મધ્યપ્રદેશનુ એકમાત્ર હિલ સ્ટેશન પંચમઢી. સતપુડાની રાણી કે ક્વીન ઓફ સતપુડાના નામથી પ્રસિદ્ધ પંચમઢી એક ખૂબ જ લોકપ્રિય દેખવા લાયક સ્થળ છે. સતપુડા ની શ્રેણીઓ માં આવેલું સમુદ્રતલ થી 1110 મિટર ઉંચાઇ પર સ્થિત પંચમઢી ગૌંડ જનજાતિ આદિવાસી વંશને રાજધાની રહ્યું છે.
રાજા ભાવુત સિંહ રાજ્યમાં આ જગ્યા આદિવાસી માટે સ્વર્ગ રહી. 1857 માં બ્રિટિશ સેના ના કેપ્ટન જેમ્સ ફોરથીસે પંચમઢી હિલ સ્ટેશનને જોયું અને પંચમઢી નો આધુનિક વિકાસનો શ્રેય જેમ્સને જાય છે. તેમના લીધે જ આ સ્થાન પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત હિલ સ્ટેશન રૂપે જાણવામાં આવી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર પંચમઢી ને કૈલાશ મહા પર્વત પછી મહાદેવ નું ઘર પણ કહેવામાં આવે છે. ભસ્માસુરથી બચવા માટે ભગવાન શિવ પંચમઢીની ગુફાઓમાં આવ્યા હતા. આ મધ્યભારતમાં ઉચ્ચતમ બિંદુ હોવાના કારણે બ્રિટિશ ઓની સૈનિક છાવની પણ રહ્યું. 2009માં યુનેસ્કોએ પંચમઢી ને જીવ મંડળ આરક્ષિત ઘોષિત કર્યું.
આ હિલ સ્ટેશનમાં ધૂપગઢ, વિંધ્ય સતપુડા શ્રેણી, પ્રાચીન ગુફાઓ, સ્મારકો, જલ પ્રતાપો પ્રાકૃતિક સુંદરતા જંગલો વનસ્પતિઓ અને જીવજંતુઓને જોવા માટે અહીં હજારો સંખ્યામાં યાત્રાળુઓ આવે છે, ચટ્ટાન થી ભરેલા પહાડો હર્યાભર્યા જંગલ, અને આરામદાયક મોસમ ખૂબ જ સરસ છે હાંડી ખોહ, જટાશંકર ગુફા, પાંડવ ગુફાઓ, અપ્સરા વિહાર,બી ફોલ ડચેસ ફોલ પંચમઢી ના પ્રમુખ આકર્ષણ છે.
યાત્રા માટે પંચમઢી નો મોસમ વર્ષ દરમિયાન ખુશનુમા જ રહે છે. તો પણ ઓક્ટોબર થી જૂન સુધીનો સમય ખૂબ જ સારો હોય છે. પંચમઢી માટે તમે રાજધાની ભોપાલથી હવાઈ માર્ગ, રેલ અને સડક માર્ગ ની મદદ લઈ શકો છો.
- લોકપ્રિય જલપ્રપાત : રજત પ્રપાત, બી ફોલ્સ, ડચેજ ફોલ્સ, સૌથી લોકપ્રિય જલપ્રપાત છે. આ પહાડી છે વેહતા વખતે મધમાખી જેવા લાગે છે.
- પાંડવોની ગુફા : પંચમઢી મો તમારા ફરવાની શરૂઆત પાંડવોની ગુફા થી થાય છે. એક નાના પહાડ ઉપર આ પાંચ ગુફાઓ છે. એમ તો તેને બૌદ્ધકાલીન ગુફાઓ પણ કહેવામાં આવે છે.
- શિવ શંકર મંદિર : જટાશંકર મહાદેવ અને ગુપ્ત મહાદેવ મંદિર.
- સૌથી ઊંચી ચોટી ધૂપગઢ : આ પોઇન્ટથી સૂર્ય દ્રશ્ય જોવું ખૂબ જ શાનદાર છે.