પૈસા, વેપાર અને નોકરીની પરેશાનીઓ થઈ જશે દુર, ગણેશ ઉત્સવમાં કરી લો આ ઉપાય

0
263
views

આજથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ચુકી છે, ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસોમાં ચારે બાજુ ખૂબ જ ઘુમધામ જોવા મળે છે. દરેક જણ ભગવાનની સ્થાપના કરીને ભગવાન ગણેશની પૂજા કરે છે. તમે જાણતા જ હશો કે ભગવાન ગણેશને વિઘ્ન હરતા માનવામાં આવે છે. જો તે કોઈ વ્યક્તિ ઉપર મહેરબાન થઈ જાય તો તે વ્યક્તિના જીવનમમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાં થી તેને છૂટકારો મળી શકે છે.

ભગવાન ગણેશ દરેક પ્રકારની મુસીબત માંથી મુક્તિ આપવનારા ગણવામાં આવે છે. જો આ પરિસ્થિતિમાં તમે ગણેશ ચતુર્થી પર આ ઉપાયો  કરો છો તો તમેં જીવન ની ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. જો તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ છે કે તમારી નોકરીમાં કોઈ સમસ્યા આવી રહી છે અથવા તો તમારો ધંધો સારી રીતે નથી થઈ રહ્યો, તો આ બધી સમસ્યાઓ થી છૂટકારો મેળવવા માટે તમારે ગણેશ ચતુર્થી પર કેટલાક ઉપાય અપનાવવા જોઈએ.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કેટલાક અસરકારક પગલાં વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાંથી જો તમે કોઈ પણ ઉપાય કરશો તો તમારા  જીવન ની પરેશાની હંમેશા માટે દૂર થઈ શકે છે..આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ તમારી બધી મુશ્કેલીઓ  દૂર કરશે. ચાલો આપણે જાણીએ કે ગણેશ ચતુર્થી પર શું કરવું જોઈએ.

જીવનના સંકટો થી છુટકારો મેળવવાનો ઉપાય

જો તમે ગણેશ ચતુર્થીના અંતિમ દિવસે ભગવાન ગણેશ ને સિંદૂર ની થેલી અર્પિત કર્યા પછી લાલ ચંદનની માળા થી “ऊँ गं गणपतये वरवरद सर्वजनं में वशमानय स्वाहा।।” એમ 11 વાર મંત્રનો જાપ કરશો, તો તમારા જીવનમાં જે સંકટ સર્જાયો છે તે દૂર થઈ જશે અને તમે દુર્ભાગ્યથી છૂટકારો મેળવશો.

ધંધાકીય ક્ષેત્રે નફો મેળવવાનાં ઉપાય

જો કોઈ વ્યક્તિને પોતાના કારોબાર કે વ્યાપાર માં નુકસાન થઈ રહ્યું છે. તો તેને ગણેશ ચતુર્થીના દિવસે સવારના  8:00 થી 10: 00 સુધી બજારમાંથી 70 ગ્રામ કાથો લઈ આવો. હવે, તેને ચૂરો કરી તેમાં થોડુ ગાયનું ઘી, સિંદૂર અને મધ મિક્સ કરવુ, અને તેમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી, આ પછી તમે 3 દિવસ નિયમિત “ऊँ गं गणपतये वरवरद सर्वजनं में वशमानय स्वाहा।।” મંત્ર ની એક માળા નો જાપ કરો. ગણેશ ચતુર્થી ના છેલ્લા દિવસે તમે તેને તાંબાના વાસણમાં મુકો અને તેને તમારા વ્યાપાર ના સ્થળ ના દરવાજાની અંદરના ભાગમાં સિંદૂરી રંગના કપડામાં લટકાવો, આ ઉપાય કરીને તમારા ધંધામાં તમને ચોક્કસ લાભ મળશે.

પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટેના સરળ ઉપાય

દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેમના જીવનમાં પૈસાની કમી ન હોય, જો તમે પણ ધનવાન બનવા માંગતા હોય તો આવી સ્થિતિમાં, તમે ગણેશ ચતુર્થી ની રાતે 12:00 વાગે કોઈ સુમસામ ચાર રસ્તા પર ઘરમાંથી શુદ્ધ મરીના પાંચ દાણા તમારા જમણા હાથમાં લઈ ને જાઓ, અને ચાર રસ્તા ની  વચ્ચે ઉંભા રહો, કાળા મરીના 5 દાણા તમારા માથા ઉપર થી 7 વાર ઉતારી એ 5 દાણા માંથી 4 દાણા ચાર દિશામાં ફેંકી દો. જ્યારે તમે આ દાણા ને ચારે દિશામાં એક પછી એક ફેંકી રહ્યા હોવ ત્યારે તમારે “ઓમ શ્રી ગણેશ મહાલક્ષ્મી નમ:” મંત્રનો જાપ કરો અને પાંચમા દાણાને આકાશ તરફ ફેંકી દો.

જ્યારે તમે આ ઉપાય પૂરો કરી લીધો હોઈ ત્યાર બાદ તમારે આ મંત્રનો જાપ 108 વાર કરતા કરતા  તમારા ઘર તરફ પાછું વળવું. પરંતુ તમારે  એ યાદ રાખવાનું છે કે તમારે પાછું ફરી ને જોવાનું નથી.  જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે તમે તમારા હાથ અને પગને  સારી રીતે ધોઈ લો અને તમારી ઉપર ગંગા જલનો છંટકાવ કરો. તેનાથી તમારા પર ગણેશની કૃપા થશે અને ધનવાન બનવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here