ઓહ ! તો આ કારણથી હંમેશા યુવતીઓને ઘુરતા હોય છે યુવકો, હકીકત જાણીને તમે હેરાન થઈ જશો

0
348
views

એક મહિલા માટે પ્રાઈવેસી ખૂબ જ મોટી બાબત છે. જોકે મહિલા હોવાને કારણે તેના ઉપર હંમેશા ખતરો રહે છે. ખાસ કરીને યુવકો યુવતીઓની અંગત લાઈફમાં ખૂબ જ વધારે દિલચસ્પી રાખે છે. જો તમે એક મહિલા અથવા યુવતી હશો તો તમે એ વાતથી ખૂબ જ સારી રીતે જાણકાર હશો કે તમે દુનિયાના કોઇપણ ખૂણામાં ચાલ્યા જાઓ તમને કોઈને કોઈ યુવક ઘુરતો જોવા મળી આવશે. યુવકોના સતત ઘુરતા રહેવાને કારણે ઘણી વખત મહિલાઓ સહજ મહેસૂસ કરે છે.

ઘણી વખત તેઓ એક વખત જોઇને આગળ વધી જાય છે તો અમુક લોકો વારંવાર જોતા રહે છે. હવે કોઈ યુવક તમને શા માટે જોઈ રહ્યો છે તેની પાછળ પણ ઘણાં કારણો હોય છે. બસ ફરક એટલો જ હોય છે કે કોઈના ઘુરવાનું કારણ ખરાબ નજર હોય છે તો કોઈ બસ જિજ્ઞાસુ હોય છે અને હૃદયમાં કોઈ ખરાબ અથવા ગંદી ભાવના નથી રાખતા. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જાણીએ કે આખરે યુવકો યુવતીઓને શા માટે ઘુરતાં હોય છે.

યુવકો યુવતીઓ તરફ કુદરતી રીતે આકર્ષિત થાય છે. દરેક યુવક પોતાના માટે એક ખાસ પાર્ટનરને તલાશ કરે છે. તેવામાં જો તમે તેને પસંદ આવી ગયા તો તે એવું વિચારે છે કે, કાશ કોઈ એવો ઉપાય હોય જેના લીધે હું તે યુવતી સાથે દોસ્તી અથવા તો લગ્ન કરી શકું.

તમે પહેલી નજર ના પ્રેમ વિશે તો જરૂર સાંભળ્યું હશે. હંમેશા યુવકો સાથે આવું થાય છે કે તેમની પહેલી નજર તમારા પર પડે છે અને તેઓને તે સમયે જ પ્રેમ થઈ જાય છે. તેની એવું લાગે છે કે આ મારા સપનાની રાજકુમારી છે જેને હું શોધી રહ્યો હતો. એટલા માટે તેઓની નજર તમાર આ પરથી હટતી નથી.

એક કડવું સત્ય એવું પણ છે કે અમુક વિકૃત યુવકો ખરાબ નજરથી ઘુરાતા હોય છે. તેમના માટે તમે ફક્ત એક ટાઇમ પાસ હોવ છો. આવા યુવકો પરણિત પણ હોય છે. તેમની આંખોમાં હવસ ભરેલી હોય છે. તેવામાં આવા યુવકો તમારી સાથે કોઈ ખરાબ વર્તન કરે અથવા તો આ સહજ મહેસૂસ કરાવે તો ચૂપ રહેવું નહીં. કોઇ યુવક ખરાબ અથવા સારી નજરથી જોઈ રહ્યું છે તે યુવતીઓને ખ્યાલ આવી જાય છે.

યુવતીઓને ઘૂરવાનું એક અજીબ કારણ એવું પણ હોય છે કે યુવકો તમારી લાઈફસ્ટાઈલમાં રસ ધરાવતા હોય છે. આવા ખાસ કરીને તે યુવકો હોય છે જે બોયઝ સ્કુલમાં અભ્યાસ કરતા હોય છે અથવા તો જેઓનો યુવતીઓ સાથે ખુબ જ ઓછો પરિચય હોય છે. તેવામાં તેમની અંદર તમને જાણવાની જિજ્ઞાસા હોય છે.

અમુક કિસ્સામાં એવું પણ હોય છે કે તેઓને તમારો ચહેરો પરિચિત લાગે છે. તેઓને એવું લાગે છે કે કદાચ તેઓ એ તમને પહેલા કોઈ જગ્યાએ જોયેલા છે. અથવા તો એવું પણ બની શકે કે તમને જોઈને તેઓને કોઇની યાદ આવી ગઈ હોય. એટલા માટે તે તમને ઘૂરતાં રહે છે.

વળી તમને શું લાગે છે કે મોટાભાગના યુવકો યુવતીઓને આખરે શા માટે ઘુરતાં હોય છે? તમારા જવાબ કોમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી જણાવશો. સાથોસાથ તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને અન્ય યુવક અને યુવતીઓ સાથે જરૂરથી શેયર કરજો. યુવકોને ખાસ વિનંતી છે કે તેઓ કોઈપણ મતલબ વગર યુવતીઓને અસહજ મહેસૂસ ન કરાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here