આ સવાલ હંમેશા પૂછવામાં આવે છે કે ફાંસીની સજા હંમેશા સૂર્યોદય પહેલાં જ કેમ આપવામાં આવે છે? દેશભરમાં જ્યારે પણ ફાંસી થાય છે ત્યારે તેનો સમય સવારે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે હોય છે. તેનું કારણ શું છે અને કઈ કારણના લીધે ફાંસીની સજા દેશભરમાં સૂર્યોદય પહેલા થતી હોય છે અને તેવું અત્યારે પણ થઈ રહ્યું છે. ભારતમાં છેલ્લી ફાંસી પુના જેલમાં વર્ષ ૨૦૧૨માં થઈ હતી. ત્યારે આતંકવાદી અજમલ કસાબને ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો અને તે સૂર્યોદય પહેલા આપવામાં આવી હતી.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કોઈપણ જગ્યાએ ફાંસી આપવાનો રિવાજ અત્યારે પણ છે ત્યાં દરેક જગ્યાએ ફાંસીની સજા સૂર્યોદય પહેલાં જ આપવામાં આવે છે. ભારતના જેલમાં ફાંસીનો સમય વિશે સ્પષ્ટ દિશા નિર્દેશ છે. જેલ મેન્યુઅલ કહે છે કે ફાંસી સવારે આપવી જોઈએ તે હંમેશા સૂરજની પહેલી કિરણ થી સંપન્ન થઈ જાય.
જો કે ઋતુ પ્રમાણે ફાંસીનો સમય સવારે બદલાઈ જાય છે પરંતુ આ સમય પણ નક્કી કરવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકાર જ કરે છે. ફાંસીને સવારના સમયે આપવાના પણ ત્રણ કારણ છે જે પ્રશાસનિક, વ્યવહારિક અને સામાજિક સાથે જોડાયેલા છે.
શું છે ફાંસી આપવાનો સમય લઈને પ્રશાસકીય કારણ
સામાન્ય રીતે ફાંસી એક ખાસ ઘટના ક્રમ છે. જો દિવસ દરમિયાન કરવામાં આવે તો જેલનું સમગ્ર ધ્યાન તેના લાગી જાય છે. તેનાથી બચવાની કોશિશ કરવામાં આવે છે જેથી જેલની દિવસભરની ગતિવિધિઓ પર તેની કોઈ અસર ના પડે. બધી જ ગતિવિધિ સારી રીતે કામ કરતી રહે. ફાંસી થયા બાદ મેડીકલ પરીક્ષણ થાય છે અને ત્યારબાદ અનેક રીતની કાગળ કાર્યવાહી પણ થાય છે અને તે બધામાં સમય લાગે છે.
વ્યવહારિક કારણ ફાંસીથી જોડાયેલા છે
એવું માનવામાં આવે છે કે જેને ફાંસી આપવામાં આવતી હોય તેનું મન સવારના સમયે વધુ શાંત રહે છે અને તે ઊંઘીને ઉઠ્યા પછી ફાંસી આપવા પર તે વધારે શારીરિક તણાવ અને દબાવનો શિકાર નથી થતો. જો ફાસી દિવસમાં હોય તો સજાનો તણાવ અને માનસિક સ્થિતિ બગડી શકે છે. જેને ફાંસી થાય છે તે સવારે ૩ વાગે ઊઠે છે કારણ કે તે પોતાના દરેક કામ ફાંસી પહેલાં કરી લે. જેમાં પ્રાર્થના અને એકલતાના સમયમાં પોતાના વિશે સુવિચાર કરવો તે પણ સામેલ છે. તેમાં સૌથી મોટી વાત એ છે કે ફાંસી પછી તેના પરિવારજનોને તેનું શબ આપવામાં આવે છે. કારણ કે તે તેને લઈને પોતાના ગંતવ્ય સુધી જઈ શકે અને દિવસે જ તેની અંતિમ સંસ્કાર કરી શકે.
સામાજિક કારણ એટલે કે હંગામો ન થવો
ફાંસીનો ત્રીજો પક્ષ સામાજિક છે. કારણ કે તે ખાસ ઘટના હોય છે જેના લીધે લોકોનું ધ્યાન વધારે આકર્ષિત કરે છે અને તેના લીધે જેલની બહાર પણ વધુ તમાશો કરતાં લોકો એકઠા થવા અને હંગામો થવાની સંભાવના રહે છે અને તેના જ લીધે કોશિશ હોય છે કે જ્યારે પણ લોકો સવારે ઊઠે તે પહેલાં ફાંસી થઈ જાય.
કેવી રીતે થાય છે ફાંસીની તૈયારી
ફાંસીના ૧૦ થી ૧૫ દિવસ પહેલા ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે, તે જમીનથી ૪ ફૂટ ઊંચું હોય છે. આ પ્લેટફોર્મ પર સજા થનારને એક લાકડીના પ્લૅટફૉર્મ પર ઊભો રાખવામાં આવે છે. જેને ગોળાકાર આકારમાં તૈયાર કરવામાં આવે છે. આ એજ પ્લૅટફૉર્મ હોય છે જે જલ્લાદ લીવર ખેંચતા હટી જાય છે અને સજા થનાર વ્યક્તિ ગરદન પર લાગેલા ફંદા સાથે ઝૂલવા લાગે છે.
ફંદો ગરદનમાં કસાતા શરીરમાં શું થાય છે
જેવું જલ્લાદ લીવર ખેંચે છે, તેવું નીચે રાખવામાં આવેલ લાકડાના પાટિયા પર ફાંસી મળનાર ઊભો હોય છે, તે પાટિયું નીચે ચાલ્યું જાય છે, ત્યારે તે તુરંત લટકવા લાગે છે અને દોરડાનો દબાવો ગરદન પર કસાવા લાગે છે. શરીરનું બધું વજન નીચેની તરફ જવા લાગે છે. તેવામાં ગરદન પહેલા લાંબી થાય છે અને પછી ગરદનના બધા જ સ્નાયુઓ તૂટવા લાગે છે. તેવામાં મગજ સાથેનો સંપર્ક શરીરથી તૂટવા લાગે છે, ચેતના ખતમ થઇ જાય છે. જેને ફાંસી આપવામાં આવી છે તે અચેત બની જાય છે. સાથોસાથ હૃદય તરફ લોહીનો સંચાર અટકી જાય છે અને શ્વાસ લેવાની પ્રક્રિયા પણ ગળુ રુંધાવાને કારણે બંધ થઈ જાય છે. સામાન્ય રીતે ફાંસી લગાવ્યા બાદ ૫ મિનિટથી લઈને ૨૦-૨૫ મિનિટની અંદર મૃત્યુ થઇ જાય છે. ત્યારબાદ ડોક્ટર બોડીને ચેક કરે છે અને સજા પામેલ વ્યક્તિને મૃત ઘોષિત કરે છે.