હંમેશા લોકો કહેતા હોય છે કે ભારતમાં મહિલાઓની કોઈ ખાસ લાઈફ હોતી નથી. મહિલાઓ ગમે તેટલી ઊંચાઈઓ પર ચાલી જાય પરંતુ એક સમય બાદ લગ્ન કરીને ઘર-પરિવાર અને બાળકોને સંભાળવાની જવાબદારી આવી પડે છે. આ વાત બિલકુલ સાચી છે પરંતુ આવુ ફક્ત ભારતમાં જ નથી થતું પરંતુ દરેક જગ્યા પર થાય છે જ્યાં પુરુષ કામ કરતો હોય અને મહિલા કામ કરે કે ના કરે પરંતુ બાળકો તો સૌથી વધારે સંભાળવાની જવાબદારી તેના પર જ હોય છે.
પરંતુ પતિ જ્યારે આવી પત્ની ઉપર શંકા કરવા લાગે છે તો એ મહિલાઓને સૌથી વધારે દુઃખ પહોંચાડે છે. આવી જ એક ઘટના અમેરિકાના એક પરિવારમાં બની હતી જ્યાં પતિ પોતાની પત્નીને જ્યારે પણ જોતો ત્યારે તે હંમેશા થાકેલી રહેતી હતી. જેના લીધે તેને પોતાની પત્ની પર શંકા થવા લાગી અને ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. હંમેશા થાકેલી રહેતી હતી પત્ની અને પતિ નો શક સાચો નિકળ્યો. તો ચાલો જાણીએ શું હતું સમગ્ર બાબત.
આ સમાચાર છે અમેરિકાના લોસ એન્જેલસ મા રહેવા વાળી મેલાનિયા ડાર્નલ એક હાઉસવાઈફ છે. તેના પતિ ટ્રાવેલિંગનું કામ કરે છે અને કામ બાબતે તેઓ અવારનવાર બહાર રહે છે. મેલાનિયાને ત્રણ નાના બાળકો છે અને તેની દેખરેખ મેલાનિયા જ કરે છે જેના લીધે તેને ખૂબ જ પરેશાનીઓ નો સામનો કરવો પડે છે.
બાળકો થયા બાદ મેલાનિયા સવારે ઉઠતાની સાથે જ થાકેલી રહેતી હતી અને તેના પતિને સમજમાં આવી રહ્યું ન હતું કે તેઓ ઘરે રહેતા નથી છતાં પણ તેમની પત્ની થાકી જાય છે તો તેનું કારણ શું છે. ધીરે ધીરે આ વાત તેમના મગજમાં કીડો બનીને બેસી ગઈ અને તેઓએ પોતાના ઘરમાં પોતાની પત્નીને કહ્યા વગર સીસીટીવી કેમેરા લગાવી દીધા.
તેને તેઓ પોતાના મોબાઈલ પર જોતા હતા કે આખરે તેમની પત્ની થાકી શા માટે જાય છે. પરંતુ જ્યારે તેમણે કેમેરાના ફૂટેજ જોયા તો પતિ હેરાન થઈ ગયા હતા અને આ વીડિયોને તેણે યૂટ્યૂબ પર શેર કર્યા હતા. તમે પણ જુઓ આ વીડિયો.