રાજસ્થાનમા એક હેરાન કરી દેતો મામલો સામે આવ્યો છે. જ્યાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સવારે એક વિવાહિત અને તેના પ્રેમીએ એકબીજાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલિસને સૂચના મળતા થાણાના અધિકારી સહિત ઘણા પોલિસકર્મીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલિસ દ્વારા બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટેમ માટે મોકલી આપ્યા હતા.
કહેવામા આવે છે કે આ પ્રેમી જોડાએ એકબીજાને દેશી તમંચાથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસનું કહેવું છે કે ત્યાં એક સાથે 2 દેશી બંદૂક મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે રાકેશ ચૌધરી અને અંજુ સુથાર બંનેની ઉંમર ૨૧ વર્ષ હતી અને બંને એકબીજાના પ્રેમમાં હતા. અંજુનાં લગ્ન દોઢ મહિના પહેલા થયા હતા.
અધિકારી અજીતસિંહ રાઠોડે જણાવ્યું કે આ ઘટનાની લીલસર ગામની છે. યુવક અને યુવતીએ એકબીજાને ગોળી મારીને આત્મહત્યા કરી. તેમણે જણાવ્યું કે તેમને મૃતકના મોબાઇલમાંથી એક ઓડિયો પણ મળ્યો. જેમાં તેમણે જણાવ્યું કે પ્રેમમાં નિષ્ફળતા ના લીધે તેમની આત્મહત્યા કરી અને તે પરિવારમાં કોઈને હેરાન ના કરવાની વાત પણ કહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બાડમેર જિલ્લાનાં ચૌહટન ક્ષેત્રનાં લીલસર ગામ પાસે રહેતા શંકર અને અંજુ વચ્ચે થોડા સમયથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરંતુ બુધવારે મોદી રાતે બંને પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ ગુરુવારની સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
રાઠોડે જણાવ્યું કે આ અનુસંધાનનો વિષય છે કે મૃતક પાસે આ દેશી બંદૂક ક્યાંથી આવી? સંબંધી અને પરિવાર માંથી કોઈએ પણ આ વિશે જાણ નથી. હાલમાં તો પોલિસ એ પણ તપાસ કરી રહી છે કે આ હત્યા છે કે આત્મહત્યા? જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોની થોડી તસવીરોમાં તેઓ એકબીજા તરફ બંદૂક તાકી રહ્યા છે. સાથો સાથ તેમની પાસેથી બિયરની બૉટલ અને સીગરેટ પણ પડેલી મળી આવી હતી.