World Cup 2019 : રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે ધોનીને સેમી ફાઇનલમાં નીચે બેટિંગ માટે મોકલવાનો નિર્ણય કોનો હતો

0
486
views

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારી ને ભારતીય ટીમનું વિશ્વ વિજય થવાનું સપનું તૂટી ગયું છે. ટીમ ઇન્ડિયાની આહાર પછી ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને જાણકારોએ તે વાત પર સવાલ ઉઠાવ્યા હતા કે આખરે શા માટે આવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ ધોનીને નંબર ૭ પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિશ્વકપ વિદાય લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ધોનીને નીચે બેટિંગ કરવા માટે મોકલવાનો નિર્ણય ટીમનો હતો.

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “આ નિર્ણય ટીમનો હતો. બધા આ નિર્ણયની સાથે હતા અને આ એક સાધારણ નિર્ણય હતો. તમે લોકો એવું ઇચ્છતા હતા કે ધોની જલ્દી બેટિંગ કરવા માટે આવે અને કદાચ એ જલદી આઉટ થઈ જાય તો પછી લક્ષ્યને મેળવવાની આશા ખતમ થઈ જાય. અમારે આખરે તેમના અનુભવ ની જરૂર હતી. તેઓ ટીમના સર્વશ્રેષ્ઠ ફીનીશર છે. સમગ્ર ટીમ આ બાબતથી સ્પષ્ટ હતી.

ફક્ત એટલું જ નહીં પરંતુ આ સિવાય તેઓએ રિષભ પંત ને ઉપર બેટિંગ કરવા માટે નો પણ બચાવ કર્યો. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “બંધ જ્યારે બેટિંગ માટે ગયો હતો ત્યારે સારી રીતે રમી રહ્યો હતો. ખાસ કરીને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ની વિરુદ્ધ પણ. પરંતુ જો તે નોટ-આઉટ પરત ફર્યો હોત તો તમે લોકો આવું ના કહી રહ્યા હોત. છતાં પણ ટીમ દ્વારા જે રીતે વિકેટો પડી ગયા બાદ પણ ફાઇટ કરી તેનાથી હું ખુશ છું.”

આ સિવાય રવી શાસ્ત્રીએ તેમના દરેક ખેલાડીઓને હાર બાદ કહ્યું હતું કે, “પોતાના પર ગર્વ કરો અને બહાર માથું ઊંચું કરીને જાઓ. તે ખરાબ 30 મિનિટ તમારાથી એ સત્ય નહી છીનવી શકે કે પાછળના અમુક વર્ષોથી તમે એક સર્વશ્રેષ્ઠ ટીમ છો. એ વાત તમે બધા જ જાણો છો કે કોઈ એક ટુર્નામેન્ટ, એક સિરીઝ અથવા 30 મિનિટ ની રમત એ નક્કી નથી કરી શકતી કે તમે લોકોએ કેટલી ઈજ્જત કમાયેલી છે. બિલકુલ આપણે બધા જ આ વાતથી દુઃખી અને નિરાશ છીએ. પરંતુ આખરે તમારે એ વાત પર ગર્વ કરવો જોઇએ જે આપણે પાછલા બે વર્ષોમાં કમાયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here