નોકરી કરતી મહિલાઓએ સહન કરવી પડે છે આ ૬ પરેશાનીઓ, પુરુષો જરૂરથી વાંચે

0
684
views

આજના જમાનાની લગભગ દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તે નોકરી કરીને પગભર થઈ  અને પોતાની આવક દ્વારા તેના શોખને પૂર્ણ કરે. જ્યારે મહિલા કમાય છે ત્યારે તેને ઘરે અથવા સાસરિયામા પૈસા માટે હાથ લાંબાવાની જરૂર પડતી નથી. જો કે નોકરી કરતી મહિલાઓનું જીવન એટલું સરળ નથી. આ સમય દરમિયાન તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમની સમસ્યાઓ પુરુષ વિભાગ સાથે પણ સંબંધિત છે. આવા કિસ્સામાં, અમે ઇચ્છીએ છીએ કે દરેક પુરુષ નીચે સૂચિબદ્ધ મુદ્દાઓ વાંચે અને સ્ત્રીની સમસ્યાઓ સારી રીતે સમજે અને તેનું નિરાકરણ કરે.

સ્ત્રીઓ ઉપર એ લેબલ લગાડી દેવામાં આવે છે  કે તેઓ ઘરનાં બધાં કામો જેમ કે તે સફાઈ, રસોઈ વગેરે કરે. પુરુષોને આ વિષયમાં  દખલ કરવી પસંદ નથી. આ વિચારસરણી નોકરી કરતી મહિલાઓની સૌથી મોટી સમસ્યા બની જાય છે. તેઓએ એક દિવસમાં ઘરકામ અને ઓફિસનું કામ કરવું પડે. આવી સ્થિતિમાં તે ખૂબ થાકી જાય છે. આ પરિસ્થિતિમાં માં ઘરના પુરુષો ઘરની પ્રવૃત્તિમાં મદદ કરવા લાગે તો મહિલાઓની આ સમસ્યા હલ થઈ શકે છે.

બાળકો વાળી મહિલાઓને તેમની નોકરીમાં ચોક્કસપણે થોડી સમસ્યાઓ હોય છે. બાળકને માતાની જરૂર હોય છે. જ્યારે તે નાનું હોય ત્યારે ભારે સાવચેતી રાખવી પડે છે. જો કે, ઘરના પુરુષોએ પણ બાળકોની દેખરેખ અને કાળજી લેવી જ જોઇએ. આ  તેમની પણ જવાબદારી હોય છે.

મહિલાઓ જયારે ઓફિસમાં હોય છે  ત્યારે તેઓને અનેક પ્રકારની બિનજરૂરી ટિપ્પણીઓ સાંભાળવી પડે છે. છોકરીઓ ઉપર ઘર અને કામનું ખૂબ દબાણમાં હોય છે. ઉપર થી લોકો ઠેકણી ઉડાડે છે ફ્લર્ટ કરે છે. “મહિલાઓ ઓફિસની કામગીરી યોગ્ય રીતે કરી શકતી નથી” એમ તેમની  મજાક થતી હોય છે. ઓફિસમાં ઘણા પુરુષો મહિલાઓ સાથે સારો વ્યવહાર કરતા નથી. તેમની સાથે કોઈક ને કોઈક રીતે ભેદભાવ પણ થતો હોય છે. ઓફિસમાં આપણે આ વિચારસરણી બદલવી જોઈએ.

જ્યારે કોઈ સ્ત્રી નોકરી કરે છે અને તેના પતિ કરતાં વધારે કમાવા લાગે છે, ત્યારે તેનો  ઘમંડ આહત થાય છે. પછી તેને તેની પત્નીનું નોકરી પર જવાનું ખટકવા લાગે છે. આવી સ્થિતિમાં પતિએ પત્ની માટે ખુશ રહેતા  શીખવું જોઈએ.

ઘણીવાર ઘણી છોકરીઓને સાસરે નોકરી કરવા માટે ઘણા આજીજી કરવી પડતી હોય છે. પહેલા તો તેમને મનાવવા પડે છે અને જો તેઓ માની પણ જાય તો પણ થોડા થોડા દિવસે ઘરવાળાઓનો  કટાક્ષ સાંભળવો પડે છે. જેમકે હવે નોકરી વાળી થઈ ગઈ હવે ઘરકામ યોગ્ય રીતે નથી કરતી, નોકરી પર થી મોડી આવે છે એટલે કામ મોડું થાય છે, હમણાં બહુ હવામાં ઉડે છે, બગડશે વગેરે. આ વિચારસરણી પણ બદલવાની જરૂર છે.

મહિલાઓએ પણ તેમની પસંદનું કાર્ય કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મોટે ભાગે પરિવાર વાળા કોઈ વિશેષ કાર્ય કરવા પર પ્રતિબંધ મૂકી દયે છે.  નોકરીની શોધમાં શહેર થી બહાર નથી નીકળવા દેતા આ રીતે સ્ત્રીઓ પ્રગતિ કરી શકતી નથી.

આ બધી જૂની વિચારસરણી માંથી બહાર આવીને ઘરમાં કામ કરતી અને નોકરી પણ કરતી મહિલાઓને પુરુષોએ જ સાથ આપવો પડશે. હાલના સમયમાં આ સમયની જરૂરિયાત પણ છે. આધુનિક યુગમાં મહિલાઓને પગભર થવા માટે પુરુષોએ જ હિંમત અને સાથ આપવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here