સતત પાંચ દિવસ સુધી બંધ રહેશે બેન્ક, નવરાત્રિ પર ATM માં થશે રોકડની અછત

0
153
views

નવરાત્રિની શરૂઆત ૨૯ સપ્ટેમ્બરથી થઈ રહી છે. નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ તહેવારોની સિઝન શરૂ થઇ જશે અને લોકો ખરીદી કરવા નીકળી પડશે. પરંતુ તે પહેલા તમારે રોકડ રકમની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આગળના ૩ દિવસોની અંદર રોકડ રકમની વ્યવસ્થા કરી લેવી. હકીકતમાં મહિનાના અંતમાં સતત પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે. બેંક બંધ રહેવાને કારણે રોકડ રકમની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેવામાં તમે બેંક બંધ થવા પહેલા પોતાની તૈયારીઓ પૂરી કરી લો જેથી કરીને બાદ માં કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય.

તમને જણાવી દઇએ કે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર ના બેંક કર્મચારી હડતાલ પર ઉતરી રહેલ છે. આ કર્મચારીઓ ૧૦ સરકારી બેંકોના વિલય નો વિરોધ કરી રહ્યા છે. પછી ૨૮ સપ્ટેમ્બર રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે રજા રહેશે અને ૨૯ ના રવિવાર છે. સતત ૨૬ થી ૨૯ સુધી બેંક બંધ રહ્યા બાદ ૩૦ સપ્ટેમ્બરના રોજ ખૂલશે, પરંતુ આ દિવસે પણ અર્ધવાર્ષિક સમાપન હોવાના કારણે બેંકમાં લેવડ-દેવડ થશે નહીં. જેથી કરીને સતત પાંચ દિવસ સુધી બેંક બંધ હોવાના કારણે સામાન્ય વ્યક્તિની સાથે સાથે વેપારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

ATM મા રોકડ સંકટની આશંકા

પાંચ દિવસ સુધી સતત બેંક બંધ રહેવાના કારણે એટીએમ પર અસર પડી શકે છે. એટીએમમાં પૈસા ન હોવાના કારણે રોકડ રકમની અછત વધી શકે છે. કારણકે એટીએમમાં બે દિવસ ની રોકડ રકમ ની ક્ષમતા હોય છે. હડતાલ અને ત્યારબાદ બેંક બંધ રહેવાથી પાંચ દિવસ સુધી એટીએમમાં રોકડ રકમ રાખવામાં નહીં આવે.

ચેક ક્લિયર થવામાં લાગશે વધારે સમય

જો તમે હડતાલ અને બંધ દરમિયાન બેંકમાં ચેક નાંખો છો તો પછી ચેક કલીયર થવામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે. કારણ કે ૨૫ સપ્ટેમ્બરના લગાવવામાં આવેલ ચેક ૩ ઓક્ટોબર સુધી ક્લિયર થઈ શકશે. ૧ ઓક્ટોબરના ચેક ક્લિયર થશે અને પછી ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી હોવાને કારણે રજા રહેશે. તેવામાં ૩ ઓક્ટોબરના રોજ ખાતામાં પૈસા આવશે.

બેન્કિંગ સેક્ટરના ચાર ટ્રેડ યુનિયન સંગઠનોએ ૨૫ સપ્ટેમ્બરની મધ્યરાત્રીથી ૨૭ સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી હડતાલ બોલાવેલ છે. એટલે કે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ સામાન્ય લોકો ના બેન્કિંગ સાથે જોડાયેલ કામકાજ પ્રભાવિત થશે. સરકાર દ્વારા ૧૦ બેન્કોના વિલય કરીને ૪ બેંક બનાવવાના નિર્ણયના વિરોધમાં ૪ યુનિયનોએ હડતાલ પર જવાનો એલાન કર્યું હતું.

જેમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર એસોસિએશન, ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન બેંક ઓફિસર્સ છે. જોકે હડતાલ દરમ્યાન બેન્કોને સત્તાવાર રજા નથી, એવામાં આશા છે કે ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઇન RTGS, NEFT અને UPI ટ્રાન્સફર જેવી સુવિધાઓ બંધ ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here