પ્રેમ દુનિયાની સૌથી સુંદર લાગણી હોય છે અને તેને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર મહેસુસ જરૂર કરે છે. ફિલ્મોમાં તમે આવી લવ લાઈફ જરૂર જોઈ હશે અને સાંભળી પણ હશે પરંતુ ભારતીય ક્રિકેટર્સની પરિસ્થિતિ પણ ફિલ્મોથી ઓછી નથી. તેમના જીવનમાં પણ કોઈને કોઈ એવું વ્યક્તિ હોય છે જે તેમના જીવન માટે ખાસ હોય છે. અહીંયા અમે તમને ત્રણ ક્રિકેટર્સ વિશે બતાવીશું જેમની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. રાહુલ, પંત અને ચહલ માં કોની ગર્લફ્રેન્ડ સૌથી વધારે સુંદર છે એ તમારે નક્કી કરવાનું છે.
રાહુલ, પંત અને ચહલ માં કોની ગર્લફ્રેન્ડ સૌથી વધારે સુંદર
સેલિબ્રિટીની દુનિયા સામાન્ય લોકો કરતા ખૂબ જ અલગ હોય છે અને તેમની પાસે પૈસાની કોઇ કમી હોતી નથી એટલા માટે તેઓ પોતાના બધાં જ શોખ પૂરા કરી શકે છે. આજે અમે તમને એવા ત્રણ ક્રિકેટ વિશે બતાવીશું જેઓએ જાહેરમાં સ્વીકારેલું છે કે તેમની ગર્લફ્રેન્ડ છે અને તેઓની તસવીર જોઈને તમારે બતાવવાનું છે કે તેમાંથી સૌથી વધારે સુંદર કોણ છે.
યજુવેન્દ્ર ચહલ
૨૩ જુલાઈ, ૧૯૯૦ ના હરિયાણામાં જન્મેલી યજુવેન્દ્ર ચહલ ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ સ્પિન બોલર છે. તેમનું અંગત જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે અને તેઓએ પોતાની ગર્લફ્રેન્ડ વિશે દરેકને જણાવેલું છે. તેમની ગર્લફ્રેન્ડ નું નામ તનિષ્કા કપૂર છે. તનિષ્કાનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૯૪ ના મુંબઈમાં થયેલ છે અને યજુવેન્દ્ર ચહલ તનિષ્કા સાથે લગ્ન પણ કરવા માંગે છે.
ઋષભ પંત
૪ ઓક્ટોબર, ૧૯૯૭ નાં રુરકી માં જન્મેલા ઋષભ પંત જેટલા ડેડીકેટેડ ક્રિકેટમાં છે તેટલા જ પોતાની પર્સનલ લાઇફમાં પણ છે. ભારતીય ક્રિકેટ ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પોતાના જબરજસ્ત ફોર્મ માટે જાણીતા છે. ધોની બાદ જો કોઈ વિકેટકીપિંગ કરી રહી હોય તો તે ઋષભ પંત છે. તેઓની એક વાત હંમેશા ચર્ચામાં રહે છે કે તેમની ગર્લફ્રેન્ડ ઇશા નેગી ખૂબ જ સુંદર છે. આ બાબતમાં ઈશા બોલિવૂડની ઘણી એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
રાહુલ ચહર
૪ ઓગસ્ટ, ૧૯૯૯ ના રાજસ્થાનમાં જન્મેલા રાહુલ ચહર ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિન બોલર છે. રાહુલ હવે ૨૦ વર્ષનો થઇ ગયો છે અને ક્રિકેટ સિવાય પણ તેમની પોતાની દુનિયા છે. પર્સનલ લાઇફમાં ચહર ઈશાની નામની એક યુવતીને ખૂબ જ પ્રેમ કરે છે અને દેખાવમાં ઈશાની ખૂબ જ સ્ટાઈલિસ્ટ અને સુંદર છે.