બિહારના છપરા જિલ્લાનો 23 વર્ષીય યુવક મિથિલેશ પાઇલટ બનવા માંગતો હતો, ખેડૂત પરિવાર નો હોવાને લીધે તેનું પાઇલોટ બનવાનું સપનું સાકાર થઈ શકે તેમ નહોતુ. તેના સપનાને પાંખો મળી શકે તેમ નહતું, પરંતુ તેણે પોતાની કારને જ પાંખો લગાવી હેલિકોપ્ટર બનાવ્યું. સાત મહિનાની સખત મહેનત બાદ પાંખોવાળા હેલિકોપ્ટરની ડિઝાઇનથી બનાવવામાં આવેલી આ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બાણિયાપુર બ્લોકના સરમી ગામના 23 વર્ષીય મિથિલેશકુમાર પ્રસાદે જૂની નેનો કાર ખરીદી અને તેને ‘હેલિકોપ્ટર’ બનાવી દીધી છે. કાર ઉડી શકતી નથી, પરંતુ જ્યારે તે રસ્તા પર આવે છે ત્યારે દર્શકોની ભીડ રહે છે.
નાનપણથી જ મિથિલેશ પ્રસાદ અને તેનો ભાઈ પાઇપ ફિટિંગનું કામ કરે છે. મિથિલેશે કહ્યું કે નાનપણથી જ તેનું હેલિકોપ્ટર ઉડાડવાની સપનું હતું. ગામની શાળાથી ઇન્ટર સુધી અભ્યાસ કર્યા પછી, તેમણે ગુજરાતમાં લગભગ સાત મહિના સુધી તેમના ભાઈઓ સાથે પાઇપ ફીટર તરીકે કામ કર્યું.
નેનો ખરીદી અને બનાવ્યું હેલિકોપ્ટર
નેનો કારીદી અને પોતાના ઘરે નેનોની બોડીને હેલિકોપ્ટર જેવી બનાવી અને તેમાં મોટર મૂકી. પાછળનો આકાર પણ હેલિકોપ્ટરની જેમ બનાવવામાં આવ્યો અને તેમાં લાઇટ લગાડવામાં આવી છે. હવે તે લૂક માં એક હેલિકોપ્ટર લાગે છે. મિથિલેશની કાર જે રાસ્તે થી પસાર થાય છે લોકોની ભીડ તેને જોવા માટે ઉમટી પડે છે.
લગ્નોમાં વરરાજા અને દુલ્હન ને બેસાડવા માટે તેની માંગ થાય છે. તેઓ કહે છે કે કારને હેલિકોપ્ટરની જેમ બનાવા માટે તેને સાત લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. સેકન્ડ હેન્ડ નેનો ખરીદીને તેને આ રૂપ આપ્યું. હવે લોકો લગ્નમાં કન્યા અને વરરાજાને બેસવા માટે આની માંગ કરે છે.
નાનપણથી જહાજો અને હેલિકોપ્ટર ના રમકડાં ગમતા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હેલિકોપ્ટરની તકનીક કોણે શીખી છે, ત્યારે તેણે કહ્યું કે નાનપણથી જ તેમને જહાજો અને હેલિકોપ્ટરના રમકડાં ગમે છે. તેને ખોલી ને તેની બનાવટ ની ટેકનીક તે શીખતો. તેમણે કાર્નિવલ હેલિકોપ્ટરમાં વાસ્તવિક હેલિકોપ્ટરમાં ઉપયોગમાં લેવાતી તમામ લાઇટ્સનો ઉપયોગ કર્યો છે. બટન થી તેની પાંખોને સ્પિન કરી શકાય છે.
આ હેલિકોપ્ટરનો આંતરિક ભાગ લોખંડનો બનેલો છે જ્યારે બાહ્ય એલ્યુમિનિયમનો છે. તેણે ટેલ રોટર, મુખ્ય રોટર બ્લેડ, ટેઇલ બૂમ, રોટર માસ્ટ અને કોકપીટ પણ બનાવ્યું છે. મિથિલેશે કહ્યું કે આ બધા સિવાય તેણે પોતાના હેલિકોપ્ટરમાં ટ્રીપ લાઇટ્સ, આરજીબી રીમોટ કંટ્રોલ લાઇટ્સ, રોટર બ્લેડ અને ટેઇલ રોટર પણ લગાવ્યા છે.