નવરાત્રીના દિવસોમાં માતાજીના બધા જ મંદિરો જગમગતા રહે છે અને આ દિવસોમાં ચાલો તરફથી નવરાત્રીની ધામધૂમ જોવા મળે છે. માતાજીના ભક્તો નવરાત્રીના દિવસોમાં માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા-અર્ચના કરે છે અને અલગ અલગ પ્રકારના ઉપાય પણ અપનાવે છે. જેમ કે બધા લોકો જાણે છે કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને બધા લોકો માતાજીની કૃપા મેળવવા માટે દરેક સંભવ પ્રયાસ ઘરે છે. જો તમે માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને તમે નવરાત્રિમાં પોતાના ઘરે લઈ આવો છો તો માતાજીની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશા માટે રહેશે.
હકીકતમાં ગ્રંથોમાં અમુક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જેના લીધે માતાજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. એવી અમુક વસ્તુઓ હોય છે જેને પોતાના ઘર માં લાવવામાં આવે તો માતાજીના આશીર્વાદ મળે છે અને આખું વર્ષ આર્થિક પરેશાનીઓ માંથી છુટકારો મળી શકે છે.
જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાંથી નિર્ધનતા દૂર થાય અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશા માટે રહે તો આવી સ્થિતિમાં તમે નવરાત્રીના દિવસોમાં સોના અથવા ચાંદીની નો સિક્કો ઘરમાં અવશ્ય લાવો. આશિક તને વિધિપૂર્વક પૂજા કરીને ઘરમાં ધન રાખવાના સ્થાન અથવા તિજોરીમાં રાખી દેવો. જેના લીધે આખું વર્ષ પૈસાની અછત રહેતી નથી અને તમારી નિર્ધનતા પણ દૂર થશે.
જો તમે કોઈપણ ધન સંબંધી કાર્ય કરી રહ્યા છો પરંતુ તેમાં તમને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં તમે નવરાત્રિના કોઇપણ દિવસે એક પીળી કોડી ઘરમાં લઈને આવો અને લક્ષ્મીજીની પૂજા માં તેને રાખી દો. તેની પૂજા થયા બાદ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થઈ જશે.
જો તમે નવરાત્રીના દિવસોમાં માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે તમારે ઘરમાં કમળનું ફૂલ લાવવાનું રહેશે. કમળનું ફૂલ માતા લક્ષ્મીજીને અતિપ્રિય છે. જો તમે તેને ઘરમાં લાવો છો તો ઘર-પરિવારમાં ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી જશે. આ સિવાય નવરાત્રિમાં મહાલક્ષ્મીજીની એવી તસવીર લઈને આવો કે જેમાં માતા લક્ષ્મી કમળના ફૂલ ઉપર બિરાજમાન હોય અને આ તસવીરની દરરોજ પૂજા કરો. આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે અને તેમની કૃપા દૃષ્ટિ હંમેશા તમારા પર રહે છે.
જો તમે નવરાત્રીના દિવસોમાં પોતાના ઘરમાં દક્ષિણાવર્તી શંખ લાવીને તેની પૂજા કરો છો તો માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. જો તમે નવરાત્રિમાં શંખ લઈને આવો છો તો તેને પોતાના ઘરમાં રાખો અને દરરોજ પૂજા પાઠ કરો. જેનાથી તમને નિશ્ચિત લાભ પ્રાપ્ત થશે અને માતાજીના આશીર્વાદ થી ઘણી પરેશાનીઓનો તમને સમાધાન મળી જશે.