પાકિસ્તાનનાં એ હિન્દુ મંદિરો જેમાં આજે પણ કરવામાં આવે છે પુજા-અર્ચના

0
214
views

એક સમય હતો, જ્યારે પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડી જેવા શહેરોમાં હિન્દુ બહુસંખ્યકમાં હતા, પણ ભાગલા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. જોકે આ શહેરોમાં હજી પણ ભગવાન શ્રીકૃષ્ણના ઘણાં મંદિરો છે. પરંતુ ઘણા ઓછા મંદિરો છે જે સારી સ્થિતિમાં છે. તેમાં જન્માષ્ટમીના દિવસોમાં ઘણી હલચલ જોવા મળે છે પાકિસ્તાનમાં ભાગલા દરમિયાન અને પછી ઘણા મંદિરોને નુકસાન પહોંચ્યું હતું. કેટલાક જૂના મંદિરો  સમયની મારને લીધે ખરાબ થઈ ગયા.

પરંતુ આ પછી પણ એક ડઝનથી વધુ કૃષ્ણ મંદિરો પાકિસ્તાનમાં બચેલા છે. જેમાં કેટલાક મંદિરો હજી પણ સારી સ્થિતિમાં છે. જન્માષ્ટમી દરમિયાન અહીં ભારે ચળવળ થતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇસ્કોને અહીં બે ભવ્ય મંદિરો પણ બનાવ્યા છે. પહેલા રાવલપિંડીમાં આવેલા કૃષ્ણ મંદિર વિશે વાત કરીએ, જે ૧૨૧ વર્ષ જૂનું છે અને છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે. પાકિસ્તાન સરકારે તેના નવીનીકરણ માટે બે કરોડ રૂપિયા પણ મંજુર કર્યા છે.

બહુ ઓછા મંદિરોમાં થાઈ છે બે વખત પૂજા

કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં ગણ્યા ગાંઠ્યા જ એવા મંદિરો છે, જેમાં નિયમ પ્રમાણે બે વખત પૂજા થતી હોઇ છે. લોકો તેમાં ભાગ પણ લે છે, પરંતુ પાકિસ્તાનના અન્ય મંદિરોમાં આવું નથી જોવા મળતું. જો કે, ઇસ્કોને જ્યારથી કરાચી અને ક્વેટામાં બે કૃષ્ણ મંદિરો બનાવ્યા છે, ત્યારથી તેમાં લોકોની ભીડ થવા લાગી છે.

રાવલપિંડીનું કૃષ્ણ મંદિર, જેના નવીનીકરણ માટે,પાકિસ્તાન સરકારે બે કરોડ રૂપિયા મંજુર કર્યા છે

રાવલપિંડીના કૃષ્ણ મંદિર પર મહેરબાન થઈ પાકિસ્તાન સરકાર

પાકિસ્તાનના ડોન અખબાર અનુસાર શરણાર્થી ટ્રસ્ટ સંપત્તિ બોર્ડએ કહ્યું છે કે સરકારના બે કરોડ રૂપિયા રિલીઝ થયા બાદ જલ્દીથી આ દિશામાં કામ શરૂ થઇ જશે. એટલું જ નહીં કઈ રીતે કામ થવાનું છે તે પણ નક્કી થઈ ચૂક્યું છે.

આ મંદિર ૧૮૯૭ માં સદ્દદરમાં કાંચી મલ અને ઉજાગર મલ રામ પંચાલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભાગલા બાદ કેટલાક વર્ષો માટે આ મંદિર બંધ પણ રાખવામાં આવ્યું હતું. જે ૧૯૪૯ માં ફરીથી ખોલવામાં આવ્યું હતું. પહેલાં અહીં રહેતા હિંદુઓ તેની દેખરેખ રાખતા હતા. ૧૯૭૦ માં તેને ઇટીપીબીના નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યું. ૧૯૮૦ સુધી ઇસ્લામાબાદમાં રહેતા ભારતીય રાજદૂત અહીં પૂજા કરવા આવતા હતા.

તે કૃષ્ણ મંદિર જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું

અવિભાજિત ભારતનું લાહોર હિન્દુઓનું મોટું શહેર હતું. જ્યાં તેમના ઘણા મંદિરો હતા. આજે પણ અહીં લગભગ ૨૨ મંદિરો છે પરંતુ પૂજા ફક્ત બેમાં જ કરવામાં આવે છે. તેમાંથી એક કૃષ્ણ મંદિર છે અને બીજું વાલ્મીકી મંદિર છે.

લાહોર દરેક જન્માષ્ટમી દરમિયાન શણગારવામાં આવે છે. અહીં વસતા હિન્દુઓ અહીં આવે છે. ૯૦ના દાયકામાં જ્યારે અયોધ્યામાં વિવાદિત બંધારણને તોડી પાડવામાં આવ્યું ત્યારે લાહોરના કેસરપુરામાં મંદિરને નુકસાન થયાના સમાચાર પણ આવ્યા હતા. જેમાં આ મંદિરને પણ નુકસાન થયું હતું. પછી સરકારે ૧.૨ કરોડ રૂપિયા આપીને તેને રીપેર કરાવ્યું હતું.

તૂટેલા મંદિરો

પાકિસ્તાન ના એબોટાબાદ અને હરિપુરમાં પણ પ્રાચીન કૃષ્ણ મંદિરો છે પરંતુ તે તૂટેલા છે. જ્યાં પૂજા થતી નથી. અહીં અમરકોટમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે, ત્યાં કૃષ્ણ મંદિર છે. હિન્દૂ વસ્તી ધરાવતો વિસ્તાર થાર્પરકરમાં પણ એક મંદિર છે. આ બંને મંદિરોમાં હિંદુ શ્રધ્ધાળુ પૂજા કરવા આવે છે.

સિંધમાં સૌથી વધારે મંદિર

સામાન્ય રીતે તો પાકિસ્તાનમાં સૌથી વધારે બચેલા હિન્દૂ મંદિર સિંધ પ્રાંતમાં છે. તેમની સંખ્યા લગભગ ૫૮ છે. કરાચી શહેરમાં ૨૮ મંદિરો છે પરંતુ તેમાં ખૂબ ઓછી પૂજા અર્ચના કરવામાં આવે છે. બાકીના મંદિરો ઘણાં જૂના અને ખરાબ હાલતમાં છે.

કરાચીમાં શ્રીસ્વામિનારાયણ મંદિર છે. ઇસ્લામના અનુયાયીઓ પણ અહીં આવે છે. તેમાં હરેકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણદેવની મૂર્તિઓ છે. થોડા વર્ષો પહેલા ઇસ્કોને કરાંચીના જિન્નાહ એરપોર્ટ નજીક રાધા ગોપીનાથ મંદિર ખોલ્યું હતું. આ એક મોટું મંદિર છે, જેની પ્રવૃત્તિઓ સતત ચાલે છે.

ઇસ્કોનનું મંદિર

રાધાનાથ કૃષ્ણ મંદિર છે, જેને ઇસ્કોન દ્વારા પાકિસ્તાન સરકારની જમીન લઈને ૨૦૦૭ માં બનાવવામાં આવ્યું હતું. અહીં પણ કૃષ્ણથી સંબંધિત પ્રવૃત્તિઓ સતત ચાલે છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાન સરકારે અહીંના પર્યટનના વિકાસ માટે પ્રાચીન હિન્દુ અને બૌદ્ધ મંદિરો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેઓનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here