તમે ઘણી વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે નાના મોટા ઝઘડા ના લીધે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. પરંતુ એક મહિલા ના છૂટાછેડાનું કારણ જાણીને તમે હેરાન થઈ જશો એક મિનિટ માટે તમે વિચારમાં પડી જશો કે આવા સામાન્ય કારણથી કોઈ કઈ રીતે છોડી શકે છે.
યુ.એ.ઈ.ની એક મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા ના લીધે ખુબ જ ચર્ચામાં છે. મહિલાએ છૂટાછેડા માટે એવું કારણ આપ્યું કે જે સાંભળીને દરેક વિચારમાં પડી ગયા. મહિલા પોતાના પતિ થી એટલા માટે છૂટાછેડા લેવા માગતી હતી કારણકે તે વધુ પડતો પ્રેમ કરતો હતો.
૧ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા મહિલાએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી તે અરજી પ્રમાણે મહિલાનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે મહિલા થી તે સહન ના થયું અને તેના લીધે તે પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય કરી લીધો.
કોર્ટમાં મહિલાની અરજી ની સુનાવણી પર તેણે જણાવ્યું કે તેનો પતિ તેની ઉપર ગુસ્સો નથી કરતો અને તેને કોઈ દિવસ ઉદાસ પણ થવા નથી દેતો. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનાથી તે કંટાળી ગઈ છે આટલા બધા પ્રેમ ના લીધે તેની જીંદગી નરક બની ગઈ છે અને તેથી તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.
મહિલાના કહ્યા અનુસાર તે તેને એટલો પ્રેમ અને સ્નેહ કરતો હતો કે તે પરેશાન થઇ ગઇ હતી અને તેનો પતિ તેને ઘરની સફાઈમાં પણ મદદ કરતો હતો. એક વર્ષના લગ્ન સંબંધમાં તેમની એક પણ વખત ઝઘડો નથી થયો.