પોતાના પિતાને એક સહી માટે લાચાર અને પરેશાન થતાં જોઈને દિકરી બની ગઈ કલેક્ટર

0
415
views

જીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બની જાય છે જેના લીધે જીવનને નવી દિશા મળી જાય છે અને લોકો ખૂબ જ મુશ્કેલ અને અસંભવ કામ પણ કરી બતાવે છે. આવી જ એક કહાની છે મહારાષ્ટ્રની એક યુવતીની જેણે નવ વર્ષની ઉંમરમાં પોતાના પિતાની પરીક્ષાની જોઈને નક્કી કરી લીધું કે હવે તેના પિતાને કોઈ પરેશાની માંથી પસાર નહિ થવું પડે. તેના માટે તે એવી જગ્યા પર પહોંચશે જ્યાંથી તે ગરીબોનું જીવન બદલી શકશે.

નવ વર્ષની યુવતીએ લીધી પ્રતિજ્ઞા

આજથી ઘણા વર્ષ પહેલાંની વાત છે, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ખેડૂત સરકારી ઓફિસ માં નીચેથી લઇને ઉપર સુધી પોતાના દસ્તાવેજોમાં સહી કરાવવા માટે ભાગદોડ કરી રહેલ હતો. ત્યારે તે ખેડૂતને નવા વર્ષની દીકરી રોહિણીએ તેમને પૂછ્યું કે, “તમે શું કરી રહ્યા છો અને તમને શા માટે આટલી પરેશાની થઇ રહી છે?  આખરે શું કારણ છે કે સરકારી ઘોષણા બાદ પણ તમારે આટલું ભટકવું પડે છે. તેના માટે જવાબદાર કોણ છે?”

ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો, જિલ્લા કલેકટર. કારણ કે તેમની સહી આપણા દસ્તાવેજોમાં નથી. આટલું સાંભળતા જ તે બાળકના મગજમાં તે વાત અંકિત કરી ગઈ અને પ્રતિજ્ઞા લીધી કે મોટી થઇને કલેક્ટર બનશે અને બધાને જ મુશ્કેલીઓ દૂર કરશે.

૨૩ વર્ષ બાદ પિતાને આપેલ વચન પૂરું કર્યું

નવા વર્ષની ઉંમરમાં પિતાને આપેલ વચન મહારાષ્ટ્ર અને રોહિણી ભાજીભાકરે ૨૩ વર્ષ બાદ આઈએએસ અધિકારી બનીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. આજે રોહિણી તામિલનાડુના સલેમ જિલ્લા ની પહેલી મહિલા કલેકટર બની ગઈ છે. સલેમ જિલ્લાને 170 પુરુષ કલેકટર બાદ પહેલી મહિલા કલેકટર મળી હતી. રોહિણી આ ઉપલબ્ધિ પર ગર્વ મહેસૂસ કરે છે અને સાથોસાથ પોતાને જૂની વાતોને યાદ કરીને જણાવે છે કે, “મારા પિતાજીની પરેશાનિઓ જોઇ ને સરકારી નોકર બનવા અને સાર્વજનિક સેવા પર ધ્યાન આપવા માટે પ્રેરિત થઈ હતી.”

પિતાની જણાવેલી વાતો પર કરે છે અમલ

કલેકટર રોહિણી ની પ્રશાસનિક ક્ષમતા વિશે પૂરા દેશમાં ચર્ચા થઇ હતી. તેઓને રાજ્ય સરકાર તરફથી પણ આવશ્યક સમર્થન પ્રાપ્ત છે. જિલ્લાની પહેલી મહિલા કલેકટર હોવાની સાથોસાથ ઘણી બધી જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી રહી છે. રોહિણી કહે છે કે તેમના પિતા 65 વર્ષથી સ્વયંસેવક છે. જ્યારે મેં તેમને જણાવ્યું કે હું કલેકટર બનવા ઇચ્છું છું ત્યારે તેઓએ કહ્યું હતું કે મારી સલાહ છે કે જ્યારે તું એક કલેક્ટર બની જાય તો એ સુનિશ્ચિત કરવાનું કે તું હંમેશા લોકોને મદદગાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here