બોલિવૂડમાં કોઈ પણ ફિલ્મને મોટા પડદા પર આવતા પહેલા સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળવી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ એવી ઘણી ફિલ્મો છે જેમના પર આપણા દેશમાં પ્રતિબંધ લાગેલો છે. સેન્સર બોર્ડ બધી ફિલ્મો અને તેમના ચરિત્રના આધાર પર ખૂબ જ બારીકાઈથી તપાસ કરે છે. જે ફિલ્મો તેમના માપદંડમાં ફિટ નથી બેસતી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. જ્યારે આજના સમયમાં ઘણા પ્રકારની ફિલ્મો મોટા પડદા પર જોવા મળી રહી છે ત્યાં પોતાના વિષયના લીધે પ્રતિ બંધ કરી દેવામાં આવેલ ૧૦ ફિલ્મો મોટા પડદા પર નહીં પરંતુ યુટ્યુબ માંથી સારી એવી કમાણી કરી રહી છે.
બેન્ડિટ ક્વીન (Bandit Queen) – આ ફિલ્મની ચર્ચા સમગ્ર દુનિયામાં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બોલ્ડ સીન, ગાળો અને ન્યૂડ સીનને લીધે ખૂબ જ વિવાદિત રહેલ હતી.
ફાયર (Fire) – આ ફિલ્મમાં શબાના આઝમી દ્વારા અભિનય કરવામાં આવેલ છે. આ ભારતની પહેલી મેનસ્ટ્રીમ ફિલ્મ હતી જેમાં હોમોસેક્સ્યુઅલ સંબંધો ની વાર્તા છે. આ ફિલ્મનો વિરોધ સમગ્ર દેશમાં થયો હતો જેના લીધે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
અનફ્રીડમ (Unfreedom) – વર્ષ ૨૦૧૫ માં આવેલ આ ફિલ્મની સેન્સર બોર્ડે એટલા માટે પ્રતિબંધિત કરેલા કારણ કે આ ફિલ્મ બે યુવતીઓના સંબંધ પર આધારિત હતી.
પાંચ (Panch) – પાંચ પણ વિવાદિત ફિલ્મોમાંની એક ફિલ્મ છે. સેન્સર બોર્ડ દ્વારા તેમાં ઘણા કટ લગાવવામાં આવ્યા તેમ છતાં પણ આ ફિલ્મ રિલીઝ ન થઈ શકે અને તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.
યુઆરએફ પ્રોફેસર (URF Professor) – આ ફિલ્મને પણ બોલ્ડ દ્રશ્યોને કારણે સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી શકી નહીં અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
કામસૂત્ર 3ડી (Kamasutra 3D) – કામુક દ્રશ્યોને કારણે સેન્સર બોર્ડ તરફથી આ ફિલ્મને પણ લીલી ઝંડી મળી શકે નહીં. પરંતુ આ ફિલ્મ યુટ્યુબ પર જોવા મળી રહી છે.
સિંસ (Sins) – યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની એટલા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે કારણ કે તેમાં એક યુવતી અને એક પાદરી ના પ્રેમ પ્રસંગની ચર્ચા હતી.
વોટર (Water) – આ ફિલ્મ વિધવા મહિલાઓના જીવન પર આધારિત હતી. આ ફિલ્મને લઈને ભારતમાં એટલું વિવાદ વકર્યો કે તેનું શૂટિંગ પણ ભારતમાં થવા દેવામાં આવેલ ન હતું. આ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવેલ હતું.
ધ પેંટેડ હાઉસ (The Painted House) – આ ફિલ્મ એક વૃદ્ધ શખ્સ અને યુવતી વચ્ચેના સંબંધો પર આધારિત છે. તેના આ કન્ટેન્ટ ના કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો પરંતુ યુટ્યુબ પર તેને જોઈ શકાય છે.
બ્લેક ફ્રાઇડે (Black Friday) – અનુરાગ કશ્યપની ફિલ્મ ૧૯૯૩ માં થયેલા મુંબઈ હુમલા પર આધારિત છે. પરંતુ સેન્સર બોર્ડ દ્વારા તેના રિલીઝ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.