એ વાત સંપૂર્ણ રીતે સાચી છે કે જે સ્વાદ ઘરની રોટલીમાં છે તે સ્વાદ બહારના ખાવામાં મળી શકતો નથી. બહારના ભોજનથી ફક્ત પેટ ભરે છે પરંતુ મન ભરતું નથી. હવે તમારા મનમાં એવો વિચાર આવશે કે આખરે અમે ખાવા પીવાની વાત શા માટે કરી રહ્યા છીએ? અમે ખાવા પીવાની વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે આજે અમે તમને ખાવાની થાળી સાથે જોડાયેલ થોડા રહસ્ય તમારી સામે ખુલવાના છીએ કે જેમના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
આખરે એવું શા માટે હોય છે કે ખાવાની થાળી માં રાખવામાં આવેલ રોટલી વિશે પણ એક પ્રથા આજે પણ ચાલી રહી છે. જો તમે તારી માં રાખેલ રોટલીના રહસ્ય વિશે જાણી લેશો તમે અચૂક આશ્ચર્યમાં પડી જશો. રોટલી વિશેની આ આશ્ચર્યજનક વાત સત્ય છે કે અંધવિશ્વાસ છે?
તમે લોકોએ હંમેશા ઘરમાં જોયું હશે કે ખાવાની થાળીમાં બે અથવા ચાર રોટલી પીરસવામાં આવે છે પરંતુ ત્રણ રોટલી ક્યારેય પણ પીરસવામાં આવતી નથી. કારણ કે થાળીમાં ત્રણ રોટલી પીરસવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે ત્રણ રોટલી ક્યારેય પણ કોઈ પોતાના શત્રુઓને પણ નથી આપતા. ક્યારેય ભૂલથી પણ થાળીમાં એક સાથે ત્રણ રોટલી ન રાખવી જોઈએ, જો ક્યારેય આવી પરિસ્થિતિ આવી જાય કે ત્રણ રોટલી આપવી પડે તો તે રોટલી ના ટુકડા કરીને આપી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી જમવાની થાળીમાં ત્રણ રોટલી રાખવી અશુભ શા માટે માનવામાં આવે છે તેના વિશે જાણકારી આપીશું.
જો આપણે હિન્દુ ધર્મ માન્યતા અનુસાર જોઈએ તો ત્રણ નંબર ને અશુભ માનવામાં આવે છે. આ કારણને લીધે કોઈપણ શુભ કાર્ય આરંભ કરતા પહેલા ત્રણની સંખ્યા નો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ત્રણ વ્યક્તિ મળીને નથી કરતા. કોઇ પણ શુભ કાર્ય અથવા ધાર્મિક કાર્ય માટે ત્રણ વસ્તુ અને શામેલ કરવામાં નથી આવતી. તેવામાં જમવાનું પીરસતા સમયે પણ આ નિયમનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે.
એવી માન્યતા છે કે ત્રણ રોટલી કોઈપણ વ્યક્તિના મૃત્યુ પશ્ચાત તેના શ્રાદ્ધ સંસ્કાર પહેલા કાઢવામાં આવતા ભોજનમાં લેવામાં આવે છે. જે ભોજન કાઢવામાં આવે છે તેને કાઢવા વાળા સિવાય કોઈ જોઈ શકતું નથી, આ કારણને લીધે કોઈપણ વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી પીરસવી મૃતક ના ભોજન સમાન માનવામાં આવે છે. સાથોસાથ 3 રોટલી ખાવાથી વ્યક્તિના મનમાં શત્રુતા ના ભાવ ઉત્પન્ન થવા લાગે છે, આ માન્યતા ઘણા સમયથી ચાલતી આવી રહી છે.
તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, વિશેષજ્ઞોનું માનવામાં આવે તો કોઈપણ વ્યક્તિના ભોજનમાં બે રોટલી અને એક વાટકો દાળ, 50 ગ્રામ રાઈસ અને એક વાટકો શાકભાજી અનિવાર્ય હોય છે. એટલે કે એક વ્યક્તિ માટે તેને સંતુલિત આહાર માનવામાં આવેલ છે, જેનાથી વ્યક્તિને ઘણી માત્રામાં ઊર્જા પ્રાપ્ત થાય છે અને વધારે ભોજન લેવાથી પણ બચી જાય છે. તેવામાં ત્રણ અથવા વધારે રોટલી રાખી દેવામાં આવે તો તમે તેને ખાઈ લેશો જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો દરેક રીતે 3 રોટલીને ભોજન સંતુલિત આહાર માનવામાં આવેલ નથી.