રામાયણ બાદ હનુમાનજી ક્યાં ગયા? જાણો અત્યારે ક્યાં બિરાજમાન છે હનુમાનજી

0
550
views

પણ જ્યારે હિન્દુ વાતોમાં સૌથી શક્તિશાળી યોદ્ધાનું નામ લેવામાં આવે તો સૌથી પહેલા હનુમાનજીનું નામ લેવામાં આવે છે. તેમની અપાર શક્તિની કોઈ સીમા નથી. રામાયણમાં પણ હનુમાનજીની શક્તિ અને ભક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હનુમાન ભગવાન શિવના રુદ્રા અવતાર હતા અને રામાયણમાં પણ તેમણે પોતાની શક્તિને પોતાના ઉચ્ચતમ સ્તર સુધી પહોચાડી નહોતી નહિતર તેઓ એ પરિસ્થિતિમાં તેઓ લંકાનો વિનાશ કરી નાંખતા.

હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હતું અને તે કળિયુગના અંત સુધી આ દુનિયામાં વિરાજમાન રહેશે. પરંતુ આપણા મનમાં એક પ્રશ્ન થાય છે કે રામાયણ પછી હનુમાનજીનું શું થયું અને તે અત્યારે ક્યાં છે.

રામાયણ પછી મહાભારતમાં બે વખત હનુમાનજીના હોવાની વાત કરી છે. પહેલી વખત જ્યારે ભીમ જંગલમાં હતા ત્યારે રસ્તામાં તેમને એક વૃધ્ધ વાનર મળે છે. ભીમે તેને પોતાના રસ્તામાંથી હટી જવાનું કહ્યું. પરંતુ વાનરે કહ્યું કે તું મને રસ્તામાંથી હટાવી દે મારામાં એટલી શક્તિ નથી રહી. ત્યારે ભીમે પોતાની પૂરી શક્તિ લગાવી અને તે વાનરને હલાવી પણ ના શક્યા. ત્યારે જ ભીમ સમજી ગયા કે આ કોઈ સાધારણ વાનર નથી પછી ભીમની માંગણી પર વાનરે પોતાનું અસલી રૂપ બતાવ્યું, તે હનુમાનજી હતા. અને તે ભીમની શક્તિનું ઘમંડ તોડવા માટે આવ્યા હતા.

ત્યારબાદ હનુમાનજી અર્જુનના રથ પર તેમનું ધ્વજ બની સમગ્ર મહાભારતના યુદ્ધમાં તેમની રક્ષા કરી હતી. જ્યારે અંતમાં હનુમાનજી પોતાના અસલી રૂપમાં આવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યાર બાદ અમુક ક્ષણોમાં અર્જુનનો રથ યુદ્ધમાં રાખ બની ગયો. ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને બતાવ્યું કે તે હનુમાનજી હતા જેના લીધે રથ યુદ્ધમાં નષ્ટ ના થયું કારણ કે આટલી વિધ્વંસક અસ્ત્ર કોઈપણ ચીજને નષ્ટ કરી શકે છે.

ત્યાર પછી દુનિયામાં અનેક હિસ્સામાં હનુમાનજીની જોવામાં આવેલી વાતો તમને સાંભળવા મળી  હશે. ચીન, ઇન્ડોનેશિયા, કમ્બોડિયામાં પણ હનુમાનજીની અલગ અલગ નામથી હનુમાનજીની વાર્તા સાંભળવા મળે છે. આફ્રિકાથી લઈને અમેરિકા સુધી શક્તિશાળી વાનર હોવાની વાતો કરવામાં આવે છે. ૧૪મી સદીમાં માધવાચાર્ય એ પણ હનુમાનજીને સાક્ષાત ભેટો થવાની વાત કરી હતી. ૧૭મી સદીમાં તુલસીદાસે પણ માન્યું હતું કે હનુમાનજીએ તેમની રામાયણની હિન્દી અનુવાદ કરવા માટે કહ્યું અને ત્યાર બાદ અમુક લોકોએ પણ હનુમાનજીને જોયા અને તે હોવાનો દાવો કર્યો.

દરેકની જ કહેવું છે કે હનુમાનજી આજે પણ ત્યાં આવે છે, જ્યાં સાચા મનથી શ્રીરામનું રામ નામ લેવામાં આવે છે. શ્રીલંકામાં તેમના પગના નિશાનને આજે પણ તેમનું સ્વરૂપ માનવામાં આવે છે. હનુમાનજીએ વરદાનથી અમૃતત્વ હાંસિલ કર્યું હતું અને તેઓ કળિયુગના અંત સુધી આ દુનિયામાં બિરાજમાન રહેશે. જ્યારે ભગવાન શ્રી વિષ્ણુનો કલ્કિ અવતાર કળયુગનો અંત કરશે અને ફરીથી સત્ય પ્રારંભ થશે ત્યારે હનુમાનજી પણ મહાશક્તિમાં લીન થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here