ધમતરી જિલ્લાના ગીતકારમુડા ના સરકારી પ્રાઇમરિ સ્કૂલમાં એક અનોખી પહેલ કરવામાં આવી. અહીં વિદ્યાર્થીઓને પાણી પીવા માટે હેડપંપ ચલાવો પડતો હતો અને તેના કારણે ઘણી વખતે ઘણા નાના છોકરાઓની આંગળી પણ દબાઈ જતી હતી. આ જોઈને ત્યાંના શિક્ષક છગનલાલ શાહુ એ એક રસ્તો શોધ્યો અને ત્યાંના બીજા સાથી ટીચર સિદ્ધેશ્વર શાહુ એ પોતાના સાડાત્રણ હજાર રૂપિયા ઉમેરીને મગજ લગાવ્યું અને તેમણે છોકરાઓના રમવાના સીસા જુલા સાથે હેડપંપ જોડી નાખ્યો. તેમણે વેલ્ડીંગ કરાવી ને એવી સિસ્ટમ બનાવી દીધી કે છોકરાઓ જેટલો જુલો ખાશે તેટલું પાણી આવશે.
શિક્ષક છગનલાલ જણાવ્યું કે તેમણે ઘણી વાર પંચાયત પાસે બોર પંપ લગાવવાની વાત કરી પરંતુ લગાવી શકાયો નહીં, તેથી તેમણે વિચારીને આવું કરવાનો પ્રયોગ કર્યો અને કરી નાખ્યો. બંને શિક્ષકોએ 25000 રૂપિયા ખર્ચીને સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફર્નિચર બનાવ્યું. હવે વિદ્યાર્થીઓને રાઉન્ડ ટેબલ લગાવીને વચ્ચે બેસીને અભ્યાસ કરાવે છે. એટલું જ નહીં પણ સ્કૂલમાં પોતાના પૈસાથી છગનલાલ એ કોમ્પ્યુટર લાવ્યા. દરેક છોકરાઓ પાસે સ્લેટ નથી તેથી તેમણે વર્ગની દિવાલોમાં અનેક નાના-નાના બ્લેક બોર્ડ બનાવી દીધા. 20 વિદ્યાર્થીઓની આ સ્કૂલ ધમતરી જિલ્લાના જંગલ વચ્ચે આવેલા ગામમાં છે.
આ સ્કૂલને મોડલના રૂપમાં કરશે ડેવલોપ
સંસાધન વિહીન અને જંગલી ક્ષેત્રથી આ સ્કૂલના શિક્ષકો ની પહેલ અને આ રીત ની નવી સાયન્ટિફિક ટેકનિકથી વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે અને તેમની અંદર પણ કંઈક શીખવાની જિજ્ઞાસા થશે. બંને શિક્ષકોનું કહેવું છે કે આ સ્કૂલ ને હવે મોડેલ સ્કૂલ ની રીતે વિકાસ કરશે.