રાતનાં નખ કાપવાની શા માટે મનાઈ છે, કેવી રીતે શરૂ થયો આ નિયમ, હકીકત જાણીને હેરાન થઈ જશો

0
397
views

ભારત એક એવો દેશ છે જે તેની સંસ્કૃતિ, પરંપરા અને રિવાજો માટે જાણીતો છે.  આપણે આજે પણ ઘણા રિવાજો અને નિયમોનું પાલન કરીએ છીએ. આ નિયમોને આપણે આપણા વડીલો પાસેથી સાંભળવા મળે છે અને તેને આ બધી વાતો તેના પૂર્વજો પાસેથી જાણવા મળી. જો કે ઘણી વાર આપણે તે નિયમની ઊંડાઈ અથવા વાસ્તવિકતાને જાણ્યા વિના, તેમનું પાલન કરીએ છીએ.

તમારે સમજવું પડશે કે જૂના સમયમાં અને આજના સમયમાં જમીન અને આકાશનો તફાવત છે. જૂના સમયમાં લોકો સંજોગો પ્રમાણે નિયમો બનાવતા હતા. જો કે આજના સંજોગો બદલાયા પછી તે નિયમો વર્તમાનમાં પણ લાગુ થાય તેવું જરૂરી નથી.

આપણે તેને ખૂબ સારા ઉદાહરણ દ્વારા સમજીએ. તમે બધાએ તમારા હાથ અને પગના નખને જરૂર કાપ્યા હશે. જ્યારે નખ મોટા થાય છે, ત્યારે તેમાં ગંદકી ભેગી થવાનું શરૂ થાય છે, જે ભોજન દરમિયાન આપણા પેટમાં જાય છે અને ઘણા રોગો તેના દ્વારા થાય છે. તેથી નિયમિતપણે નખ કાપવા જોઈએ. જો કે તમારામાંથી ઘણા રાત્રે નખ નથી કાપતા. આનું એક કારણ એ છે કે તમે ઘણા લોકોના મોંઢે સાંભળ્યુ હશે કે રાત્રે નખ કાપવા જોઈએ નહીં.

પરંતુ જ્યારે આ કરવા પાછળનું વાસ્તવિક કારણ પૂછવામાં આવે છે, ત્યારે ઘણા લોકોને તેનું કારણ ખબર હોતી નથી. પરંતુ ઘણા એમ કહે છે કે રાત્રે નખ કાપવા એ અશુભ મનાય છે. પરંતુ આજે અમે તમને આ નિયમ બનાવવાનું વાસ્તવિક કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

આ રીતે બન્યો રાત્રે નખ ન કાપવાનો નિયમ

અમે તમને પહેલા કહ્યું તેમ દરેક નિયમ અથવા પરંપરા શરૂ કરવા પાછળ એક કારણ અથવા તર્ક હોય છે. પહેલાના સમયમાં વીજળી નહોતી. આવી સ્થિતિમાં લોકોએ દિવસના અજવાળાનો આધાર રાખ્યો હતો. આ જ કારણ હતું કે તે દરેકને રાત્રે નખ ન કાપવાની સલાહ આપતા હતા.

બીજું કારણ એ છે કે તે દિવસોમાં નેઇલ કટર પણ નહોતા. આવા સમયે તેઓ બ્લેડ અથવા કાતરથી નખ કાપતા હતા. તેનાથી આંગળીઓને કપાવાનું જોખમ પણ ખુબજ વધી જતું હતું. તેથી દિવસની પ્રકાશમાં નખ કાપવું વધુ સલામત હતું. રાત્રે નખ કાપવાથી ઇજા થવાનું જોખમ પણ વધી જતું હતું. આ એકમાત્ર કારણ હતું કે વૃદ્ધ લોકોએ રાત્રે નખ ન કાપવાનો નિયમ બનાવ્યો હતો.

હવે સમય જતા આ નિયમો એક પેઢીથી બીજી પેઢી સુધી ગયા. પછી પાછળથી વીજળી આવી, નેઇલ કટર પણ આવ્યું, પરંતુ આ નિયમ લોકોની પોતાની જીભ પર હજુ પણ ચાલ્યો આવે છે. તેથી હજી પણ ઘણા લોકો આ નિયમનું પાલન કરે છે પરંતુ તેઓ તેની પાછળની વાસ્તવિકતાને જાણતા નથી. જો તમને આ માહિતી ગમતી હોય તો તે બીજા અન્ય લોકોને પણ શેર કરો જેથી તેઓ પણ આ સત્યના સંપર્કમાં આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here