PM ઇમરાન ખાને કબૂલ્યું – પાકિસ્તાની સેના આપે છે આતંકવાદીઓને ટ્રેનીંગ

0
116
views

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારના Council of Foreign Relations માં ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન તેઓએ મોદી-ટ્રમ્પ ની રેલી અને પ્રધાનમંત્રી મોદીના જમ્મુ-કાશ્મીરમાં થી અનુચ્છેદ 370 હટાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇમરાન ખાને વૈશ્વિક મંચ પર કબૂલ કર્યું હતું કે પહેલાની પાકિસ્તાની સરકારોએ તાલિબાન સાથે મળીને આતંકવાદને દુનિયામાં પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ અમેરિકા ઉપર પણ પાકિસ્તાન સાથે મળીને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે શરમજનક સાબિત થયેલા કાર્યક્રમમાં તેઓએ એક પછી એક શરમજનક સવાલો નો સામનો કરવો પડ્યો હતો. તેઓ આતંકવાદને લઈને પોતાની અસફળતાનો દોષ અમેરિકા પર ઢોળી રહ્યા હતા. પાકિસ્તાનને આતંકવાદના આરોપોમાંથી બચાવવા દરમિયાન તેઓ ભૂલી ગયા હતા કે તે પોતે અમેરિકામાં જ બેઠેલા છે અને તેને આતંકવાદને પોષણ આપનાર બતાવી રહ્યા છે.

શું પાકિસ્તાન ને ગુલામ બનાવી લેશે ચીન? આ સવાલને ટાળ્યો

સોમવારે સાંજે પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઇમરાન ખાન અમેરિકાની Council of Foreign Relations ના અધ્યક્ષ રિચર્ડ એન હાસ ની સાથે વાતચીત કરી રહ્યા હતા. સૌથી પહેલા ઇમરાન ખાનને પૂછવામાં આવ્યો કે, શું ચીન દ્વારા પાકિસ્તાનની આપવામાં આવતી મદદથી પાકિસ્તાનના કરજમાં વધારો નથી થતો અને તેની સંપ્રભુતા ને ખતરો નહીં પહોંચે? તે સવાલના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે, “જ્યારે અમારી સામે ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ આવી ત્યારે ચીને અમારી મદદ કરી અને તેની સાથોસાથ હંમેશા સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત એ પણ હંમેશા અમારી મદદ કરેલ છે.” તેના જવાબમાં તેઓ સંપ્રભુતા ના સવાલ ને ટાળી ગયા હતા.

સ્વીકાર્યુ કે, સેના પાકિસ્તાની પ્રધાનમંત્રી કરતાં વધારે પાવરફુલ

“ઓસામા બિન લાદેન એબોટાબાદ માં મળી આવ્યો અને ત્યાં માર્યો ગયો. તેની કોઈ પણ તપાસ શા માટે ના કરવામાં આવી?” આ સવાલનો જવાબ આપતા ઈમરાન ખાને કહ્યું કે, “અમે એક તપાસ કરાવી હતી. પરંતુ હું કહીશ કે 9/11 થી પહેલા પાકિસ્તાની સેના અલ કાયદાને ટ્રેનિંગ આપતી હતી. તેવામાં હંમેશા તેમના સંબંધ તમને મળી જશે. પાકિસ્તાની સેના માં 9/11 બાદ પણ તમને એવા ઘણા મળી જશે જે 9/11 બાદ નક્કી થયેલ નીતિઓ સાથે સહમત થયેલ ન હતા.”

“મોટાભાગના બહારના લોકો માને છે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી પાસે સેના પ્રમુખ (પાકિસ્તાની) અને ત્યાંના જાસૂસી વિભાગ થી ઓછો પાવર મળે છે. શું તમને લાગે છે કે તમારી શક્તિઓ સીમિત છે?” આ સવાલના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે, “લોકતંત્ર નૈતિક સત્તાના લીધે ચાલે છે. જ્યારે નેતા પોતાની નૈતિક સત્તા ખોઈ બેસે છે ત્યારે સેના પોતાની શક્તિઓ સાથે તેમની જગ્યા લઈ લે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here