ઓહ, તો KBC માં અમિતાભ બચ્ચન ની કોમ્પ્યુટર સ્ક્રીન પર આ લખેલું હોય છે

0
867
views

જો કોઈ ટીવી શો હોસ્ટ કરે, તો અમિતાભ બચ્ચન જેવો કરો. જો કમ્પ્યુટર નામની નિર્જીવ વસ્તુમાં જો કોઈએ જીવ પૂર્યો છે તો તે અમિતાભ બચ્ચન છે. ‘કમ્પ્યુટરજી’ સાથે અમિતાભના સંવાદોએ જ ‘કૌન બનેગા કરોડપતિ’ નો એક યુનિક પોઇન્ટ આપવાની સાથે સાથે   અમિતાભ બચ્ચનની બ્રાન્ડનો મોટો ભાગ પણ બની ગયો છે. કેબીસી સેટ વિશે અમારી પાસે ઘણા પ્રશ્નો છે. જેમાંથી એક છે, કે તેમના કમ્પ્યુટર સ્ક્રીન પર શુ ચાલે છે. કોરા ના એક યુજર, કે જે કેબીસી પર ગયેલ હતા તેઓએ આનો જવાબ આપ્યો.

અમિતાભ બચ્ચનનું કમ્પ્યુટર પ્લેયરના કમ્પ્યુટરથી જુદુ છે. અમિતાભના કમ્પ્યુટર પર પ્રશ્નો, જવાબો ઉપરાંત ઘણી વિગતો આવે છે. જે રમત અનુસાર બદલાય છે. સ્ક્રીન પર વિગતો બદલવા વાળો ઓપરેટર પડદા પાછળ હોય છે. અમિતાભને બેઠા બેઠા તેની સ્ક્રીનનું કન્ટેન્ટ બદલવાની સુવિધા છે. ખેલાડી પાસે આ સુવિધા નથી.

આ બધુ અમિતાભના કમ્પ્યુટર પર જોવા મળે છે

  • પ્રશ્નો અને તેમના જવાબો.
  • આગળ ની રમત નો  રેકોર્ડ
  • વાપરેલી અને બચેલી લાઈફ લાઇન

તેમની અનુકૂળતા અનુસાર, તે ખેલાડીનું નામ, સ્થાન, વ્યવસાય અને તેમના સાથીદારોનાં નામ કાઢી શકે છે. આ બધી વિગતો અમિતાભની સામે એક સ્ક્રીન પર પણ દેખાય છે, જે ટીવી પર દેખાતી નથી. લોકો માને છે કે અમિતાભ ઘણીવાર જવાબો પહેલાથી જ જાણતા હોય છે. કમ્પ્યુટર યોગ્ય જવાબ ત્યારે જ બતાવે છે જ્યારે ખેલાડી તેનો જવાબ લોક કરે છે. અમિતાભ પોતાનો વિવેકબુદ્ધિ થી ખેલાડીને યોગ્ય જવાબ આપવા અને તેને ખોટાથી બચાવવાનો પ્રયત્ન કરે છે.

જ્યારે ખેલાડી ‘ફોન અ ફ્રેન્ડ’ લે છે, ત્યારે જે વ્યક્તિને બોલાવવામાં આવે છે. તેની તમામ વિગતો અમિતાભને સ્ક્રીન પર કહેવામાં આવે છે. અમિતાભના સ્ક્રીન ઉપર એક ટાઇમર પણ છે જે એડ બ્રેક લેવાનું સૂચવે છે. ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ દરમિયાન અમિતાભ બચ્ચન અને હોટ સીટ બંનેની સ્ક્રીન બંધ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here