રસ્તા પર ઘાયલ અવસ્થામાં તડપતી યુવતીને ડ્રાઇવરે ટેક્સી વેંચીને કરાવ્યો ઈલાજ, યુવતીએ આ રીતે ચૂકવ્યું ઋણ

0
1258
views

રસ્તા પર ચાલવા વાળા અને ગાડી લઈને જતા દરેક માટે નિયમ બનાવ્યા છે. ત્યારબાદ પણ ખૂબ જ સંખ્યામાં એક્સિડન્ટ થાય છે અને અનેક દુર્ઘટના તો એવી પણ હોય છે કે તેમાં મૃત્યુ થઈ જાય છે. માત્ર એટલા માટે અમુક લોકો તો મરી જાય છે કે તેની મદદ માટે કોઈ નથી આવતું. આવા સમાચાર તમે ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યા હશે અને ટીવીમાં પણ જોયા હશે. આજના સમયમાં ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે દરેકના દિલના નાના થઈ ગયા છે અને કોઈ કોઈની મદદ નથી કરતું. પરંતુ અમુક લોકો એટલા દયાળુ પણ હોય છે કે જેમના લીધે આ દુનિયા ચાલી રહી છે. સડક દુર્ઘટના ને લઈને એવી ખબર સામે આવી છે કે જેને જાણીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે.

રસ્તા ઉપર તડપતી રહી છોકરી

દરરોજની જેમ એક છોકરી રસ્તો ક્રોસ કરતી હતી અને તે સમયે તેનો એક્સિડન્ટ થઇ ગયો.  તે રસ્તા ઉપર પડી હતી, કેટલા લોકો તેની આજુબાજુ થી નીકળ્યા પરંતુ કોઈએ તેની મદદ ના કરી. ત્યાં જ એક ટેક્સી વાળાની નજર તેની ઉપર પડી અને તેને નજર અંદાજ ન કરી શક્યો. ટેક્સીવાળાએ તરત જ તે છોકરીને ઉપાડીને તેની ટેક્સી માં નાખી અને તેને હોસ્પિટલ લઈ ગયો. આ ઘટના યુપીના સહારનપુર ની છે. જ્યાં એક ટેક્સી ડ્રાઈવરે એક છોકરીનો જીવ બચાવ્યો ટેક્સી ડ્રાઇવરનું નામ છે રાજવીર.

રાજવીર જ્યારે છોકરીને હોસ્પિટલ લઈ ગયો ત્યારે ડોક્ટરે કહ્યું કે છોકરી નું ઓપરેશન કરવું પડશે અને તેમાં બે લાખનો ખર્ચો આવશે. રાજવીરની પાસે વિચારવા માટે સમય ન હતો અને તેણે ત્યાં જ પોતાની ટેક્સી વેચી નાખી અને અઢી લાખ રૂપિયા લઈને આવ્યો. જણાવી દઈએ તો રાજવીરની ટેક્સી તેની રોજગાર હતી. ટેક્સી ચલાવીને તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો અને હમણાં તેને પોતાના માટે એક નવી ટેક્સી ખરીદી હતી. આ ટેક્સી વેચીને તેને છોકરીનો જીવ બચાવ્યો અને ત્યાર પછી ઠીક થઈ ગયા પછી છોકરી પોતાના ઘરે ચાલી ગઈ.

ડ્રાઇવર ભાઈને આપ્યું સન્માન

છોકરી જ્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેણે રાજવીરના ઘરે જવા માટે ઇચ્છા વ્યક્ત કરી અને તે તેનું સરનામું લઈને તેના ઘરે ગઈ. છોકરીએ તેને જણાવ્યું કે તેનો અભ્યાસ પૂર્ણ થવાનો છે અને તેનો કોન્વોકેશન છે. છોકરીનું નામ શું હતું આસીમા. આસીમા એ કહ્યું કે રાજવીરે તેના આ સારા અવસર પર આવવાનું રહેશે. રાજવીરના ઘરની હાલત સારી ન હતી તેને ટેક્સી વેચી નાખી હતી. તો પણ તે આસીમાને ના કહી શક્યો નહીં.

રાજવી પોતાની ઉંમરલાયક માને લઈને યુનિવર્સિટી ગયો અને બધા થી પાછળ જઈને બેસી ગયો. કાર્યક્રમ ચાલુ થયો અને રાષ્ટ્રપતિએ સૌથી પહેલા આસીમા ને બોલાવી. આસીમા ને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી. આસીમા ગોલ્ડ મેડલ લેવાના બદલે પોતાના ધર્મના ભાઈ રાજવીર પાસે ગઈ અને કહ્યું કે તેના આ ગોલ્ડમેડલનો સાચો હકદાર મારો ભાઈ છે અને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના જણાવી. લોકોને જ્યારે આ વાતની જાણ થઈ તો બધા ભાવુક થઈ ગયા. ત્યારબાદ આસીમાએ તેના ભાઈને ટેક્સી લઈ આપી અને તેની સાથે રહેવા પણ લાગી. આવી રીતે આપણે પણ એક સારા નાગરિક અને સારા વ્યક્તિની જેમ જરૂરિયાત પડવાના સમયે કોઈની મદદ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here