પતિ-પત્નીએ ભુલથી પણ પોતાના બેડરૂમમાં ના રાખવી જોઈએ આ વસ્તુઓ, બરબાદ થઈ જશે મેરીડ લાઇફ

0
4016
views

પતિ-પત્નીનો સંબંધ ખાસ હોવાની સાથોસાથ ખૂબ જ પવિત્ર હોય છે. પતિ પત્ની સુખ દુઃખ ના સાથી માનવામાં આવે છે. પતિ પત્ની નું કર્તવ્ય હોય છે કે તેઓ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપે. સાથોસાથ પતિ-પત્નીના સંબંધોમાં વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. કોઇપણ સંબંધમાં વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી.

ગુજરાતી કહેવત તો તમે સાંભળી હશે કે જોડી સ્વર્ગમાં બને છે અને આ વાત બિલકુલ સાચી પણ છે કારણકે વ્યક્તિ કંઈ પણ કરી લે પરંતુ જે તેના નસીબમાં લખેલ છે એ જ તેને મળે છે. વિશ્વાસની સાથે સન્માનનું હોવું પણ સંબંધો માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમે કોઈ વ્યક્તિને પ્રેમ ત્યારે જ કરી શકશો જ્યારે તમે તેમનું સન્માન કરશો. જ્યારે બે વ્યક્તિ એકબીજાનું સન્માન જાળવે છે અને એકબીજાની ઇચ્છાઓનું માન જાળવે છે ત્યારે જ સંબંધ સારી રીતે જળવાઈ રહે છે.

બેડરૂમને પતિ-પત્નીના રોમાન્સ માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. બેડરૂમ એક એવી જગ્યા છે જ્યાં લોકો સૌથી વધારે સમય પસાર કરે છે. પ્રેમ ભરી વાતો અને નાની-મોટી તકરાર આ જગ્યાએ જ થાય છે. દિવસભરના થાક બાદ વ્યક્તિ આરામથી ઊંઘ કરવા માંગે છે. પરંતુ લોકો જાણતા-અજાણતા બેડરૂમ સાથે જોડાયેલી એવી ભૂલો કરી દેશે જેના લીધે નકારાત્મક અસર તેમના જીવન પર પડવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી વાતો જણાવવામાં આવેલી છે જે પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ ઉત્પન્ન કરે છે. પતિ-પત્નીએ એવી કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે અમે તમને જણાવીશું.

બેડરૂમમાં આવી ભૂલો કરવી નહીં

  • શાસ્ત્રો અનુસાર પતિ પત્નીએ પોતાના રૂમમાં પ્રવેશ દ્વાર ની પાસે ડ્રેસીંગ ટેબલ અથવા અન્ય કોઇ સામાન રાખવો જોઈએ નહીં. હંમેશા ડ્રેસીંગ ટેબલ અથવા કબાટ પોતાના બેડની ડાબી બાજુએ જ રાખવા. જેને ભૂલથી પણ પ્રવેશ દ્વારની સામે રાખવાની ભૂલ ન કરવી.
  • મોટાભાગના લોકોને આદત હોય છે કે તેઓ પોતાના તકિયા નીચે મોબાઈલ રાખીને સુવે છે. પરંતુ એવું બિલકુલ કરવું જોઈએ નહીં. કોઈપણ ગેજેટને પોતાનાથી દૂર રાખીને સૂવું. હકીકતમાં આ ગેજેટમાં વિદ્યુતચુંબકિય તરંગો હોય છે જે ઊંઘમાં વિઘ્ન લાવે છે અને પાર્ટનર વચ્ચે તણાવ વધે છે.

  • આ સિવાય પતિ-પત્નીએ એક જ તકિયા પર ઊંઘ લેવી જોઈએ. ડબલ બેડ માટે પણ કોશિશ કરો કે એક જ ઓશીકુ રાખવામાં આવે. બેડ ઉપર બે ઓશીકા હોવાથી સંબંધો પર અસર પડે છે. જેના લીધે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે.
  • પતિ-પત્નીએ ધાતુ અથવા લોખંડના બેડ લેવાથી બચવું જોઈએ. સારા સંબંધો માટે લાકડાના બેડને સૌથી બેસ્ટ માનવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિ જે બેડ પર સૂવે છે તે તેના વૈવાહિક જીવન પર ઘણી અસર લાવે છે. એટલા માટે બેડની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ.

તો આ લેખમાં અમે તમને બેડરૂમ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવી જેને પતિ પત્ની પોતાની જિંદગી ખુશહાલ બનાવવા માટે ઉપયોગ કરી શકે છે. તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here