ઓછા ખર્ચે નવા વર્ષની ઉજવણી કરવા માટે આ ૪ જગ્યા છે સૌથી બેસ્ટ, મજા થઈ જશે ચાર ગણી

0
334
views

વર્ષ ૨૦૧૯ પૂરું થવા આવ્યું છે અને નવું વર્ષ ૨૦૨૦ ખૂબ જ નજીક આવી ગયું છે. નવા વર્ષના સ્વાગત માટે લોકો અલગ-અલગ પ્રકારના પ્લાનીંગ બનાવતા હોય છે. જો તમે કોઈ જગ્યાએ ફરવા જવા માટેનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો અમે તમને દેશની ટોપ-૪ એવી જગ્યા જ્યાં તમે નવા વર્ષની શાનદાર ઉજવણી કરી શકો છો અને તેના માટે તમારે બહુ ખર્ચ કરવાની પણ જરૂર નથી.

ગંગટોક

સિક્કિમની રાજધાની ગંગટોક ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. અહીંથી તમને કંચનજંગા નું સુંદર દ્રશ્ય જોવા મળશે. પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા ચારો તરફ છવાયેલું છે. ભારત-ચીન આંતરરાષ્ટ્રીય સીમા પર નાથુલા પાસ પર્યટકો જવાનું ભૂલતા નથી. જોકે તેના માટે તમારે પરમિટ લેવી પડશે, જે તમને સરળતાથી મળી જશે. તમે ત્સોગમો ઝરણું અને રસ્તામાં આવતા પવિત્ર મંદિર પણ જોઈ શકો છો. ગંગટોકનું હનુમાન ટોક મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે, જેની દેખભાળ ભારતીય સેના કરે છે. દુનિયાની ત્રીજા નંબરની સૌથી ઊંચા પર્વત પર સ્થિત હનુમાન ટોક થી સૂર્યોદયનો નજારો ખુબ જ મનમોહક હોય છે.

 • હવાઈ માર્ગથી : સિક્કિમ જવા માટે તમારે બાગડોગરા એરપોર્ટ પર ઉતરવું પડશે. અહીંયાથી ગંગટોક ૧૨૪ કિમી દૂર આવેલું છે. જોકે બાગડોગરા તમે ત્યાંથી પણ જઈ શકો છો.
 • સડક માર્ગથી : દાર્જિલિંગ, સિલીગુડી અને કલિમ્પોંગ શહેરોથી ગંગટોક સડક માર્ગ સારી રીતે જોડાયેલો છે.
 • રેલ માર્ગથી : ન્યુ જલ્પાઈગુડી અહીંનું નજીકનું સ્ટેશન છે, જ્યાંથી ૧૨૦ કિલોમીટર દૂર ગંગટોક તમે સડક માર્ગથી જઈ શકો છો.

ભારતનું ફ્રાંસ – પોંડિચેરી

પોંડિચેરી પહેલા ફ્રેન્ચ કોલોની હતી, આ કારણે તેને ભારતનું ફ્રાંસ પણ કહેવામાં આવે છે. આજે પણ અહીંયા ફ્રેન્ચ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે. ફરવા માટે અહીંયા સિલિકા ઓફ ધ સેક્રેડ હાર્ટ ઓફ જીસસ અને સેન્ટ એન્ડ્રુ ચર્ચ જેવા ખૂબસૂરત ગિરજાધર છે. કેક, પેસ્ટ્રી, ચોકલેટ ની ખૂબ જ સારી વેરાઈટીનો સ્વાદ તમે અહીંયા લઈ શકો છો. આ સિવાય અહીંયા માર્કેટમાં તમે ખૂબસૂરત સામાનનું શોપિંગ પણ કરી શકો છો.

