પાકિસ્તાનના હાલત ભૂખમરાથી ઓછા નથી. ત્યાંની મોંઘવારી પાકિસ્તાનની ખાઈ જશે. ખરાબ હાલતમાં પાકિસ્તાનની જનસંખ્યા ને ભૂખ્યા રહેવું પડશે. કિંમત એટલી વધી જશે કે ખાવાપીવાની ચીજવસ્તુઓ માટે પણ તેમની પાસે પૈસા નહીં હોય. પાકિસ્તાન મોંઘવારીને લઈને દાણા-દાણા માટે પણ પૈસા નથી તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે ખાવા-પીવાની વસ્તુઓ ની પણ કિંમત સાતમા આસમાને પહોંચી ગઈ છે. ત્યાંની મોંઘવારી સાત વર્ષનાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.
રૂપિયાની કમજોરી એ તોડી કમર
પાકિસ્તાન સરકારના આંકડા પ્રમાણે ઓગસ્ટમાં મોંઘવારી 87 મહિનાની એટલે કે સાત વર્ષની ઊંચાઈ પર છે. પાકિસ્તાન મોંઘવારીનો આંકડો 11.6% સુધી પહોંચી ગયો છે અને પાકિસ્તાની રૂપિયો ડોલરની આગળ નતમસ્તક છે. આવતા દિવસોમાં મોંઘવારી વધુ વધવાના અણસાર છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કે પણ આશંકા વર્ણવી છે કે રૂપિયાની કમજોરી અને આઇએમએફ ની શરતોના કારણે મોંઘવારી તેજીથી વધે છે અને આગળ વધવાના અણસાર છે.
ખાઈ જશે મોંઘવારી
પાકિસ્તાન ઇમરાન સરકારની સત્તા પર આવે એક વર્ષ થઈ ગયું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે ઇમરાનખાનની પાર્ટી સત્તા પર આવી ત્યારે પેટ્રોલની કિંમત 92.24 રૂપિયા પ્રતિ લીટર હતી અને ડીઝલનો ભાવ 112.94 રૂપિયા પ્રતિ લિટર હતો. હવે પેટ્રોલ 117.83 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 132 રૂપિયા ઉપર નીકળી ગયો છે. ખાવાના તેલની કિંમત 180 અને 200 રૂપિયા થી ઉપર 200 અને 220 રૂપિયા પ્રતિ કિલો વધી ગયો છે અને દાળ ની કિંમત વધી ગઈ છે મગ મસૂર અને અડદની દાળ પહેલાં 90 રૂપિયા થી સો રૂપિયાની વચ્ચે હતી હવે 150 થી 180 રૂપિયા થઈ ગયો છે.
બરબાદ અર્થવ્યવસ્થાની પાછળ કોણ
પાકિસ્તાન ન્યૂઝ પેપર ડોનના આંકડા પ્રમાણે પાકિસ્તાન ની અર્થવ્યવસ્થા પાછળના કંઈક વર્ષમાં 4.3 % વધી ગઈ છે પરંતુ પાછળના એક વર્ષમાં આર્થિક રીતે નુકસાન થયું છે. આંતર રાષ્ટ્રીય મુદ્રા કોર્સ પ્રમાણે 2019 અને 2020 પાકિસ્તાનની જીડીપી માં વધારો દર 3 થી પણ ઓછી રહી જશે. પાકિસ્તાનની બરબાદ થતી અર્થવ્યવસ્થાના પાછળ રાજનૈતિક વ્યવસ્થા છે. જે અત્યારે પણ કર્જ અને સંરક્ષણ પર ચાલે છે અને સૌથી વધુ હદ સુધી પારદર્શિકા રહિત છે.
200 ડોલર થઈ જશે પાકિસ્તાની રૂપિયો
ન્યુઝ એજન્સી bloomberg રિપોર્ટના અનુસાર અમેરિકી ડોલર થી પાકિસ્તાની રૂપિયો દરરોજ નીચલા સ્તર પર જઈ રહ્યો છે. પાકિસ્તાની રૂપિયામાં સ્તર નીચું આવવાના કારણે ખાવાપીવાના પદાર્થ સાથે પેટ્રોલ-ડીઝલ ના ભાવ પણ વધી ગયા છે. એવી આશંકા છે કે આગળના થોડાક મહિનાઓમાં પાકિસ્તાની રૂપિયો ૨૦૦ પ્રતિ ડોલર નીચો આવી શકે છે. આવું થવાથી પાકિસ્તાનમાં મોંઘવારી હજુ વધી જશે પાકિસ્તાની પોતાની જરૂરિયાતનું સૌથી વધુ તેલ વિદેશથી ખરીદે છે. ઘણી પ્રોડક્ટ વિદેશથી આવે છે. પાકિસ્તાની રૂપિયો કમજોર થવાથી ઈમ્પોર્ટ મોંઘા થશે અને મોંઘવારી હજુ વધી જશે.