સારા નાં હાથમાં રહેલ ઘડિયાળની કિંમત જાણીને તમને તમારું બેન્ક બેલેન્સ નાનું લાગશે

0
478
views

બોલિવૂડના કલાકારોને ફિલ્મ કર્યા બાદ જેટલી નામના મળે છે તેનાથી ઘણા વધારે પૈસા મળે છે. એ જ કારણ છે કે આ કલાકારો પોતાની લક્ઝરી અને આલીશાન લાઇફ સ્ટાઇલ માટે જાણીતા છે. મોટાભાગના બોલીવુડ એક્ટર્સ પોતાના આઉટફીટ અને લૂક પર વધારે ધ્યાન આપે છે. તેમની કોશિશ હોય છે કે તેઓ પબ્લિકમાં બેસ્ટ દેખાય. તેના માટે ડ્રેસ અને એસેસરીઝની પસંદગી ખાસ હોય છે.

આ કલાકારો પૈસાદાર હોવાને કારણે મોંઘી બ્રાન્ડની ચીજો પહેરતા હોય છે. તેમના ડ્રેસ, શુઝ, ઘડિયાળ વગેરે ની કિંમત આપણે વિચારીએ તેના કરતાં ઘણી વધારે હોય છે. તેવામાં આજે અમે તમને સારા અલી ખાનની સ્ટાઇલિશ અને મોંઘી ઘડિયાળ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

સારા અને બોલિવૂડમાં આવ્યા અને હજુ વધુ સમય થયો નથી. તેમણે કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેમની “સિંબા” ફિલ્મ આવી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડથી વધારેનો બિઝનેસ કર્યો. સારા ખૂબ જ ઓછા સમયમાં પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ. સોશિયલ મીડિયા પર તેને ચાહનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. સારા તેની સુંદરતા સિવાય પોતાની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. સારા નો લુક ભલે સિમ્પલ અને સાદગી ભરેલુ હોય પરંતુ તેની ડ્રેસ અને અન્ય એક્સેસરીઝ ની કિંમતો હજારથી લઈને લાખોમાં હોય છે.

હાલના દિવસોમાં સારા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીની “લવ આજકલ-૨” ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સારાએ ફિલ્મના પ્રમોશન અને એક સુંદર તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં સારાએ બ્લૂ રંગનું સ્કર્ટ પહેરેલી છે જેમાં પણ તે ખૂબ જ ગ્લેમર લાગી રહી છે. ઈલ્યુશન નેકલાઇન વાળી ડ્રેસની કિંમત ૪૫ હજાર રૂપિયા છે. જો તમને આ કિંમત વધારે લાગી રહી છે તો હવે સારા ના હાથમાં દેખાય રહેલ ઘડિયાળ તો તેનાથી અનેક ગણી વધારે મોંઘી છે.

તસવીરમાં જે તમને શાળાની સ્ટાયલીશ બ્રેસલેટ વોચ દેખાઈ રહી છે તે Serpenti Tubogas નામની મશહૂર બ્રાન્ડની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સારાની સિલ્વર વોચની કિંમત ૧૩૦૦૦ યુરો એટલે કે લગભગ ૧૦ લાખ રૂપિયા છે. સારાની આ ઘડિયાળ એ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જેમણે પણ તેમની આ તસવીર જોઈ છે તેઓ આ ઘડિયાળ વિશે જરૂરથી વાત કરી રહ્યા છે. વળી આપણે જાણીએ છીએ કે સામાન્ય માણસો માટે ૧૦ લાખ રૂપિયાની કિંમત વધારે મહત્વ રાખે છે. પરંતુ આ બોલિવૂડના કલાકારો માટે એક સામાન્ય બાબત છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો સારા ની “લવ આજકલ-૨” આ વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં સારા ની સાથે કાર્તિક આર્યન પણ જોવા મળશે. તે સિવાય સારા વરુણ ધવન ની સાથે “કુલી નંબર-૧” ના સિક્વલમાં પણ નજર આવશે. આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યા છે. લવ આજકલ સારાની બોલિવૂડમાં ત્રીજી ફિલ્મ હશે. સારા ની પહેલી ફિલ્મ કેદારનાથ ઠીક ઠાક ચાલી હતી જ્યારે બીજી ફિલ્મ સિમ્બા હિટ થઈ હતી. હવે તેવામાં જોવાનું છે કે દર્શકોને સારા અને ત્રીજી ફિલ્મ લવ આજકલ કેટલી પસંદ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here