યુરોપમાં આવેલી સ્કૂલમાં પ્રાથમિક શાળાના બાળકોને કે જેવો ચાર થી આઠ વર્ષ સુધીના હતા તેઓને પૂછવામાં આવ્યું કે પ્રેમ કોને કહેવાય? બાળકોએ હવે આ સવાલ નો જવાબ આપવાનો હતો. ત્યારે સ્કૂલના નાના બાળકોના જવાબ દરેક લોકોને આશ્ચર્ય પમાડે તેવા હતા. અમુક બાળકો ના જવાબો સાંભળીને એવું લાગે કે આ નાના બાળકો માં મોટી ઉંમરના લોકો કરતાં પણ વધારે સમજણ છે. તો ચાલો આપણે પણ જોઈએ કે બાળકોએ શું જવાબ આપેલા હતા.
- જ્યારે પણ મારી દાદી ને પગમાં સાંધાનો દુખાવો હોય ત્યારે તેઓ કામ નથી કરી શકતા એટલે તેમના પગના નખ કાપવા તેમજ તેમના પગના નખ રંગવા આપવાનું કામ મારા દાદા કરી આપે છે. મારા દાદા ને પોતાના હાથ માં સાંધાનો દુખાવો છતાં પણ તેઓ દાદી માટે આ કામ કરી આપે છે, જેને પ્રેમ કહેવાય. (રીબેકા, ૮ વર્ષ)
- જ્યારે કોઈ વ્યક્તિ તમને ખૂબ જ હતું અને પ્રેમ કરતું હોય ત્યારે તે વ્યક્તિ તમારું નામ બીજા કરતાં કંઈક અલગ રીતે જ બોલે છે. તમને જે વ્યક્તિ દ્વારા બોલવામાં આવતું તમારું નામ તે વ્યક્તિના મોઢામાં ખૂબ જ સલામત લાગે છે, તે જ પ્રેમ છે. (બિલી, ૬ વર્ષ)
- તમે તમારી કોઈ પ્રિય વ્યક્તિ સાથે નાસ્તો કે જમવા માટે જાઓ અને તમારી મનપસંદ નું ભોજન જેમ કે પીઝા બધા જ તેને આપી દો અને તેના બદલામાં તેને પ્લેટમાંથી તમે કંઈ પણ ના લો તે પ્રેમ છે. (ક્રિસ્ટી, ૭ વર્ષ)
- જ્યારે તમે ખુબ જ થાકેલા હોય અને કોઈ સાથે વાત કરવાનું તમને મુડ ના હોય આવા સમયમાં તમારા ચહેરા પર જે સ્માઇલ આવી શકે, એ પ્રેમ છે. (નોએલ, ૭ વર્ષ)
- કોઈ છોકરી કોઈ છોકરા ને કહે કે મને તારું ટીશર્ટ બહુ જ ગમે છે અને તે છોકરો દરરોજ એ જ ટી-શર્ટ પહેરે તે પણ પ્રેમ જ છે. (ડેની, ૫ વર્ષ)
- તમને કોઈ વસ્તુ ખૂબ જ પસંદ હોય અને તે વસ્તુ તમને કોઈ ગિફ્ટ માં આપે અને એ ગિફ્ટ ખોલવાને બદલે તમે એ વ્યક્તિ ની વાતો સાંભળવી વધારે પસંદ આવે તે પણ પ્રેમ જ છે. (બોબી, ૫ વર્ષ)
- જ્યારે મારા મમ્મી મને રાત્રે સુવડાવી દીધા પછી મારી બંધ થયેલી આંખો જુએ અને મારા ગાલ પર વ્હાલથી પપ્પી કરે એજ તો પ્રેમ છે. (ક્લેર, ૪ વર્ષ)
- એક વૃદ્ધ દંપતી જ્યારે પોતાના લાંબા લગ્નજીવન મા એકબીજા વિષે બધું જ જાણતા હોવા છતાં પણ વર્ષો સુધી એકબીજાને સાથે લાગણીથી રહી શકે છે તેને જ પ્રેમ કહેવાય છે. (ટોમી, ૭ વર્ષ)
- મારા પપ્પા જ્યારે સાંજે કામેથી ઘરે આવે ત્યારે તેમના કપડા ધૂળ થી ભરેલા હોય છે અને શરીરમાંથી પણ પરસેવાની દુર્ગંધ આવતી હોવા છતાં પણ મારા મમ્મી હસીને તેમના ધૂળ વાળા વાળમાં હાથ ફેરવીને તેમને ભેટી પડે છે એ જ તો પ્રેમ છે. (ક્રિશ, ૮ વર્ષ)
શું તમને નથી લાગતું કે આ નાના બાળકોમાં આપણા કરતા પણ વધારે પ્રેમ કોને કહી શકાય તેની સમજણ છે? હકીકતમાં તો આપણને પ્રેમ કોને કહેવાય તેની સાચી સમજણ છે જ નહીં, આપણી પ્રેમની વ્યાખ્યા જ અલગ છે.
હવે વધુ એક નાનકડી વાત
પાડોશમાં રહેતા એક દાદીનું અવસાન થયું ત્યારે બાજુમાં રહેતી એક છ વર્ષનો બાળક દાદાને મળવા માટે ગયો. થોડા સમય બાદ જ્યારે તે બાળક ઘરે પરત ફર્યો ત્યારે તેની મમ્મી એ પૂછ્યું, “બેટા ! તે વળી દાદા પાસે જઈને શું કર્યું? ત્યારે દીકરાએ ખુબ જ સરસ જવાબ આપ્યો, “કશું જ નહીં મમ્મી, મેં તો એમના ખોળામાં બેસી ને તેમને રડવામાં મદદ કરી”, બસ આ જ પ્રેમ.