બહાદુરી એવી વસ્તુ છે કે જો યોગ્ય સમયે બતાવવામાં આવે તો ઘણા લોકોને લાભ થાય છે. પરંતુ દરેક બહાદુર નથી. તેમની બહાદુરીનું સ્તર બદલાય છે. તેઓ પરિસ્થિતિ અનુસાર તેમની કાયરતા અથવા બહાદુરી દર્શાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને રાશિ પ્રમાણે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કોણ કેટલુ બહાદુર છે.
મેષ : આ રાશિના લોકો બહાદુરી બતાવવાનું પસંદ કરે છે જ્યાં તેમના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. જ્યારે કોઈ તેમની સાથે કંઈક ખરાબ કરવાનું અથવા ખોટું કામ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમની બહાદુરી જોઇ શકાય છે. જો કે અન્ય કિસ્સાઓમાં તેઓ પાછળ રહેવાનું પસંદ કરે છે.
વૃષભ : આ રાશિનો જાતક કોઈ પણ હદ સુધી સત્યને સમર્થન આપી શકે છે. તમને તેમની બહાદુરીનો પુરાવો અહીં મળશે. જો કોઈ જોખમી કાર્ય મોજ મસ્તી માટે કરવું હોય તો તે પાછળ હટી જાય છે. જેમ કે કોઈ ખતરનાક સ્પોર્ટ્સ અથવા એડવેન્ચર.
મિથુન : તેમની બહાદુરી દર થોડા દિવસોમાં દરિયાના મોજાની જેમ ઉફાન પર આવે છે. તેઓ નિર્ભય લોકો છે. કોઈથી ડરતા નથી જો તે કોઈની સાથે ઝઘડો કરવા માંગે અથવા કોઈ ખતરનાક કાર્ય કરવા માંગે તો તે બધા તે નિર્ભયતાથી કરે છે.
કર્ક : આ લોકો સીધા સાદા માણસ હોય છે. તેઓ કોઈની સામે લડવું કે જગડો કરવાનું પસંદ નથી કરતા. તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ કાળજી લે છે. આને કારણે તેઓ ખૂબ ઓછી બહાદુરી બતાવે છે.
સિંહ : તેઓ સિંહોની જેમ બહાદુર હોય છે. તેમને કોઈનો ડર નથી હોતો. તેમની ખાસ વાત એ છે કે તે લોકો ફક્ત પોતાના માટે જ નહીં, પણ બીજા માટે પણ લડી શકે છે. તેઓ તેમની વાત સામે વાળા પર બેબાકી સાથે મુકે છે.
કન્યા : આ અહિંસક પ્રિય છે. તેઓ કોઈને દુ:ખ પહોંચાડવાનું પસંદ નથી કરતા. તો કોઈએ આ બહાદુરી બતાવી કોઈ ને સમજવા કરતા પ્રેમથી સમજવા માં માને છે.
મકર : આમની બહાદુરી સમયાનુસાર હોય છે મતલબ પેલા ઘટના શુ બની છે તે જાણે છે પછી બહાદુરી બતાવામાં તેમને કોઈ નુકસાન નથી તો તે પોતાની બહાદુરી વધારીને બતાવે છે. પણ જો કોઈ નુકસાન થાય એમ છે તો ચુપચાપ રહેવાનું પસંદ કરે છે.
ધનુ : જ્યારે પાણી માથા ઉપર થી જતું રહે ત્યારે તેઓ પોતાની બહાદુરી બતાવે છે. નહીં તો ઘણું સહન કરવાની આદત હોય છે. તેમનું મન શાંત હોય છે.
વૃશ્ચિક : આમના બે રૂપ હોય છે. પહેલો બહુત સ્વીટ અને વિનમ્ર અને બીજો એકદમ રુડ અને ખૂંખાર. આમનું કયું રૂપ તમારી સામે આવે એ તેમને જ ખબર હોય છે.
તુલા : આ જાતક તેમની બહાદુરી માટે પ્રખ્યાત હોય છે, તેમની બહાદુરી ના કિસ્સાઓ ઘણે દૂર સુધી ફેલાયેલા હોય છે.
કુંભ : તેઓ ક્યારેક સૉફ્ટ હોય છે તો ક્યારેક એક દમ બહાદુરી દેખાડે છે. સિટીએશન મુજબ તમે તેમનું રૂપ જોય શકો છો.
મીન : તેઓ ચાલક હોય છે. સહી સમય આવે ત્યારેજ તે બહાદુરી દેખાડે છે.મતલબ તેમની જીતવાના ચાન્સ વધારે હોય.