હિંદુ ધર્મ અનુસાર પિતૃપક્ષ ખૂબ જ ખાસ અવસર માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન વ્યક્તિ પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે અને પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરે છે. આ વખતે પિતૃપક્ષ 13 સપ્ટેમ્બર 2019 થી ચાલુ થાય છે. પિતૃપક્ષ 16 દિવસ સુધી રહે છે અને આ સમય દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે.
એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ આવું નથી કરતો કારણ કે તેના પિતૃઓ તેનાથી દુઃખી થાય છે અને તેની સાથે સાથે દેવી-દેવતાઓ પણ તેનાથી દુઃખી થાય છે. પૌરાણિક ગ્રંથોમાં આ વાતને સાફસાફ કહેવામાં આવ્યું છે દરેક વ્યક્તિ દેવી-દેવતાઓની પૂજા કરતા પહેલા સર્વપ્રથમ પૂર્વજોનું ધ્યાન કરવું જરૂરી છે નહીં તો આ પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું.
જો તમે પિતૃપક્ષ દરમિયાન વિધિવિધાન સાથે પોતાના પિતૃઓને પૂજા કરો છો તો તેના લીધે તમારા પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તે મૃત્યુલોકમાં નથી ભટકતા તે ઉપરાંત અમુક એવી ચીજવસ્તુઓ છે જેનું દાન કરવાથી પિતૃપક્ષ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ જાણકારી ઘણાને ખબર પણ નહી હોય આજે તમને એવી ખાસ ચીજો વિશે જાણકારી આપીશું કે જેને પિતૃપક્ષના દિવસો માં દાન કરવું શુભ માનવામાં આવે છે જો તમે આ ચીજ વસ્તુઓનું દાન કરો છો તો તેનાથી તમારા પિતૃ પ્રસન્ન થશે અને તમારી દરેક પરેશાની થી છુટકારો મળશે. પિતૃપક્ષમાં આ ચીજ વસ્તુઓનુ દાન ખાસ માનવામાં આવે છે.
ગાયનું દાન
જો આપણે હિંદુ ધર્મ અનુસાર જોઈએ તો ગૌદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે જો તમે પિતૃપક્ષના દિવસોમાં ગાયનું દાન કરો છો તો તેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ દૂર થશે કેમકે ગૌદાન મહાદાન માનવામાં આવે છે.
તલનું દાન
જો તમે પિતૃપક્ષ ના દિવસોમાં તલનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘીનું દાન
જો તમે પિતૃપક્ષના દિવસોમાં ગાયના ઘીનું દાન કરો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી પિતૃપક્ષમાં દિવસો માં કોઈપણ એક વાસણમાં ગાયનું શુદ્ધ ઘી નું દાન કરવું.
કપડાંનું દાન
જો તમે પિતૃપક્ષના દિવસોમાં કપડાંનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે કોઈપણ બ્રાહ્મણ કે જરૂરત મંદ વ્યક્તિને કપડાંનું દાન કરો છો તો તે કપડું જૂનું કે ફાટેલું ના હોવું જોઈએ હંમેશા નવા કપડા નું દાન કરવું.
મીઠાનું દાન
પિતૃપક્ષના દિવસોમાં જો તમે મીઠાનું દાન કરો છો તો તેનાથી તમારા પિતૃઓ અત્યાધિક પ્રસન્ન થાય છે.
ગોળનું દાન
પિતૃ પક્ષના દિવસોમાં ગોળનું દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
ચાંદીનું દાન
જો તમે પિતૃપક્ષના દિવસોમા ચાંદીનું દાન કરો છો તો તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે.
અનાજનું દાન
પિતૃપક્ષમાં જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન અવશ્ય કરવું અને અનાજના રૂપમાં ચોખા, ઘઉં અને અન્ય અનાજ દાન કરવુ.