પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને આપી સુચના – સવારે ૯:૩૦ સુધીમાં ઓફિસ પહોચો, ઘરેથી કામ નહીં થાય

0
133
views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધા મંત્રીઓને કીધું કે તે ઘરે કામ કરવાથી બચે અને સમયસર ઓફિસે પહોંચીને લોકો માટે ઉદાહરણરૂપ બને. બેઠક પછી સૂત્રોએ જણાવ્યું કે નવી સરકાર ના મંત્રી પરિષદની પહેલી બેઠક માં પ્રધાનમંત્રીએ વરિષ્ઠ મંત્રીઓને કહ્યું કે તે નવા મંત્રીઓને સાથે લઈને ચાલે.

પ્રધાનમંત્રી રાજ્ય મંત્રીઓ ની મોટી ભૂમિકા આપતા વાત કરી કેબિનેટ મંત્રીઓની મહત્વપૂર્ણ ફાઈલો એકઠી કરવી જોઈએ. તેનાથી ઉત્પાદકતા વધશે . સુત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યું કે ફાઈલોને ઝડપથી પતાવવા માટે કેબિનેટ મંત્રી અને તેના સહાયક મંત્રી સાથે બેસીને તેના પ્રસ્તાવકોને મંજૂરી આપી શકે છે.

સમય પર ઓફિસ પહોંચ્યા મંત્રી

પીએમ મોદીએ સમયસર ઓફીસ જવા માટે જોર આપીને કહ્યું દરેક મંત્રી સમયસર ઓફિસે પહોંચે અને થોડાક સમય કાઢીને અધિકારીઓ સાથે મંત્રાલયના કામકાજની જાણકારી લે. તેમણે કહ્યું કે મંત્રીઓએ ઓફિસે આવવું જોઈએ અને ઘરના કામ કરવાથી બચવું જોઈએ. સાથે તેમણે પાર્ટી સાંસદો અને જનતાને પણ મળતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે તે માણસો પોત પોતાના રાજ્ય ની સાંસદો સાથે મુલાકાત મારફતે આ કાર્ય શરૂ કરી શકે છે. પીએમ મોદીએ આ વાત પર પણ જોર આપ્યું કે આ મંત્રી અને આ સાંસદ માં ઘણો ફરક છે.

પ્રત્યેક મંત્રાલયની પંચવર્ષીય યોજના પર વાત

પીએમ મોદીએ પ્રત્યેક મંત્રાલયની પંચવર્ષીય યોજના પર પણ વાત કરી. બેઠક દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સોમવારથી ચાલુ થતા સંસદ સત્ર ના અધિકતમ ઉપયોગ પર પ્રસ્તુતિકરણ કર્યું. તોમર પાછળની સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. વિત મંત્રી નિર્મલા સીતા રમણ એ કેન્દ્રીય બજેટ પર સલાહ માટે પ્રેઝન્ટેશન આપ્યું બજેટ 5 જુલાઈએ આવશે. સુત્રોએ જણાવ્યું કે રેલ મંત્રી પિયુષ ગોયલ એ કેન્દ્ર સરકાર પ્રત્યેક મંત્રાલય માટે પંચવર્ષીય દ્રષ્ટિ પત્ર પર પ્રેઝન્ટેશન આપ્યું.

જણાવી દઈએ કે મોદી ની પાછલી સરકારમાં પણ મંત્રી પરિષદની બેઠકો થતી હતી. તે દરેક મંત્રીઓ ને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેના વિશે જનતાને જાગૃત કરવાની રીત સમજાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here