પૃથ્વી પર થઈ શકે છે “મહાપ્રલય”, જલ્દી થઈ જશે બધુ ખતમ – શોધકર્તા

0
622
views

જલદી થઈ જશે આ દુનિયાનો નાશ અને બધું જ થઈ જશે વિનાશ, ઘણીવાર આવા સમાચાર મીડિયા દ્વારા આપવામાં આવતા હોય છે. જેના અનેક ઉદાહરણો છે. પરંતુ ફરીથી આ પ્રકારના સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે. વર્ષ 1999 પછી જ્યારે વર્ષ 2000 આવવાનું હતું ત્યારે મીડિયા દ્વારા દુનિયાનો વિનાશ થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ તેઓ કંઈ જ થયું નથી અને આજે આપણે 2019 માં જીવી રહ્યા છીએ. એટલું જ નહીં વર્ષ 2012માં પણ આવી અફવાઓ ઊડી હતી ત્યારબાદ બધા ગભરાઈ ગયા હતા. પરંતુ એક વખત ફરી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જલ્દી દુનિયાનો વિનાશ થઇ જશે જેના માટે એક શોધ જારી કરવામાં આવી છે.

અમેરિકામાં યોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિશેલ રેમપીનો એ શોધ રિપોર્ટ રજુ કર્યો છે. જેમાં દાવો કર્યો છે કે જલ્દી દુનિયા સર્વનાશ થઈ જશે અને ધરતી પર જીવજંતુઓ થી વિહીન થઈ જશે. એટલું જ નહીં આ શોધમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ૨૬ કરોડ વર્ષ પહેલા પણ આવું જ કંઈક થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી છ વખત ધરતી જીવજંતુઓથી વિહીન થઈ ચૂકી છે. જેના કારણે એક વખત ફરી ધરતી પર કંઈ જ નહીં બચે જણાવી દઈએ કે શોધની આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

સાતમી વખત થઈ શકે છે મહાપ્રલય

અમેરિકાના શોધકર્તાઓનું અનુમાન છે કે જે રીતે ધરતીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે, તેનાથી તો આપણે ખૂબ જ જલદી મહાપ્રલય તરફ જઈ રહ્યા છીએ. જોકે સાતમી વખત મહાપ્રલય ક્યારે થવાની સંભાવના છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ અનુમાન આવું જ કઈક લગાવવામાં આવી રહ્યું છે. શોધકર્તાઓનું માનીએ તો જ્યારે પણ ધરતીનું તાપમાન જરૂરથી વધારે વધી જાય છે ત્યારે મહાપ્રલય આવવાની સંભાવના વધી જાય છે અને તેના કારણે આ ધરતી ઉપર કંઈ પણ નહીં બચી શકે.

છ વખત આવી ચૂક્યું છે મહાપ્રલય

શોધકર્તાઓએ પોતાની શોધમાં દાવો કર્યો છે કે આના પહેલા છ વખત મહાપ્રલય આવી ગયું છે અને ધરતી પર તે સમયે કંઈ જ બચ્યું નહોતું. શોધકર્તાઓએ દાવો કર્યો છે કે ૨૬ કરોડ વર્ષ પહેલા મહાપ્રલય આવ્યું હતું જેના લીધે ધરતી પર કોઈ પણ જીવજંતુ નહોતું રહ્યું. તેનાથી સૌથી વધુ નુકસાન સમુદ્ર અને મહાસાગરને થયું હતું. જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોનું પણ એવું જ અનુમાન છે કે અત્યાર સુધી પાંચ વખત મહાપ્રલય આવી ગયું છે અને જેમાં દરેક જીવ જંતુઓ નષ્ટ થઈ ગયા છે અને તે જ્વાળામુખી ફાટવાના લીધે થયું હતું. વૈજ્ઞાનિકોએ આ મહાપ્રલયને ઓરડોવિશીયન( 44.3 કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન (37 કરોડ વર્ષ પહેલા), પરમિયન (25.2 કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (20.1 કરોડ વર્ષ પહેલા) અને કેટ્રેશિયન (6.6 કરોડ વર્ષ પહેલા)માં ભાગ પાડ્યા છે.

26 કરોડ વર્ષ પછી આવે છે મહાપ્રલય

શોધકર્તાઓના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રત્યેક 27 કરોડ થી લઈને 26 કરોડ વર્ષ પછી મહાપ્રલય આવે છે અને જેમાં પૂરી દુનિયા નષ્ટ થઈ જાય છે. તેવામાં આ ધરતી જીવજંતુઓ વગરની થઈ જાય છે. તેવામાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે આ સમય પૂરો થઈ ગયો છે અને તેવામાં જલ્દી દુનિયા નો વિનાશ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here