સૌથી ધમાકેદાર બચત યોજના, ૫૦ રૂપિયાનું રોકાણ કરી મેળવો ૧૦ લાખ રૂપિયા

0
533
views

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી અમુક રકમની બચત જરૂર કરે છે. દરેક વ્યક્તિ બચત કરે છે કારણકે જરૂરિયાતના સમયે તેને કોઈપણ પ્રકારની પરેશાનીઓનો સામનો ના કરવો પડે. વ્યક્તિ પોતાની બચત અને બેંકના ખાતામાં રાખે છે જેથી કરીને બચત પણ થતી રહે અને તેના પર થોડું વ્યાજ પણ મળી રહે. પરંતુ આજે અમે તમને એવી એક એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો. આ યોજનામાં તમારે માત્ર દરરોજના ૫૦ રૂપિયાની બચત કરવાની આવશ્યકતા છે અને ત્યારબાદ તમને ૧૦ લાખ રૂપિયા મળશે.

હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ૫૦ રૂપિયા પ્રતિ દિવસના બચત કરીને ૧૦ લાખ રૂપિયા કેવી રીતે બનાવી શકાય છે. તો તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત આ શક્ય છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે. મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમ આ કાર્યમાં તમારી મદદ કરી શકે છે. આ સ્કીમ ની સૌથી સારી બાબત એ છે કે તમારે દરરોજના ફક્ત પચાસ રૂપિયાની બચત કરવાની છે. માત્ર ૫૦ રૂપિયા પ્રતિ દિવસના બચત કરવાથી તમારી સામાન્ય જીવન પર તેનું અસર પણ નહીં પડે અને તમે લખપતિ પણ બની જશો.

જો તમે આ સ્કીમમાં દરરોજના 50 રૂપિયા રોકાણ કરો છો તો તે હિસાબે મહિનાના ૧૫૦૦ રૂપિયાની બચત કરો છો. હવે તમને મ્યુચ્યુઅલ ફંડની સ્કિમમાં SIP ના માધ્યમથી ૧૫૦૦ રૂપિયા નિવેશ કરવાનો સારો વિકલ્પ મળી જશે. તમારે માત્ર ૧૫ વર્ષ આ સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. જો તમે જુઓ તો બજારમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ પ્લાન છે જેમાં ૧૫ વર્ષમાં ૧૫% વાર્ષિક રિટર્ન આપેલ છે. જો આ પ્રમાણે રિટર્ન મળે છે તો ૧૫ વર્ષમાં તમને પણ દસ લાખ રૂપિયા મળી શકશે.

૧૫ વર્ષ સુધી રોકાણ કરવા પર તમે કુલ ૨,૭૦,૦૦૦ રૂપિયા રોકાણ કરશો. વળી તમને ૧૫% વાર્ષિક રિટર્ન મળવા પર તમારી SIP ની કુલ કિંમત ૧૦,૦૨,૭૬૦ રૂપિયા થઇ જશે. મતલબ કે તમને ૧૫ વર્ષના રોકાણ પર ૭,૩૨,૭૬૦ રૂપિયાનો ફાયદો થયો. વળી મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે રોકાણને અટકાવી શકો છો. તમારે નક્કી કરેલ સમય અવધિ સુધી રોકાણ કરવું અનિવાર્ય નથી. જો તમે વચ્ચે રોકાણ કરવાનું અટકાવવા માંગો છો તો તમને કોઈપણ પ્રકારની પેનલ્ટી પણ નથી લાગતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here