ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કેમકે તે મનુષ્યના દરેક વિઘ્નોને દૂર કરે છે અને દુઃખોનો નાશ કરે છે. આ ગણેશોત્સવમાં શ્રી ગણેશજી ને પોતાની રાશિ અનુસાર પૂજા કરવી અને તેમના પ્રિય ભોગ ચઢાવવા ગણપતિજી આગળ ઉત્સવમાં તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. આ દિવસોમાં ગણેશજીની પૂજા-અર્ચના સંપૂર્ણ ભક્તિભાવની સાથે કરવાથી ગણપતિની કૃપા પ્રાપ્ત થશે. આજે તમને જણાવીશું ગણેશજીને કેવી રીતે પ્રસન્ન કરવા.
- મેષ રાશિ – ગણેશ સ્વરૂપ વક્રતુંડ ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ वक्रतुण्डाय हुं।
ભોગ ચુરા અને ગોળના લાડુ.
- વૃષભ રાશી – ગણેશ સ્વરૂપ વિનાયક ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ ह्रीं ग्रीं ह्रीं।
ભોગ મિસરી સાકર અને નારિયેલ થી બનેલા લાડુ.
- મિથુન રાશિ – ગણેશ સ્વરૂપ લક્ષ્મી ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ श्रीं गं लक्ष्मी गणपतेय वरवरदं सर्वजनं में वशमानयं स्वाहा
ભોગ મગના લાડુ અને લીલા ફળ.
- કર્ક રાશિ – ગણેશ સ્વરૂપ એકદંત ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ एकदंताय हुं।
ભોગ મોદક ના લાડુ, માખણ, ખીર.
- સિંહ રાશી – ગણેશ સ્વરૂપ સૌભાગ્ય ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ श्रीं गं सौभाग्य गणपतेय वरवरदं सर्वजनं में वशमानाय स्वाहा॥
ભોગ ગોળથી બનેલા મોદક ના લાડુ, લાલ ફળ
- કન્યા રાશિ – ગણેશ સ્વરૂપ વિઘ્નવિનાશક ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ गं गणपतयै नमः॥ ॐ श्रीं श्रियैः नमः॥
ભોગ લીલાં ફળ મગની દાળના લાડુ અને કિસમિસ.
- તુલા રાશિ – ગણેશ સ્વરૂપ શક્તિ વિનાયક ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ ह्रीं, ग्रीं, ह्रीं॥
ભોગ સાકર લડ્ડુ અને કેડા.
- વૃષીક રાશિ – ગણેશ સ્વરૂપ ઉમા પુત્ર ગણેશનું પૂજન કરવું.
મંત્ર ॐ ह्रीं उमापुत्राय नम:
ભોગ ચુરા અને ગોળના લાડુ.
- ધનરાશિ – ગણેશ સ્વરૂપ હરિદ્રા રૂપ ગણેશની આરાધના કરવી.
મંત્ર हरिद्रारूप हुं गं ग्लौं हरिद्रागणपतयै वरवरद दुष्ट जनहृदयं स्तम्भय स्तम्भय स्वाहा॥
ભોગ મોદક અને કેડા.
- મકર રાશિ – ગણેશ સ્વરૂપ લંબોદર રૂપની આરાધના કરવી.
મંત્ર ॐ लम्बोदराय नमः।
ભોગ મોદક ના લાડુ, કિસમિસ અને તલના લાડુ.
- કુંભ રાશિ – ગણેશ સ્વરૂપ સર્વેશ્વરાય રૂપ નું પૂજન કરવું.
મંત્ર ॐ सर्वेश्वराय नमः।
ભોગ ગોળના લાડુ અને લીલાં ફળ.
- મીન રાશિ – ગણેશ સ્વરૂપ સિદ્ધિવિનાયક ગણેશજીની ઉપાસના કરવી.
મંત્ર ॐ सिद्धि विनायकाय नमः।
ભોગ બેસન ના લડ્ડુ, કેડા બદામ.