રામાયણમાં સીતાની ભુમિકા ભજવનાર દિપીકા ચિખલિયાની હાલની સુંદર તસ્વીરો જુઓ

0
2292
views

૮૦ ના દાયકામાં દૂરદર્શન પર “રામાયણ” બતાવવામાં આવી હતી તો તે સમયે તેમાં અભિનય કરતાં રામ અને સીતાનાં પાત્રો દૈવીય જ સમજી લેવામાં આવેલ હતા. આ શોમાં અરૂણ ગોવિલે રામ અને દીપિકા ચિખલીયાએ સીતાની ભૂમિકા નિભાવી હતી. આ શોને વિશ્વભરમાં લગભગ ૬૫૦ મિલિયન લોકોએ જોયો હતો અને રેકોર્ડ સફળતા મળી હતી. આ શોનું નિર્માણ સુભાષ સાગર, રામાનંદ સાગર અને પ્રેમ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું.

રામાયણ પર આધારીત આ શોમાં સીતા તરીકેની દીપિકાની છબી આજે પણ યાદ છે. દીપિકાએ જે રીતે સીતાનું પાત્ર ભજવ્યું તેનો આજે પણ હજુ કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. હવે જ્યારે ફરીથી રામાયણ દૂરદર્શન પર બતાવવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રેક્ષકો ટીવી પર રામ અને સીતાનાં પાત્રોને શોખીનતાથી જોઈ રહ્યા છે અને તેમની એજ દૈવીય છબીને યાદ કરી રહ્યા છે જે તેમણે તેમના બાળપણમાં જોઇ હતી.

સીતાના કિરદારમાં મળી અપાર સફળતા

રસપ્રદ વાત એ છે કે સીતાની ભૂમિકા નિભાવી રહેલી દીપિકા ચિખલીયાએ પહેલાં અને પછી ઘણા પાત્રો ભજવ્યાં હતાં, પરંતુ આ શોમાં જે સફળતા મળી તે કોઈ અન્ય પાત્ર ભજવતા મળી ન હતી.

“સુન મેરી લૈલા” થી કર્યું ડેબ્યું

દીપિકાની પહેલી ફિલ્મ “સુન મેરી લૈલા” હતી. તેમણે આ ફિલ્મ ૧૯૮૩ માં કરી હતી અને આ ફિલ્મમાં તેની સામે રાજ કિરણ હતા, પરંતુ ૧૯૮૭ સુધી તેમને મોટી ફિલ્મો મળી નહોતી.

રાજેશ ખન્ના સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું

પોતાના સમયના સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્નાની સાથે દીપિકાની ત્રણ ફિલ્મો દસ કરોડ રૂપિયા, ઘર કા ચિરાગ અને ખુદાઈ હતી.

મલયાલમ ફિલ્મમાં કામ કર્યું

દીપિકાએ મલયાલમ ફિલ્મ ઇથાઇલ ઇનીયમ વરુમાં પણ કામ કર્યું હતું, જેમાં તે દક્ષિણના જાણીતા અભિનેતા મમ્મૂટી સાથે જોવા મળી હતી.

સનમ આપકી ખાતીરમાં આવી નજર

દીપિકાએ ૧૯૯૨ માં આવેલી ફિલ્મ “સનમ આપકી ખતીર” માં પણ કામ કર્યું હતું, પરંતુ તે બોક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી.

રાજકારણમાં પણ ભાગ લીધો હતો

સીતાની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, દીપિકાએ પણ રાજકારણમાં ભાગ લીધો અને સંસદસભ્ય બન્યા.

બરોડાથી સાંસદ ચૂંટાયા હતા

દીપિકા ચીખલીયા ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતમાં બરોડા મત વિસ્તારમાંથી ૧૯૯૧ માં લોકસભાના સભ્ય બન્યા હતા.

ટીવી સીરિયલ છુટાછેડામાં નજર આવ્યા

દિપીકા વર્ષ ૨૦૧૭ માં ટીવી સીરિયલ છુટાછેડામાં પણ જોવા મળ્યા હતા. તેમણે ગુજરાતી ફિલ્મ “નટસમ્રાટ” અને હિન્દી ફિલ્મ “ગાલિબ” માં પણ કામ કર્યું હતું.

મુંબઈની રહેવાસી છે દિપીકા

દીપિકા મુંબઇની છે. તેમનું બાળપણ મુંબઈના ખૂબ જ સમૃદ્ધ વિસ્તાર ગણાતા બાંદ્રાની પાલી હિલમાં વિતાવ્યું.

દીપિકા બે પુત્રીની માતા છે

દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે, જે “શ્રીંગર” બિંદી અને “ટિપ્સ અને ટોસ કોસ્મેટિક્સ” નાં માલિક છે. તેમને બે પુત્રી નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે. હાલમાં દીપિકા તેના પરિવાર સાથે ખુશહાલીનો સમય વિતાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here