પુરમાં ફસાયેલ બાળકીઓને બચાવવા માટે “વાસુદેવ” બન્યા ગુજરાત પોલીસનાં સબ-ઇન્સ્પેક્ટર

0
89
views

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો કહેર ચાલુ છે. અહીં વરસાદને લગતી ઘટનાઓમાં 19 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાણી ભરાવાના કારણે અનેક માર્ગ બંધ થઈ ગયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા સેના, એનડીઆરએફ અને પોલીસકર્મીઓની મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન બચાવનો એક વીડિયો સામે આવ્યો છે જેની બધે જ પ્રશંસા થઈ રહી છે.

વીડિયોમાં કોન્સ્ટેબલ રેન્કનો પોલીસ કર્મચારી પૂરમાં ફસાયેલી બે છોકરીઓને પોતાના ખભા પર બેસાડી સલામત સ્થળે લઈ જઈ રહ્યો છે. બાળકી માટે દેવદૂત બનેલા કોન્સ્ટેબલ ને જોઈને લોકોએ હનુમાજીને યાદ કર્યા, જેમણે આજ રીતે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને તેમના ખભા પર બેસાડીને સુગ્રીવને મળવા માટે રુષ્યામુક પર્વતની ટોચ પર લઈ ગયા હતા.

Related image

વીડિયો માં ચારેબાજુ નો વિસ્તાર પાણી થી ભરાઈ ગયો છે અને કમર સુધી ભરાયેલા પાણીમાં, પોલીસકર્મી છોકરીઓને 1.5 કિમી ચાલીને સલામત સ્થળે લઈ ગયો હતો. આ વીડિયો ગુજરાતના મોરબી શહેરનો છે. મોરબીના આ પોલીસ કોન્સ્ટેબલનું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા છે, જેની બચાવ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને દરેક પૃથ્વીરાજસિંહ જાડેજાની હિંમત અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.

વાસુદેવ બનેલ સબ ઇન્સ્પેક્ટરનો વીડિયો પણ થયો વાયરલ

વડોદરામાં સબ ઈન્સપેક્ટર રેન્કનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં સબ ઈન્સ્પેક્ટર જી.કે.ચાવડા એક મહિનાની બાળકીને તેની બાસ્કેટમાં મૂકી. બાસ્કેટ  પોતાના માથે મૂકી વરસાદ માં ખભા સુધી ભરેલા પાણી માં રસ્તો પાર કરી રહ્યા હતા. આ વિડિઓ જોઈને, દરેકએ જી.કે.ચાવડાને આજના યુગના વસુદેવ ગણાવ્યા, જે યમુનાના પ્રવાહ વચ્ચે નવજાત કૃષ્ણ સાથે તે જ રીતે બહાર આવ્યા. મોરબીમાં વરસાદ અને પૂરને કારણે સ્થિતિ વણસી છે. શનિવારે વરસાદને કારણે અહીં પચીસવારીયા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘાયલ થયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત

ગુજરાતમાં વરસાદને લગતા બનાવોને કારણે અત્યાર સુધી માં 19 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં શનિવાર સવાર સુધીમાં 77.80 ટકા વરસાદ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, 17 ડેમોમાંથી પાણી છોડાય રહ્યું છે. ગયા વર્ષે ચોમાસાના અંત સુધી, ડેમોમાં માત્ર 56 ટકા પાણી હતું. આ વર્ષે ડેમોમાં પહેલાથી જ 60 ટકા પાણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here