સ્કૂલમાં શિક્ષક છે આ વ્યક્તિ, દમ હોય તો તેની સાચી ઉંમર જણાવો, ૯૫% લોકો ફેઇલ થયેલા છે

0
165
views

આપણા દરેકની ઈચ્છા એવી હોય છે કે ચહેરા પર વધતી ઉંમરની અસર ક્યારેય ના જોવા મળે. દરેક વ્યક્તિ પોતાને યુવાન જોવા માંગતા હોય છે. આજે તમને એવા માણસની વાત કરશુ કે તેની ઉંમર ૨૨ વર્ષની છે છતાં પણ તેનો દેખાવ નાના બાળક જેવો લાગે છે.  Ian Francis Manga નો એક ૨૨ વર્ષનો છોકરો ફિલીપાઇન્સ Bulacan ના San Jose Del Monte માં બાળકોને ભણાવે છે. ત્યાં તે કિંડરગાર્ડન અને સેકન્ડ ગ્રેડ સુધીના બાળકોને ભણાવવાનું કામ કરે છે.

મંગાને જોઈને તમે એની ઉંમર ની ખબર નહીં પડે. અત્યારે પણ તેનો ચહેરો પાંચમા ધોરણમાં ભણતા બાળક જેવો છે. અત્યારે તેની ઉંમર ૨૨ વર્ષની છે પરંતુ તેની ઉંમરની હિસાબે તેની હાઈટ ઓછી છે. અને સૌથી વધારે નોટિસ તેની હાઈટ ને નહીં પરંતુ તેના બેબી ફેસને કારણે  છે.

જ્યારે પણ લોકો તેને જુએ છે ત્યારે શિક્ષકના બદલે તેણે પણ બાળક સમજે છે. મંગાનું કહેવું છે કે બાળપણમાંથી ખૂબ જ બીમાર રહેતો હતો અને તેના કારણે કદાચ તેના ચહેરાનો વિકાસ નથી થયો. તેમનું એમ પણ કહેવું છે કે તેના નાના બાળક જેવા ચહેરાને લઇને હજુ પણ તેને દાદાગીરીનો સામનો કરવો પડે છે. હકીકતમાં તેને ખૂબ જ ફ્રેન્ડલી સ્વભાવ છે. લોકો સાથે ખૂબ જલદીથી મિત્રતા કરી લે છે. વળી તેઓએ મજાકનો શિકાર બની રહેલા બાળકોને એક સલાહ પણ આપી છે. એવું કહેવું છે કે લોકો જ્યારે મારી મજાક કરે છે ત્યારે હું તેઓને બિલકુલ ઇગ્નોર કરું છું.

મંગા એક કાયદેસરના લાયસન્સ ધારક શિક્ષક છે. સામાન્ય રીતે તો તેઓ ખૂબ જ વિનમ્ર વ્યક્તિ છે પરંતુ વિદ્યાર્થીઓની સાથે ક્યારેક ક્યારેક તેઓ સખત પણ થઈ જાય છે. તેઓ કહે છે કે જ્યારે હું ગંભીર હું છું ત્યારે ખૂબ જ સખત થઈ જાઉં છું. સ્કૂલમાં વિદ્યાર્થીઓને અનુશાસન શીખડાવવા માટે આવું કરવું પડે છે. મંગા ને જોઈને મોટાભાગના લોકો તેની ઉંમર નો સાચો અંદાજ નથી લગાવી શકતા. હવે આ બાબતને એક ગિફ્ટ કહેવામાં આવે કે પછી કોઇ નેગેટિવ પોઇન્ટ પરંતુ મંગા એ પોતાની લાઇફને સારી રીતે અને પોઝિટિવ રીતે જીવવાનું શીખી લીધું છે. તેઓનું ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે તેઓ એક સારા શિક્ષક બને અને વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન આપે.

વળી સોશિયલ મીડિયા પર મંગા ના બેબી ફેસની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. જે પણ લોકો તેને જુએ છે તેવો તેની સાચી ઉંમર માલુમ કરી શકતા નથી અને તેમના હોશકોશ ઉડી જાય છે. તેઓને વિશ્વાસ નથી આવતો કે ૨૨ વર્ષનો એક યુવક હજુ પણ બાળકો જેવો દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here