પાકિસ્તાન વારંવાર કાયરતા ભર્યું કૃત્ય કરી રહ્યું છે. જેના લીધે ફરી એકવાર ભારતીય સેનાએ તેનો મુહતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનને ઘૂંટણિયા પર ટેકવી દીધું છે. જેના લીધે પાડોશી દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ વખતે ભારતીય સેનાએ પાક અધિકૃત કાશ્મીરમાં આક્રમણ કર્યું, જેમાં ઘણા આતંકવાદી કેમ્પો નષ્ટ થઈ ગયા. જેના લીધે પાડોશી દેશમાં હડકંપ મચી ગયો. ફક્ત એટલું જ નહીં પરંતુ આ વખતે વિનાશની તસવીરો પણ સામે આવી છે, જેમાં પાકિસ્તાનની તબાહી નજર આવી રહી છે.
પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણા બે ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. આ વાતનો બદલો આપણી સેનાએ થોડી કલાકોમાં જ લીધો અને પાકિસ્તાનને તબાહ કરી નાંખ્યું. આ દરમિયાન ઘણા આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી નાખ્યા. સાથોસાથ પાકિસ્તાનના અમુક સૈનિકોને પણ ફૂંકી માર્યા. મતલબ કે ભારતીય સેનાએ એક વર્ષમાં બીજી વખત સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનને તબાહ કર્યું.
સેના પ્રમુખે આપી સર્જીકલ સ્ટ્રાઈકની જાણકારી
મિશનની સફળતા બાદ તેના પ્રમુખ બિપીન રાવત મીડિયાની સામે આવ્યા અને તેઓએ આ સમગ્ર મામલાની જાણકારી આપી. સેના પ્રમુખે કહ્યું કે અમે ઘણા આતંકવાદી ઠેકાણા નષ્ટ કરી નાખ્યા, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા. સાથોસાથ બીપીન રાવતે કહ્યું કે પાકિસ્તાન તહેવારમાં ભારતનો માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યું છે. જેના લીધે અમે તેને મુંહતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને તબાહ કરી નાખ્યું.
ઘણા આતંકવાદી ઠેકાણા થયા નષ્ટ
સામે આવેલ તસવીરમાં તમે જોઈ શકો છો કે આખરે કેવી રીતે ભારતીય સેનાએ પાક અધિકૃત કાશ્મીરની અંદર આતંકવાદી કેમ્પોને નષ્ટ કર્યા છે. જેના લીધે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી ફાયરિંગની શરૂઆત થઇ હતી, ત્યારબાદ ભારતીય સેનાએ આ મિશનને અંજામ આપ્યો અને આતંકવાદી કેમ્પોને નષ્ટ કર્યા.
ફેબ્રુઆરીમાં કર્યું હતું એર સ્ટ્રાઈક
૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ ની તારીખ સમગ્ર દુનિયા ભૂલી શકશે નહીં. આ દિવસે ભારતીય વાયુસેનાએ હવાઈ માર્ગથી સમગ્ર દુનિયાને પોતાની તાકાત બતાવતા પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરેલ હતી, ત્યારબાદ થી પાકિસ્તાન સતત અજીબોગરીબ હરકતો કરી રહ્યું છે અને વારંવાર ફાયરિંગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બાલાકોટ એર સ્ટ્રાઈક માં અંદાજે ૨૦૦ થી વધારે આતંકવાદીઓ માર્યા ગયાની ખબર સામે આવી હતી, તેવામાં આપણી ભારતીય સેના સતત પાકિસ્તાનને પાઠ ભણાવી રહી છે, છતાં પણ પાકિસ્તાન પોતાની આવી હલકી કક્ષાની હરકતો કરી રહ્યું છે.