Reliance Industries AGM 2019 મા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મોટી ઘોષણા કરી હતી. મુકેશ અંબાણીએ ૫ સપ્ટેંબરથી જીઓ ગીગા ફાઈબર ના કોમર્શિયલ લોન્ચ ની ઘોષણા કરી હતી. જીઓ ગીગા ફાઇબર ના પ્લાન ની શરૂઆત 700 રૂપિયા થી હશે અને તેની રેન્જ ૧૦,૦૦૦ રૂપિયા સુધીની રહેશે.
Jio ના ફાઇબર એન્યુઅલ વેલકમ ઓફર સાથે 4D/4K ટેલિવિઝન સેટ અને 4K સેટપ બોક્સ ફ્રી મળશે. આ સિવાય જીયો નું મિક્સ રિયાલિટી (MR) પણ રજુ કરવામાં આવેલ છે, જેનું નામ જીઓ હોલોબોર્ડ હશે. ખૂબ જ જલ્દી માર્કેટમાં તેનું વેચાણ શરુ થશે. કંપનીએ એવી ઘણી ઘોષણાઓ કરી હતી જેના લીધે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી બદલી જશે.
મુકેશ અંબાણીના મોટા એલાન
- મુકેશ અંબાણીએ Reliance Industries AGM 2019 મા કહ્યું હતું કે તેમની કંપની ૫ સપ્ટેંબરથી જીઓ ગીગા ફાઈબર શરૂ કરશે.
- કંપની શરૂઆતમાં દેશના ૧૬૦૦ શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.
- ગીગા ફાઇબર કનેક્શન લેનાર સબ્સ્ક્રાઇબર્સને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સિવાય લેન્ડલાઈન કોલિંગ, જીઓ iptv ની સાથે સ્માર્ટ હોમ સોલ્યુશન મળશે.
- જીઓ ગીગા ફાઇબર ના પ્લાન ની કિંમત ૭૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયા ની વચ્ચે રહેશે.
- જિયો ગિગા ફાઇબરના સૌથી ઓછી કિંમતના પ્લાનમાં યુઝરને 100 Mbps સ્પીડ મળશે. વળી તેના પ્રીમિયમ પેકમાં આ સ્પીડ 1 Gbps સુધી રહેશે.
- અંબાણીએ કહ્યું હતું કે જીઓ ગીગા ફાઈબર એક વર્ષમાં સમગ્ર દેશમાં પહોંચી જશે.
- તેઓએ કહ્યું હતું કે જીઓ ગીગા ફાઈબર ૫૦ લાખ ઘરોમાં પહોંચી ચૂક્યું છે.
- અંબાણીએ કહ્યું હતું કે એક અજબ ઘરોને જીઓ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ થી કનેક્ટ કરવાનું લક્ષ્ય છે.
- રીલાયન્સ જીયોનું સેટટોપ બોક્સ પણ રજૂ કરવામાં આવ્યું.
જીયો નું શાનદાર પર્ફોર્મન્સ
રિલાયન્સ ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જીઓ એ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિલાયન્સ જીઓ એ ૩૪ કરોડ યુઝરનુ સ્તર પાર કરી લીધેલ છે. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે જીઓ દેશનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક બની ચૂક્યું છે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ગીગા ફાઇબર નવી ફિલ્મો રિલીઝ થશે. મતલબ કે યુઝર્સ હવે ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો ઘરે બેઠા જોઈ શકશે. જીયો ફાઇબર ના એન્યુઅલ વેલકમ ઓફર અનુસાર 4D/4K ટેલિવિઝન સેટ અને 4K સેટપ બોક્સ ફ્રી મળશે. જીયો અને માઈક્રોસોફ્ટ પાર્ટનરશિપ કરશે. વિદેશમાં કોલ કરવા વાળા લોકો માટે ભેટ આપતા તેઓએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ અનલિમિટેડ કોલિંગ ૫૦૦ રૂપિયા પ્રતિ મહિના આપવાની જાહેરાત કરી હતી.
કેવી રીતે કરવું જીવો ગીગા ફાઇબર નું રજીસ્ટ્રેશન
જો તમે ગીગાફાઈબર ની સર્વિસ લેવા માગો છો તો સૌથી પહેલાં તમારે કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને રજીસ્ટર કરવાનું રહેશે. તમારે પોતાના ઘર અથવા ઓફિસ નું એડ્રેસ, ઇ-મેલ આઇડી અને ફોન નંબર આપવાનો રહેશે. તમારા ફોન નંબર પર એક OTP આવશે. તેના દ્વારા રજિસ્ટ્રેશન વેરિફિકેશન થયા બાદ તમે તેની સર્વિસ લઇ શકશો. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ૫ સપ્ટેમ્બર ના રોજ બધા જ ટેરીફ પ્લાન ની જાણકારી જીયો એપ અને જીયો ની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
Thank Haji pan Adsense approval Nathi malu ????
AdSense Approval Karavu Voy Fastly contact me 9898657163 WhatsApp.