સલમાન, શાહરુખ અને આમિર ખાન સહિત આ ૧૦ એક્ટર એક ફિલ્મની લે છે આટલી ફી

0
625
views

સૌથી પહેલા બોલિવુડના દબંગ સલમાન ખાન ની વાત કરીએ તો તેઓ ફિલ્મની કમાણીમાં ભાગ લે છે. તે સિવાય જો તેમની ફી ની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન 60 કરોડ રૂપિયા સુધી અથવા તો તેનાથી પણ વધારે એક ફિલ્મની ફી લે છે.

ફીના મામલામાં આમિર ખાન પણ લગભગ સલમાનખાન જેટલી જ ફી વસૂલ કરે છે. રિપોર્ટનું માનવામાં આવે તો તેઓ 50થી 60 કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ લે છે.

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર ફી વસૂલવાના મામલામાં કોઈ થી ઓછા નથી. મીડિયા રિપોર્ટ નો માનવામાં આવે તો તેઓ એક ફિલ્મો માટે 40થી 50 કરોડ રૂપિયા ફી લે છે.

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ મા ઉતાર-ચડાવ આવતો રહે છે. હાલમાં તેમની એવરેજ ફી નો ચાર્જ 40 થી 45 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે.

ઋત્વિક રોશન ની ડિમાન્ડ પણ બોલિવૂડમાં ખૂબ જ વધારે છે. એટલા માટે તેમની ફી પણ તે હિસાબે જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો ઋત્વિક રોશન એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રૂપિયા ફી લે છે.

અજય દેવગનની ફિલ્મ પણ ખૂબ જ ઊંચી છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેઓ ૩૦ થી ૪૦ કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મના લે છે.

ફિલ્મ સંજુ પહેલા રણબીર કપૂર ની ફી ૨૦ થી ૨૫ કરોડ રૂપિયા હતી. પરંતુ હવે તેઓ 30 કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ ચાર્જ વસૂલ કરે છે.

પદ્માવત ની સફળતા બાદ રણવીર સિંહ પોતાની એક ફિલ્મ માટે ૧૫ થી ૧૮ કરોડ રૂપિયા ફી લે છે.

વરુણ ધવન શરૂઆતના સમયમાં ૫ થી ૭ કરોડ રૂપિયા ફી લેતા હતા. પરંતુ હાલના સમયમાં તેઓ ૧૫ થી ૧૮ કરોડ રૂપિયા પોતાની એક ફિલ્મ માટે ચાર્જ કરે છે.

હકીકતમાં રોલ ની લંબાઈ ને જોઈને અમિતાભ બચ્ચનની નિર્ધારીત કરવામાં આવે છે. વળી એક ફિલ્મ માટે તેઓની ફી ૧૨ થી ૧૫ કરોડ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here