 • સડક માર્ગથી : પોંડિચેરી આવવા માટે કોઇમ્બતુર, ચેન્નાઈ અને મદુરાઈ જેવા શહેરોથી બસો ઉપલબ્ધ છે. બસનું ભાડું દેશના અન્ય ભાગો કરતા અહીંયા થોડું સસ્તું છે.
 • રેલ માર્ગથી : પોંડિચેરી નું પોતાનું રેલ્વે સ્ટેશન છે, જ્યાં પહોંચવા માટે દેશના બધા જ મોટા શહેરોમાંથી ટ્રેન ઉપલબ્ધ છે.
 • હવાઈ માર્ગથી : પોંડિચેરી થી નજીકનું એરપોર્ટ ચેન્નાઈ છે, જે ફક્ત ૧૩૯ કિલોમીટર દૂર છે. અહીંયા થી તમે પોંડિચેરી જઈ શકો છો.

પિંક સીટી – જયપુર

જયપુર રાજસ્થાન ખૂબ જ સુંદર શહેર છે. અહીંયા રોયલ ઇમારતો, શાનદાર કિલ્લા અને મહેલો જોવાનો અનુભવ અલગ હોય છે. પિંક સીટી માં હવા મહેલ, સિટી પેલેસ, આમેર ફોર્ટ જેવા મશહૂર પર્યટન સ્થળોની યાત્રા તમે કરી શકો છો. અહીંયા તમને ૫૦૦ થી લઈને ૮૦૦ રૂપિયા સુધીના બજેટ હોટેલ્સ પણ મળી જશે.

 • સડક માર્ગથી : નવી દિલ્હી અને આગ્રાથી જયપુર માટે ઘણી બસો મળે છે. દેશના પ્રમુખ શહેરો સાથે જયપુર સડકમાર્ગ સરળતાથી જોડાયેલો છે.
 • રેલ માર્ગથી : દેશના મુખ્ય શહેરો થી જયપુર રેલ્વે સ્ટેશન જોડાયેલું છે. અહીંયા માટે રેલવે પર્યટક સ્પેશિયલ ટ્રેન પણ સેવા આપે છે.
 • હવાઈ માર્ગથી : જયપુર શહેર થી ૧૧ કિલોમીટર દૂર સંગાનેર નજીકનું એરપોર્ટ છે. દિલ્હી, મુંબઇ સહિત પ્રમુખ એરપોર્ટ પરથી ફ્લાઇટ સેવા ઉપલબ્ધ છે.

ભારતનુ લાસ વેગાસ – ગોવા

નવા વર્ષની ઉજવણી માટે ગોવા ભારતનું સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. અહીંયા સમુદ્રકિનારે બીચ પાર્ટીઝ અને ડ્રિંક ફેમસ છે. વળી, અંજુના બીચ પર ટ્રાન્સ અને હાઉસ મ્યુઝિક શાનદાર હોય છે. ઘણા બધા સમુદ્રી બીચ હોવાને કારણે રજાઓ પસાર કરવા માટે આ શાનદાર જગ્યા છે. નાઈટ લાઇફ શહેરોમાં દુનિયાના દસમાંથી ગોવા છઠ્ઠા સ્થાને છે. દક્ષિણ ભારતમાં ગોવાના બીચ ફન, પાર્ટી અને મસ્તી કરવા માટે જવાબદાર ડેસ્ટિનેશન છે.

 • સડક માર્ગથી : મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય નિગમની બસો પણજી પહોંચાડે છે. અહીંયાના કડંબા બસ સ્ટેન્ડથી યાત્રિકો ને ગોવાની આસપાસના વિસ્તારોમાં જવું આસાન હોય છે.
 • રેલ માર્ગથી : દિલ્હી થી ૧૮૭૪ કીલોમીટર દૂર સ્થિત ગોવા રેલવે માર્ગથી બેંગલોર થઈને જોડાયેલો છે. માર્ગો અને વાસ્કો-દ-ગામા અહીંયાના બે મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન છે.
 • હવાઈ માર્ગથી : નજીકનું એરપોર્ટ દબોલીમ છે, જે વાસ્કો-દ-ગામા પાસે આવેલું છે. પણજીથી તે ફક્ત ૨૯ કિલોમીટર દુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here