુ ઘાટી શાંધડ ગામમાં સ્થિત છે, જે ઘરેથી ભાગેલા પ્રેમી યુગલોને શરણ આપવા માટે ખૂબ જ જાણીતું છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં પ્રેમી યુગલોને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચી પહોંચાડી શકતું નથી, પછી ભલે તે પોલીસ હોય કે તેમના ઘરવાળા હોય.

શંગચૂલ મહાદેવનું મંદિર

શંગચૂલ મહાદેવ મંદિરનું ક્ષેત્રફળ અંદાજે ૧૦૦ વીઘાનુ છે. જેવું આ સીમાની અંદર કોઈ પ્રેમી યુગલ પહોંચે છે તો તેઓ દેવતાની શરણમાં આવી ગયેલ માનવામાં આવે છે. અહીંયા ભાગીને આવેલા પ્રેમી યુગલોનો મામલો જ્યાં સુધી મંદિરના પંડિત પ્રેમી યુગલોની સાર સંભાળ રાખે છે.

પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ છે

તમે બિલકુલ સાચું વાંચ્યું છે, મંદિરના આ ક્ષેત્રમાં પોલીસના આવવા પર પ્રતિબંધ છે. આ ગામમાં દરેક નિયમો અને કાયદાનું ખૂબ જ સખ્તાઇ પૂર્વક પાલન કરવામાં આવે છે. અહીંયા ના નિયમ અને કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ ગામમાં ઊંચા અવાજે વાત કરી શકતો નથી અને કોઈ પણ પ્રકારનો લડાઈ-ઝઘડો પણ કરી શકતો નથી. તેની સાથોસાથ અહીંયા શરાબ, સિગરેટ અને ચામડાનો સામન પણ લઈને આવવા પર મનાય છે. અહીંયાના દેવતાનો નિર્ણય જ માન્ય રાખવામાં આવે છે.

લગ્નની અડચણો પણ થાય છે દૂર

આ મંદિરની ચર્ચાઓ દૂર દૂર સુધી છે. અહીંયા પહોંચ્યા બાદ મોટાભાગે તમને આ વિસ્તારમાં પ્રેમી યુગલો જ નજર આવશે. આ મંદિરમાં તે યુગલો પણ પ્રાર્થના કરવા માટે પહોંચે છે જેમના લગ્નમાં અડચણો આવી રહી હોય.

બીજી વખત થયું છે નિર્માણ

આ મંદિર એક વખત સળગી ગયું હતું અને આ મંદિરનું બીજી વખત નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૫માં અડધી રાતે અચાનક જ મંદિર સહિત ૨૦ મુર્તિઓ તથા ત્રણ મકાનમાં આગ લાગી ગઈ હતી. દ્વાપર યુગમાં પાંડવોના સમયમાં બનેલ આ શંગચૂલ મહાદેવ બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારબાદ તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here