પક્ષીઓને ગાંઠિયા, સેવ, બિસ્કિટ અને પોપકોર્ન ખવડાવીને તમે પુણ્ય નહીં, પાપના ભાગીદાર બની રહ્યા છો

0
1143
views

રવિવાર હોય કે કોઈ રજાનો દિવસ હોય એટલે નાના બાળકોને મજા આવે એટલા માટે માતા પિતા તેમણે તળાવ કે નદીના કિનારે કે પછી કોઈ પ્રાણી સંગ્રહાલયમાં લઈ જતાં હોય છે. વળી, એવું પણ વિચારે કે ચાલો તળાવ પર જઈએ છીએ તો પક્ષીઓ માટે ગાંઠિયા, સેવ, બિસ્કિટ અને પોપકોર્ન લેતા જઈએ.

બિચારા ભૂખ્યા પક્ષીઓને કઈક ખાવાનું આપશુ તો એમનું પેટ ભરશે અને આપણને પુણ્ય મળશે. પણ ના તમે આ ખોટો વિચાર ધરાવો છો, આવું વિચારીને તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે પક્ષીઓને તૈલી કે મીઠી વસ્તુઓ ખવડાવીને પુણ્ય નહીં પરંતુ પાપના ભાગીદાર બની રહ્યા છો.

જેવી રીતે અમુક ઉંમર સુધી આપણે નાના બાળકોને તૈલી કે ગળ્યા પદાર્થ નથી ખવડાવતા, કારણ કે એ ઉંમરમાં બાળકની હોજરી એ પદાર્થો માટે સક્ષમ નથી હોતી. બસ આવી જ રીતે પક્ષીઓની હોજરી પણ આપણાં દ્વારા પુણ્ય માટે ખવડાવવામાં આવતા આવા પદાર્થો માટે સક્ષમ નથી હોતી.

તળાવ કે જલાશયમાં રહેતા બતક, બગલા, ધોમદા સહિતના પક્ષીઓ પાણીમાં રહેતા જીવજંતુ અને માછલીઓને આરોગીને પોતાનું પેટ ભરે છે. પોતાને જોઈએ ઉર્જા અને શક્તિના તમામ સ્ત્રોત તે પોતાના આ ખોરાક માંથી મેળવે છે.

પણ જ્યારે આપણે આ ગાંઠિયા, સેવ અને પોપકોર્ન જેવી વસ્તુઓ તેમણે ખાવા માટે આપીએ છીએ ત્યારે તેઓ સરળતાથી મળતી આ વસ્તુઓ આરોગીને સંતોષ મેળવે છે અને પોતાના ખોરાક તરીકે વપરાતી માછલીઓ અને જીવજંતુને ખાતા નથી.

તેનું વિપરીત પરિણામ એ આવે છે કે તેઓને જોઈતી જરૂરી ઉર્જા મળતી નથી. અમુક પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ હોય છે કે જેઓ એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતાં હોય છે અને તે માટે તેઓને જરૂરી પ્રમનમાં ઉર્જાની જરૂર પડે છે. પરંતુ જ્યારે તેઓ આપણાં દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે ત્યારે તેઓને જરૂરી ઉર્જા નથી મળતી જે તેઓને માછલીને ખાવાથી મળે છે આથી તેઓ પ્રવાસ કરતાં સમયે મોતને ભેટે છે અને આપણે આ પાપના ભાગીદાર બનીએ છીએ.

બીજી ખાસ વાત એ છે કે આપણે આ સેવ, ગાંઠિયા અને પોપકોર્ન વગેરે બધુ બહાર રેંકડીવાળા પાસેથી કે બહાર કોઈ દુકાનમાંથી ખરીદીએ છીએ. પોતાના નફનું પ્રમાણ વધારવા માટે તેઓ હલકી ગુણવતાનું તેલ વાપરે છે અને તેની માઠી અસર પડે છે અને લાંબા ગાળે તેઓ મોતને ભેટે છે. કારણ કે, ૧૫-૨૦ માછલીઓ પકડીને ખાતા આ પક્ષીઓને તેમણે જરૂરી કેલેરી મળતી નથી અને મળે તો એ પણ સપ્રમાણ મળતી નથી.

અત્યારે તો આપણે પણ પોતાના શરીરની ચરબી ઉતારવા માટે જિમ જઈએ છીએ અને એસિડિટી અને મેદસ્વીતા ઘટાડવા માટે તૈલી પદાર્થો ખાવાનું ટાળીએ છીએ તો આ બધુ જાણવા છતાં પણ આ નાના અને સુંદર પક્ષીઓનો જીવ બચાવી ના શકીએ તો કઈ નહીં પરંતુ તેમણે લાંબા ગળે નુકશાન કરતાં આ તૈલી પદાર્થો તેમના પેટમાં રેડીને તમને મૃત્યુ પામતા તો અટકાવી જ શકીએ છીએ.

જો તમને આ વાત યોગ્ય લાગતી હોય તો તમે પણ આ સંદેશને વધુને વધુ લોકો સુધી પહોચડશો અને બને તેટલો વધુ શેયર કરજો અને બીજાને પણ શેયર કરવા માટે કહેશો. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here