IPL નાં ઓક્શનમાં પેટ કમિંસને મળી એટલી રકમ જે ૧૪ વર્ષમાં કોઈ વિદેશી ખેલાડીને નથી મળી

0
79
views

કોલકાતામાં IPL-2020 માટે ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને લોટરી લાગી ગઈ છે. આઈપીએલમાં પેટ કમિન્સને કોલકત્તા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઇઝી દ્વારા ૧૫.૫૦ કરોડની અધધ રકમથી ખરીદી લેવામાં આવ્યો હતો. તેની સાથે જ તેઓ આઇપીએલના ૧૩ વર્ષના ઇતિહાસમાં સૌથી મોંઘા વેચનાર વિદેશી ખેલાડી બની ગયા છે.

કમિન્સ પહેલા સૌથી મોંઘા વેચાનાર વિદેશી ખેલાડી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટ્રોકસ હતા. જેઓને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ દ્વારા ૧૪.૫૦ કરોડમાં ખરીદેલ હતો. કમિન્સ પહેલા આઇપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાનાર ખેલાડી યુવરાજ સિંહ છે. જેને વર્ષ ૨૦૧૫ માં દિલ્હી કેપિટલ્સની ટીમે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

પેટ કમિન્સ પર લગાવવામાં આવતી બોલી સમયે એવું લાગી રહ્યું હતું કે તે વિરાટ કોહલીને મળનારી રકમ પણ આગળ નીકળી જશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ ૨૦૧૮ માં ૧૭ કરોડની રકમથી રિટેન કર્યા હતા. તેવામાં જો કમિન્સ ઉપર દોઢ કરોડ અથવા તેનાથી વધારે બોલી લગાવવામાં આવતી તો તેઓ વિરાટ થી બરોબર અથવા તો તેનાથી પણ આગળ નીકળી શકતા હતા. જે આઇપિએલ ઇતિહાસમાં એક રેકોર્ડ હોત.

કેકેઆરના પર્સમાં આઇપીએલ ૨૦૨૦ ઓક્શન આવતા પહેલા કુલ ૩૫.૬૫ કરોડ રૂપિયા હતા. જેમાંથી તેઓ એ એકલા ૧૫.૫૦ કરોડ પેટ કમિન્સ પર ખર્ચ કરી દીધા. સાથોસાથ તેઓ એ ઇંગ્લેન્ડના સ્ટાર ઇઓન મોર્ગને પણ ૫.૫૦ કરોડની રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યા.

આઇપીએલ ઓક્શનનાં પહેલા રાઉન્ડમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સિવાય કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર દ્વારા પણ ઊંચી બોલી લગાવવામાં આવી હતી. પંજાબની ટીમે ગ્લેન મેક્સવેલને ૧૦.૫૦ કરોડમાં ખરીદ્યો. વળી બેંગલોરની ટીમે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ૧૦ કરોડની રકમ આપીને પોતાની સાથે જોડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here