ફોટોગ્રાફરે ઉજ્જડ જમીન પર લગાવ્યા ૨૦ લાખ વૃક્ષો, બનાવી દીધું લીલુછમ જંગલ, ૧ લાઇક તો જરૂર આપવી જોઈએ

0
3709
views

રાજનીતિ, હિંસા અને ચડતા ઉતરતા બજારોને તણાવભરી સાચી-ખોટી ખબરોની વચ્ચે જો તમે શાંતિ ભર્યા સમાચારની શોધ કરી રહ્યાં છો તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. આ એક એવા સમાચાર છે જેને વાંચીને તમારા મનને શાંતિ તો મળશે પરંતુ પ્રેરણા પણ મળશે.

યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૧૯૯૦ બાદથી ધરતી પરથી લગભગ દક્ષિણ આફ્રિકાના ક્ષેત્રફળ બરાબરનું જંગલ ગાયબ થઈ ચૂક્યું છે. તેનાથી પણ ડરામણી વાત એ છે કે દર વર્ષે હજુ પણ પનામા દેશ ના ક્ષેત્રફળ બરાબર જંગલો ઝડપથી ગાયબ થઇ રહ્યા છે.

આપણામાંથી મોટાભાગના લોકો આ વિનાશ માટે સરકારોને દોષ આપીને ચૂપ થઈ જાય છે પરંતુ દુનિયામાં એવા અમુક લોકો એવા પણ છે જીવો ધરતી પ્રત્યે પોતાની જવાબદારી સમજે છે અને તે નિભાવે પણ છે. આ વાત ૯૦ના દશકની છે જ્યારે  Salgado નામના એક પ્રખ્યાત ફોટોગ્રાફર દુનિયાભરમાં ફોટોગ્રાફીમાં પોતાની કાબેલિયત બતાવ્યા બાદ એકવાર પોતાના ઘર બ્રાઝિલ આવ્યા.

પોતાના વિસ્તારને જોઈને તેઓ આશ્ચર્ય પામી ગયા કારણ કે જ્યાં ક્યારેક વર્ષાવન હતું ત્યાં હવે એકદમ ઉજ્જડ જમીન દેખાઈ રહી હતી. તે જમીન પર હરીયાળીનાં નામ પર ૧-૨ વૃક્ષો જ બચ્યા હતા. Salgado પોતાના વિસ્તારની આ દુર્દશા જોઇને ખુબ દુખી થયા પરંતુ તેમની પત્નીએ કહ્યું કે જો કોશિશ કરવામાં આવે તો જંગલને ફરીથી ઉભું કરી શકાય છે.

પછી બંને વૃક્ષારોપણના કામમાં જોડાઈ ગયા. પાછલા ૨૦ વર્ષ દરમિયાન તેઓએ અંદાજે ૨૦ લાખ વૃક્ષો લગાવ્યા અને તેનું પરિણામ તમને આ તસવીરમાં જોવા મળી રહ્યું છે. જંગલ પરત આવી ગયું છે અને તેમાં વન્યજીવો પણ આ ક્ષેત્રમાં પરત ફર્યા છે. વૃક્ષો ન હોવાને કારણે જે પક્ષી, જીવજંતુઓ, વન્ય જીવો આ વિસ્તાર છોડીને ચાલ્યા ગયા હતા, તે બધા જ Salgado અને તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલ આ જંગલમાં પરત આવી ચૂક્યા છે.

તેમના આ કામ માટે તેમને એક સલામ તો આપવી જ જોઇએ. બહુ ઓછા લોકો હોય છે આ ધરતી પર જેઓ પોતાની જવાબદારી સમજે છે અને તેને સારી રીતે નિભાવી પણ જાણે છે. તો આપણે બધા તેમના આ કાર્ય ને એક લાઇક આપીને બિરદાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here