રાખડી બાંધતા સમયે બોલો આ મંત્ર, ભાઈનાં આયુષ્યમાં થશે વધારો

0
684
views

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 15 મી ઓગસ્ટના રોજ આવી રહેલ છે. આ તહેવારને દરેક રાજ્યમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના દિવસે ફક્ત શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ. આ વખતે રાખડી બાંધવા નો શુભ સમય સવારે ૫:૪૯ થી શરૂ થઈ સાંજના ૬:૦૧ વાગ્યા સુધીનો રહેશે. વળી રાખડી કેવી રીતે બાંધવી જોઈએ અને આ દિવસે શું કરવું જોઈએ તેની જાણકારી આ પ્રમાણે છે.

આ રીતે ઉજવો રક્ષાબંધનનો તહેવાર

રક્ષાબંધન ના દિવસે તમે શુભ મુહૂર્ત દરમિયાન રાખડી ની થાળી તૈયાર કરો. રાખડી ની થાળી તૈયાર કરતા સમયે તમે થાળી પર લાલ રંગનું કપડું રાખી દો. ત્યારબાદ તે થાળીમાં ચોખા, સિંદુર, મીઠાઈ વગેરે ચીજવસ્તુ રાખી દો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે થાળીમાં રાખડી રાખતા પહેલા રાખડી ને પૂજા ઘરમાં રાખવામાં આવેલ ભગવાનને સમર્પિત કર્યા બાદ જ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધવી.

રાખડી બાંધતા સમયે આ મંત્રને જરૂર વાંચવો. આ મંત્રને વાંચવું ઉત્તમ માનવામાં આવે છે અને આ મંત્ર વાંચવાથી ભાઈના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. મંત્ર આ પ્રમાણે છે.

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वां अभिबद्धनामि रक्षे मा चल मा चल।

રાખડી બાંધતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું

  • જ્યારે તમે પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધો છો તે સમયે તમારું અને તમારા ભાઈ નું માથું કપડાથી ઢંકાયેલું હોવું જોઈએ.
  • રાખડી બાંધી લીધા બાદ વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ.
  • રાખડી બંધાવી લીધા બાદ ભાઈએ થાળીમાં શુકન જરૂરથી મૂકવું જોઈએ.
  • રક્ષા સૂત્ર એટલે કે રાખડી નો દોરો ફક્ત લાલ, પીળો અથવા સફેદ રંગનો હોવો જોઈએ.

રક્ષાબંધન સાથે જોડાયેલી કથા

રક્ષાબંધન સાથે ઘણી કથાઓ જોડાયેલી છે અને તેમની એક કથા શ્રીકૃષ્ણજી ની છે. કહેવામાં આવે છે કે એક વખત શિશુપાલ અને શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધ સમયે શ્રીકૃષ્ણની તર્જની આંગળીમાં ઘાવ થયો હતો. ઘાવ થવાને કારણે શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી વહેતું જોઈને દ્રૌપદીએ પોતાની સાડી ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધી હતી.

જેના લીધે શ્રીકૃષ્ણને આંગળીમાંથી લોહી વહેતું બંધ થયું. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયુ હતુ ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી હતી. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ના માધ્યમથી ભાઈ પોતાની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. જેવી રીતે શ્રી કૃષ્ણએ પોતાની બહેન એટલે કે દ્રૌપદીની રક્ષા કરી હતી તેવી રીતે દરેક ભાઈ પોતાની બહેનને રક્ષા કરે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના સંબંધને મજબૂત બનાવે છે. એટલા માટે તમે પણ આ તહેવારને જરૂર ઉજવો અને પોતાના ભાઈને રાખડી બાંધીને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here