પોતાની જન્મ તારીખ પરથી જાણો કે તમારા લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ

0
1200
views

દરેક વ્યક્તિ એ પોતાના લગ્નને લઈને ઘણાં સપનાં જોયાં હોય છે. દરેક વ્યક્તિના મનમાં પોતાના ભવિષ્યના લાઈફ પાર્ટનર વિશે જાણવાની જિજ્ઞાસા રહે છે. સાથોસાથ વ્યક્તિ એવું પણ જાણવા ઈચ્છે છે કે તેના લવ મેરેજ થશે કે પછી એરેન્જ મેરેજ. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ન્યુમેરોલોજી અથવા અંક જ્યોતિષના આધારે પર અમે તમને આ વાતની જાણકારી આપીશું કે તમારા અરેન્જ મેરેજ થશે કે પછી લવ મેરેજ થશે. અંક-જ્યોતિષમાં આપણી જન્મતારીખના અંકોને જોડીને મૂળાંક કાઢવામાં આવે છે, જેમ કે તમારો જન્મ કોઇપણ મહિનાની ૨૯ તારીખે થયો છે તો ૨ + ૯ = ૧૧ અને ૧ + ૧ = ૨, મતલબ કે ૨૯ તારીખના જન્મ લેવા વ્યક્તિનો મૂલાંક ૨ થાય છે.

મૂળાંક-૧ : મૂળાંક-૧ સૂર્યનો નંબર માનવામાં આવે છે. ન્યુમેરોલોજીનું માનવામાં આવે તો ૧ મૂળાંકવાળી વ્યક્તિ ખૂબ જ શરમાળ સ્વભાવના હોય છે. મૂળાંક ૧ વાળા વ્યક્તિ લોકો પ્રેમમાં ક્યારેય પણ પહેલ કરી શકતા નથી. જોકે તેઓ પ્રેમ તો જરૂર કરે છે પરંતુ શરમાળ સ્વભાવના હોવાને કારણે તેમના લવ મેરેજ થવા અસંભવ છે. અરેન્જ મેરેજ કરીને જ આવા લોકો મોટાભાગે પોતાનું ઘર વસાવે છે.

મૂળાંક-૨ : જ્યોતિષ વિજ્ઞાનમાં મૂળાંક-૨ ને ચંદ્રનો અંક માનવામાં આવે છે. આવા લોકોને ખુબ જ ધીમે ધીમે પ્રેમ થાય છે. પરંતુ તેઓ પોતાના પ્રેમને લઈને ખૂબ જ ઈમોશનલ હોય છે. જ્યારે તેઓ કોઇ વ્યક્તિ સાથે પ્રેમમાં હોય છે તો તેઓ લવ મેરેજ કરે છે.

મૂળાંક-૩ : આ અંકને ગુરુનો અંક માનવામાં આવે છે. આવા વ્યક્તિ મોટાભાગે લવ મેરેજ કરવામાં સફળ થાય છે. તેઓને પોતાનો પ્રેમ મેળવવા માટે કોઇ વ્યક્તિની મદદની જરૂરિયાત રહે છે. તેઓનું વૈવાહિક જીવન ખૂબ જ સફળ સાબિત થાય છે.

મૂળાંક-૪ : આ અંકને રાહુનો અંક માનવામાં આવે છે. આવા લોકો એકથી વધારે લોકોને પ્રેમ કરે છે. જેના લીધે આ લોકો ક્યારેય પણ લવ મેરેજ પ્રત્યે ગંભીર થઇ શકતા નથી. એટલા માટે તેમના લવ મેરેજ થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે.

મૂળાંક-૫ : મૂળાંક-૫ ને બુધનો અંક માનવામાં આવે છે. ૫ અંક વાળા પારંપરિક રીતોથી સંબંધો નિભાવવામાં વિશ્વાસ કરે છે. આ લોકોના મોટા ભાગના લગ્ન પરિવારની સહમતી થાય છે. તેમની કુંડળીમાં સફળ વૈવાહિક જીવન અને લવ મેરેજના ખૂબ જ સારા યોગ હોય છે.

મૂળાંક-૬ : મૂળાંક-૬ ને શુક્રનો અંક માનવામાં આવ્યો છે. આવા લોકો લવ મેરેજ કરવા માટે જ બનેલા હોય છે. મૂળાંક ૬ વાળા લોકો એકથી વધારે લોકોના પ્રેમમાં રહે છે. એટલા માટે ક્યારેક તે યોગ્ય વ્યક્તિને ખોઈ બેસે છે. ૮૦% થી વધારે મૂળાંક ૬ વાળા લોકો લવ મેરેજ કરે છે.

મૂળાંક-૭ : મૂળાંક ૭ ને કેતુનો અંક માનવામાં આવેલ છે. આવા લોકો ખૂબ જ સંકુચિત સ્વભાવના હોય છે. આ લોકો લવ મેરેજ કરવા ઇચ્છે છે પરંતુ પ્રેમમાં પણ તેઓ ફાયદા અને નુકસાન વિષે વિચારે છે જે તેમના માટે નુકસાનદાયક હોય છે.

મૂળાંક-૮ : મૂળાંક ૮ ને શનિનો અંક માનવામાં આવેલ છે. આવા લોકો પ્રેમમાં ખૂબ જ ઓછા પડે છે. પરંતુ જ્યારે તેમને એક વખત પ્રેમ થઈ જાય છે તો તેઓ અંત સુધી નિભાવે છે.

મૂળાંક-૯ : ૯ અંક વાળા લોકો પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઇચ્છતા નથી. જેના લીધે તેમના પણ લવ મેરેજ થવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here