પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકામાં છે. 22 સપ્ટેમ્બરના દિવસે ટેક્સાસ ના હ્યુસ્ટન શહેરમાં તેમનું એક મોટું ઇવેન્ટ થયું. જેનું નામ હતું Howdy Modi. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંચ શેર કરેલ હતું. બંનેની સાથે ખૂબ જ તસવીરો લેવામાં આવી હતી. જેમાંની ઘણી તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. આ બધા ફોટોમાં એક ફોટો ખૂબ જ વધારે સ્પેશિયલ છે. તે એક સેલ્ફી છે, જે એક બાળકે પીએમ મોદી અને ટ્રમ્પ સાથે લીધી હતી.
જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમે જોયું હશે કે એક નાના બાળક નો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહેલ છે. આ વીડિયોમાં પીએમ મોદી અને વાતચીત કરતા ફરી રહ્યા હોય છે. તેમની બાજુમાં ઘણા બાળકો ઉભેલ હોય છે. બંને તે બધા જ બાળકોને મળીને આગળ વધે છે. ત્યારે આખરમાં ઉભેલ એક બાળક ટ્રમ્પને કંઈક કહે છે. તેઓ રોકાઈ જાય છે, મોદી પણ રોકાઈ જાય છે. બાળક ફોન કાઢે છે, પછી મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લે છે.
વીડિયો વાયરલ થતાં ની સાથે જ લોકો આ બાળક વિશે સર્ચ કરવા લાગ્યા. દરેક વ્યક્તિ એ જાણવા માગતો હતો કે આખરે આ બાળક કોણ છે, જેણે દુનિયાના બે સૌથી મોટા તાકતવર નેતાઓની સાથે ફોટો લીધો. લોકો પૂછવા લાગ્યા કે આ “બેસ્ટ સેલ્ફી” લેનાર આખરે કોણ છે? સાંસદ અનુરાગ ઠાકરે પણ ટ્વિટ કરીને પૂછ્યું કે આ તસવીર છે ક્યાં? ટ્વીટર ઉપયોગ કરનાર લોકોને ચેલેન્જ આપી પૂછ્યું – “શું આપણે આ સેલ્ફી ને શોધી શકીએ છીએ? જોઈએ કે આપણે લોકો કેટલા કનેક્ટેડ છીએ.” તો આ બધા સવાલોના જવાબ આવી ગયા. લોકોએ જવાબમાં બાળકની સેલ્ફી પોસ્ટ કરી.
કોણ છે આ બાળક
NBT ના એક રિપોર્ટ અનુસાર, આ બાળકનું નામ સાત્વિક હેગડે છે, જે ૯ વર્ષનો છે. તેના માતા પિતા નું નામ મેઘા અને પ્રભાકર છે. તેઓ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના રહેવાસી છે. સાત્વિક ને યોગ પસંદ છે. યોગનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે અન્ય બાળકોની સાથે લાઈનમાં ઉભો રહી ગયો હતો. તે દરમિયાન જ તેને મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લેવાનો અવસર મળ્યો હતો.