પત્ની સાથે ઝગડો કરનાર ક્યારેય ખુશ નથી રહેતા, રોકાઈ જાય છે આર્થિક પ્રગતિ

0
1514
views

વ્યક્તિના જન્મની સાથે જ તેના પર દરેક ગ્રહ અને નક્ષત્રનો પ્રભાવ પડવાનો ચાલુ થઈ જાય છે. કોઈ પર સારો પ્રભાવ પડે છે તો અમુક પર ખરાબ પ્રભાવ પણ પડે છે. કોઈ પણ બાળકના જન્મના સમય સાથે જ તેની કુંડળી બનાવવામાં આવે છે કારણ કે તેના ગ્રહ નક્ષત્રોના વિશે સારી રીતે જાણકારી મેળવી શકાય. પરંતુ ગ્રહો અને નક્ષત્રો થી વધારે વ્યક્તિના કર્મનો તેના જીવન પર વધુ પ્રભાવ પડે છે. જો વ્યક્તિનું કર્મ સારું હોય તો ગ્રહોના અશુભ પ્રભાવ પણ બદલી શકે છે.

દરેક વ્યક્તિના અંદર અમુક સારી આદતો અને અમુક ખરાબ આદતો હોય છે. તેમાંથી અમુક આદતો એવી હોય છે જે તેની સાથે જીવન પર્યંત રહે છે. અમુક લોકો તેની ખરાબ આદતો સમયની સાથે બદલી નાખે છે પરંતુ અમુક નથી બદલી શકતા. તમે હંમેશા અમુક લોકોને તેમની પત્ની સાથે ઝઘડો કરતા જોયા હશે, તેવા લોકો જીવનમાં ક્યારેય ખુશ નથી રહેતા.

મહિલાઓ હોય છે ઘરની લક્ષ્મી

જો તમારી અંદર પણ અમુક આદતો હોય તો તેની સમયની સાથે બદલી દેવી જોઇએ નહીં તો તેની અસર તમારા જીવનમાં પડશે અને ધનની ઈચ્છા ક્યારે તમારી પૂરી નહીં થાય. ભારતમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક મહિલા ઘરને સ્વર્ગ અને નર્ક બંને બનાવી શકે છે. એવું કહેવામાં આવે છે જે ઘરમાં મહિલાઓનું સન્માન નથી ત્યાં હંમેશા દરિદ્રતા રહે છે અને જે ઘરમાં મહિલાઓનું સન્માન હોય છે ત્યાં ધનની કમી ક્યારેય નથી રહેતી.

જ્યાં હોય છે સુખ-શાંતિ ત્યાં નથી રહેતી ક્યારેય ધનની કમી

એક પરિવારની ખુશહાલી પતિ-પત્ની બંને ઉપર નિર્ભર હોય છે. જો પતિ અને પત્ની બંને મળી અને પ્રયત્નો કરે તો ક્યારેય નિરાશા નથી મળતી. સાચું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુખ શાંતિ હોય છે તે ધનની કમી ક્યારેય નથી રહેતી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ મહિલાઓની કુંડલી અને શુક્ર પુરુષોની કુંડળીમાં સુખી દાંપત્યજીવનનું કારક હોય છે. શુક્ર રોમાન્સ અને મોહકતાનું પ્રતિક છે જેનાથી શારીરિક સૌંદર્ય વિવાહ અને પ્રેમ વધે છે. જો કોઈ પુરુષની કુંડળીમાં શુક્ર અશુભ ચાલી રહ્યો હોય તો તેને ધન અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમારી કુંડળીના શુક્રને સારો બનાવવાના અમુક ઉપાયો

  • હંમેશા પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ.
  • દરરોજ પોતાના જનનાંગોને દહીથી ધોવા જોઈએ.
  • કાંસાના કોઇપણ પાત્રમાં સાત અનાજ ભરી કોઈ ધાર્મિક જગ્યા પર દાન કરવું જોઈએ.
  • ભૂલીને પણ સૂર્યની ઉપસ્થિતિમાં અર્થાત દિવસમાં શારીરિક સંબંધ ના કરવો.
  • જ્યાં પણ શરીર પર અવાંછિત રૂપથી વાળ ઉગેલા હોય તેને સાફ કરતા રહેવું જોઈએ. તેવી જગ્યાઓ પર વાળ રાખવા અશુભ  હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here