સડક પર ડાન્સ કરીને લોકોને ટ્રાફિક નિયમો સમજાવી રહી છે આ યુવતી, જુઓ વિડિયો

0
238
views

સોશિયલ મીડિયામાં ઈન્દોર ટ્રાફિક પોલીસનો એક વિડિયો ખુબઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક યુવતી અનોખી રીતે લોકોમાં ટ્રાફિકની જાગૃતતા લાવી રહેલી નજર આવી રહેલ છે. ટ્રાફિક પોલિસની મદદ કરતી આ યુવતીનું નામ શુભી જૈન છે જે પુણેના સિમ્બાયોસીસ કોલેજની છાત્રા છે. વિડિયોમાં શુભી જૈન ફક્ત વાહનોને જ નથી સંભાળી રહી પરંતુ તે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતતા પણ લાવતી જોવામાં આવી રહી છે.

વોલંટિયર્સ ધગશથી આદર્શ માર્ગ પર જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહેલ છે. તેની સાથો સાથે ઇન્દોરને એક નવી દિશા અને સારા બદલાવ તરફ લઈ જઈ રહ્યા છે. આ બાબત પર ઈન્દોરના ટ્રાફિક પોલિસ કમિશ્નરનું કહેવું છે કે, અમને આશા છે કે અમારા બધાના પ્રયાસોથી જલ્દી અમે ઈન્દોરને ટ્રાફિકમાં આદર્શ શહેર બનાવીશું.

ઈન્દોરની સડકો પર શુભી જૈન લોકોને હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ લગાવવા માટે આગ્રહ કરે છે. આ દિલચસ્પ વિડિયોમાં શુભી જૈન એ લોકોને થેન્ક યુ પણ કહેતી નજરે આવે છે જેમણે હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરી રાખ્યા છે. શુભી એવું પણ જણાવી રહી છે કે એક બાઇકમાં ત્રણ લોકો સવારી ના કરો. આ વિડિયોને રજૂ કરતાં ઈન્દોર ટ્રાફિક પોલીસે ટ્વિટ કર્યું છે જેમાં લખેલું છે કે, “વોલીયંટર્સ ધગશની સાથે આદર્શ માર્ગ પર જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, તેની સાથો સાથ ઈન્દોરને એક નવા અને સારા બદલાવ તરફ લઈ જઈ રહ્યા છે. આશા છે કે આપણે બધા પોતાના પ્રયાસોથી ઈન્દોરને ટ્રાફિક માં એક આદર્શ શહેર બનાવીશું.”

ઈન્દોર પોલીસની આ કોઈ પહેલી તરકીબ નથી. ૫ નવેમ્બરના રજૂ કરવામાં આવેલ ટ્વિટ માં ઈન્દોર પોલીસે જણાવ્યુ હતું કે દેશના અલગ અલગ કોલેજના અંદાજે ૮૭ યુવકો સડકો પર લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. આ યુવકો લોકોને જણાવી રહ્યા છે કે, હેલ્મેટ પહેરવાના અને સીટ બેલ્ટ પહેરવાના શું-શું ફાયદાઓ છે. ઈન્દોર ટ્રાફિક પોલિસના આ પગલાની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી થઈ રહી છે.

શુભી પહેલા ઈન્દોર ટ્રાફિક પોલીસ રણજીત સિંહ પણ પોતાના અનોખા અંદાજથી લોકોની વાહવાહી મેળવી ચૂક્યા છે. રણજીત સિંહ ટ્રાફિક પોલિસ એવા જવાન છે જે પોતાના ડાંસ સ્ટેપ્સ થી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પ્રખ્યાત છે. તેઓ વાત-વાતમાં સડકો પર લોકોને મોટા-મોટા સંદેશાઓ આપી જાય છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા પ્રસંશકો છે જેઓ તેમના આ કામ બદલ તેને શાબાશી આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here